માગશર: ૨૪૮૮ : ૯ :
સ્વ–પર પ્રકાશક શક્તિ ખીલી તે નિશ્ચય, અને પરજ્ઞેય નિમિત્તરૂપ તે વ્યવહાર.
પરના નિમિત્તકર્તા થવાની બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી પરસન્મુખબુદ્ધિ હોવાથી સંસાર જ છે.
સ્વભાવમાં જે વિકારને તન્મય માને છે તે જ વિકારનો કર્તા થાય; અને વિકારનો જે કર્તા થાય તે જ કર્મ
વગેરેનો નિમિત્ત થાય. એટલે જેની દ્રષ્ટિમાં પરનું નિમિત્ત થવાની બુદ્ધિ છે તેની દ્રષ્ટિ વિકારમાં જ તન્મય થઈ
છે, એટલે વિકારનું જ સેવન કરી કરીને અને નિર્વિકાર જ્ઞાનસ્વભાવનો અનાદર કરી કરીને તે નિગોદમાં
જશે. જ્ઞાની તો વિકારનું અને ચૈતન્યનું અત્યંત ભેદજ્ઞાન કરીને, વિકારથી ભિન્ન ચિદાનંદ સ્વભાવની જ
આરાધના કરતાં કરતાં, કર્મનું નિમિત્ત–કર્તાપણું પણ છોડીને પોતાના સિદ્ધપદને સાધે છે.
નિમિત્તકર્તા થવાની દ્રષ્ટિનું ફળ નિગોદ...
સ્વભાવસન્મુખદ્રષ્ટિનું ફળ સિદ્ધદશા...
જુઓ, દ્રષ્ટિ ફેરે સૃષ્ટિનો ફેર છે. જ્યાં જેની દ્રષ્ટિ પડી છે તે તરફ તેની સૃષ્ટિ એટલે કે પર્યાયની ઉત્પત્તિ થાય છે.
(આસો વદ ચોથ બપોરે)
જે જેનો કર્તા હોય તે તેનાથી જુદો ન હોય; આત્મા જો પરનો કર્તા હોય તો તે પરથી જુદો ન હોય.
આત્મા ઘડાને કરે તો ઘડાથી અભિન્નપણાને લીધે આત્મા જ ઘડો થઈ જાય.–પણ એવી વસ્તુસ્થિતિ નથી.
આત્મા પરનો કર્તા નથી. અજ્ઞાનભાવથી આત્મા પોતાના વિકારીભાવોને કરે છે, જેની દ્રષ્ટિ ચૈતન્યથી બાહ્ય
છે, જેનું વલણ બહિર્મુખછે–એવો અજ્ઞાની જીવ પરસન્મુખ વર્તતો થકો, ક્ષણિક યોગ–અને બહિર્મુખ ઉપયોગ
વડે જ કર્મનો નિમિત્તકર્તા થાય છે. આ નિમિત્તકર્તાપણું ક્ષણિક અજ્ઞાનથી જ છે, પણ આત્મદ્રવ્યના
સ્વભાવમાં તો નિમિત્તકર્તાપણું પણ નથી. વિકારને કરે ને કર્મને નિમિત્ત થાય–એવું આત્માના દ્રવ્યસ્વભાવમાં
છે જ નહિ...આવો સ્વભાવ દ્રષ્ટિમાં–પ્રતીતમાં લેવો ને સ્વભાવસન્મુખ થઈને નિર્મળ–અકર્તા–ચૈતન્યભાવે
પરિણમવું તે ધર્મ છે, તે જ્ઞાની ધર્માત્માનું કાર્ય છે.
દ્રવ્ય–ગુણ અને તેમાં અભેદ થયેલી નિર્મળ પર્યાય–તેટલો જ આત્મા પરમાર્થ છે; વિકાર તે આત્માનું
પરમાર્થ સ્વરૂપ નથી. માટે વિકાર, નિમિત્ત અને કર્મ નૈમિત્તિક–એવા નિમિત્ત–નૈમિત્તિક સંબંધ ઉપર જેની
દ્રષ્ટિ છે તેને શુદ્ધઆત્મા ઉપર દ્રષ્ટિ નથી. ભાઈ, તારી દ્રષ્ટિને તું શુદ્ધઆત્મામાં જોડ, અને નિમિત્ત–નૈમિત્તિક
સંબંધની દ્રષ્ટિ છોડ. જે ઉપયોગ અંતરના સ્વભાવમાં વળ્યો તે ઉપયોગમાંથી કર્મનું નિમિત્તકર્તાપણું છૂટયું. તે
ઉપયોગે નિજસ્વભાવ સાથે સંબંધ જોડયો અને કર્મ સાથેનો નિમિત્તસંબંધ તોડયો.–આ રીતે પર સાથેનો
સંબંધ તોડીને પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગને જોડવો–તે તાત્પર્ય છે.
સમ્યગ્દ્રષ્ટિ નાની બાલિકા હો કે મોટો હાથી હો, તે પોતાના આત્માને આવો જ અનુભવે છે કે મારો
આત્મા કર્મનો નિમિત્ત પણ નથી. કર્મને નિમિત્ત થાય તે મારું સ્વરૂપ નહિ. શરીરાદિ જડની ક્રિયાનો હું કર્તા
તો નહિ, ને તેની ક્રિયાનો હું નિમિત્ત પણ નહિ. હું તો નિર્મળ જ્ઞાનક્રિયાનો જ કર્તા છું.
આ મધ્યલોકમાં, અઢીદ્વીપ બહાર અસંખ્યાતા સમ્યગ્દ્રષ્ટિ તીર્યંચો છે. તેમાં કોઈને
જાતિસ્મરણજ્ઞાન હોય, કોઈને અવધિજ્ઞાન પણ હોય, કોઈને સંયતાસંયતરૂપ પાંચમું ગુણસ્થાન
(શ્રાવકપણું) હોય; તીર્યંચને પણ શ્રાવકપણું હોય છે. મનુષ્યોમાં તો સમ્યગ્દ્રષ્ટિ જીવ સંખ્યાતા જ છે; ને
તીર્યંચોમાં અસંખ્ય સમ્યગ્દ્રષ્ટિ જીવો છે. સંમૂર્છન સિવાયના મનુષ્યોની સંખ્યા જ થોડી (સંખ્યાતી) છે,
ને તેમાંય સમ્યગ્દ્રષ્ટિ તો બહુ થોડા છે, તીર્યંચોની ઘણી મોટી સંખ્યા (અસંખ્યાત) છે, ને તેમાં
અસંખ્યાતમા ભાગે સમ્યગ્દ્રષ્ટિ છે, છતાં તે પણ અસંખ્યાતા છે; કોઈ માછલાં હોય, કોઈ સિંહ હોય,
કોઈ હાથી હોય, કોઈ બન્દર હોય, કોઈ નોળીયા