શાંતિ હણાય છે...આવા ભાવમરણમાં તમે કાં રાંચી રહ્યા છો? પરનું કર્તૃત્વ માનતાં ચૈતન્યના ભાવપ્રાણની
હિંસા થાય છે. પૈસામાંથી, શરીરમાંથી, બાહ્યવિષયોમાંથી કે શુભરાગમાંથી પણ મને સુખ મળશે–એવી જેની
બુદ્ધિ છે તે જીવ ચિદાનંદસ્વભાવના સહજ સુખને હણી નાંખે છે; ભાઈ, તારા ચૈતન્યતત્ત્વમાં જ તારું સુખ છે;
તે ચૈતન્યમાં પરચીજનું તો સ્વામીત્વ નથી ને રાગનું પણ સ્વામીપણું નથી.
થયો છે–વિકલ્પમાં જ મૂર્છાઈ ગયો છે, તે જ અજ્ઞાનભાવથી કર્મનો નિમિત્ત થાય છે. જ્ઞાની તો જાણે છે કે શુદ્ધ
ચૈતન્યમય એવો હું કર્મનો કર્તા વ્યવહારે પણ નથી, નિમિત્તથી પણ નથી. નિશ્ચય સ્વભાવથી જે ભ્રષ્ટ છે તેને
એવો વ્યવહાર લાગુ પડે છે કે આણે આ કર્મ બાંધ્યું.–પરંતુ તે પણ ઉપચાર જ છે, પરમાર્થ નથી. ખરેખર
અજ્ઞાની જીવ પણ પુદ્ગલ કર્મનો કર્તા નથી.
જ્ઞાનીને કર્મના કર્તાપણાનો ઉપચાર પણ લાગુ પડતો નથી. ઉપાદાનમાં જ્યાં વિકારનું કર્તૃત્વ છૂટયું ત્યાં કર્મનું
નિમિત્તકર્તૃત્વ પણ કેમ હોય? અરે જ્યાં શુદ્ધતા પ્રગટી ત્યાં કર્મના કર્તૃત્વનું કલંક કેમ હોય? ચૈતન્યની
આરાધના થઈ ત્યાં ધર્મીએ કર્મ સાથેનો સંબંધ તોડયો ને સર્વજ્ઞસ્વભાવ સાથે એકતાનો સંબંધ જોડયો. ધર્મી
કહે છે કે અહો, ભગવાનની અમારા ઉપર પ્રસન્નતા થઈ, ભગવાનની કૃપા થઈ. સમ્યગ્દર્શનમાં પોતાના
આત્માની પ્રસન્નતા થઈ ત્યાં ભગવાનની પ્રસન્નતાનો પણ ઉપચાર આવ્યો. જુઓ, જ્ઞાનીને કર્મના
કર્તાપણાનો ઉપચાર ટળ્યો, ને ભગવાનની પ્રસન્નતાનો ઉપચાર આવ્યો. અજ્ઞાની તો રાગનો કર્તા થઈને અને
પરનું કર્તૃત્વ માનીને ભગવાનના માર્ગથી ભ્રષ્ટ થયો છે, તેના ઉપર ખરેખર ભગવાનની પ્રસન્નતાનો આરોપ
પણ આવતો નથી. ચૈતન્યસ્વભાવથી ભ્રષ્ટ એવા અજ્ઞાની જ પોતાના અશુદ્ધ ઉપાદાનમાં વિકારનો કર્તા થાય
છે અને તેને જ કર્મના કર્તાપણાનો વ્યવહાર લાગુ પડે છે. એ વ્યવહાર પણ ઉપચાર જ છે; ખરેખર કાંઈ
કર્મનું કર્તાપણું તેને નથી, માત્ર પોતાના અજ્ઞાનભાવનું જ કર્તાપણું છે.