કારતક : ૨૪૮૮ : ૭ :
(શ્રાવકનાં કર્તવ્યનું વર્ણન)
વીર સં. ૨૪૮૭ના શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૪
દરમિયાન શ્રી પદ્મનંદી પચ્ચીસીના છઠ્ઠા અધ્યાય ઉપર પૂ.
ગુરુદેવનાં પ્રવચનો; (જેની સાથે વીર સં: ૨૪૭૬માં થયેલા
આ અધિકાર ઉપરનાં પ્રવચનોનો સાર પણ જોડી દેવામાં
આવ્યો છે.)
આ પદ્મનંદી પંચવિંશતિકા નામનું શાસ્ત્ર છે. અનેક સૈકાઓ પહેલાં વનવાસી દિગંબર સંત શ્રી
પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ આ શાસ્ત્રને ‘વનશાસ્ત્ર’ કહ્યું છે, અને
ઈન્દ્રિયનિગ્રહપૂર્વક વૈરાગ્યથી તેનો અભ્યાસ કરવાની ભલામણ કરી છે. તેમાં છઠ્ઠો અધ્યાય, ‘ઉપાસક
સંસ્કાર’ અથવા ‘શ્રાવકાચાર’ નામનો છે, તે વંચાય છે. ઉપાસક સંસ્કાર એટલે ગૃહસ્થદશામાં રહેલા
સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકને ધર્મના કેવા સંસ્કાર હોય ને શુભરાગની ભૂમિકા કેવી હોય તેનું આમાં વર્ણન છે.
શરૂઆતમાં મંગલાચરણ તરીકે વ્રતતીર્થના પ્રવર્તક