ને આત્મા આત્મારૂપ થાય ક્્યારે? સ્વભાવ તરફ વળતાં કર્મનું નિમિત્તપણું છૂટી જાય છે.
એટલે સ્વસન્મુખ થવાનો અવસર જ રહે નહિ. પરના કાર્યમાં નિમિત્તપણે ઉપસ્થિત થયા કરે એટલે પર
સન્મુખ જ રહ્યા કરે ને સ્વસન્મુખતા તો થાય જ નહિ, પરપ્રકાશકપણું જ એકાંત રહ્યા કરે ને સ્વપ્રકાશન તો
થાય નહિ, એટલે સમ્યગ્જ્ઞાન થાય નહિ. માટે સ્વભાવથી આત્મા પરના કાર્યનો નિમિત્ત છે એવી જેની દ્રષ્ટિ
છે તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાત્વભાવે વિકારનો કર્તા થઈને તે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે; પણ તે
મિથ્યાત્વભાવને ‘આત્મા’ કહેતા નથી. જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા તે જ ખરેખર આત્મા છે, ને તે
આત્મા કર્મબંધનનો કે પરનાં કાર્યનો નિમિત્ત કર્તા પણ નથી.
થવું છે, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાતાપણે નથી રહેવું. અજ્ઞાની પરનો નિમિત્ત થવા જાય છે તેમાં
સ્વસન્મુખજ્ઞાનને ચૂકી જાય છે ને વિકારના કર્તૃત્વમાં અટકી જાય છે. જ્ઞાની તો “મારો આત્મા
નિમિત્તપણે પણ પરનો કર્તા નથી.” એમ જાણીને ઉપયોગને પરથી પાછો વાળી સ્વભાવમાં જ
ઉપયોગને વાળે છે, એ રીતે સ્વભાવ તરફ વળેલો સ્વપરપ્રકાશક ઉપયોગ પોતે તો પરના કાર્યનો
નિમિત્તકર્તા નથી થતો, પરંતુ ઊલટું પરજ્ઞેયોને જ્ઞાતાપણે જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત
બનાવે છે. જુઓ તો ખરા, દ્રષ્ટિ બદલી ત્યાં બધું બદલી ગયું. પહેલાં પોતે અજ્ઞાનભાવે પરનો નિમિત્ત
થતો, તેને બદલે હવે પરને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. સ્વ–પર પ્રકાશક સામર્થ્ય વડે પરને
જ્ઞેયપણે જ જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
* જો ત્યાં કુંભારનો આત્મા સમ્યગ્દ્રષ્ટિ હોય તો તે સમ્યગ્દ્રષ્ટિની નિર્મળ પરિણતિ તો ચૈતન્ય સાથે જ
ભિન્નપણે હોવાથી તે કાળે જ્ઞાની તેનો અકર્તા છે.
નિમિત્ત છે. પણ એ નિમિત્તપણાનું કર્તૃત્વ તો અજ્ઞાનભાવમાં છે, ને તે અજ્ઞાનભાવને તો ‘આત્મા’ જ કહેતા
નથી. જ્ઞાનસ્વભાવી આત્મા તો અકર્તા જ છે.
કર્મનું નિમિત્ત તો યોગ અને કષાય છે, તેથી નિમિત્તકર્તાપણું તેને જ લાગુ પડે છે કે જે યોગ અને કષાયનો
કર્તા થઈને પરિણમે છે.