Atmadharma magazine - Ank 218
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 23

background image
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૨) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (કારતક: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
લગની અને પ્રાપ્તિ
આખા જગતના કોલાહલને છોડીને,
તારા ચૈતન્યની શોધ પાછળ લાગ, ચિદાનંદ
તત્ત્વ શું છે તેનો પત્તો મેળવવા તેની લગની
લગાડીને છ મહિના તેના અભ્યાસ પાછળ
લાગ,–તો જરૂર અંતરધામમાં તને તારા
ચૈતન્યની આનંદ સહિત પ્રાપ્તિ થશે. બીજી
બધી કલ્પના છોડીને એક ચૈતન્યના જ
ચિંતનમાં લાગ, તો જરૂર તેની પ્રાપ્તિ તને
તારામાં જ થશે, ખરેખરી લગનીથી ચૈતન્યનો
પત્તો મેળવવા માંગે અને તેનો પત્તો ન મળે–
એમ બને જ નહિ; સાચેસાચી લગનીથી પ્રયત્ન
કરતાં ચૈતન્યતત્ત્વ સ્વાનુભવમાં જરૂર આવે છે.
(૨૧૮)