આ છે, મારા ગુરુજીનો ઉપદેશ
* હું જ્ઞાયક છું–એવો નિર્ણય કરીને
અંતરમાં તેનો પત્તો મેળવ.
* અને જ્યાં સુધી જ્ઞાયકનો પત્તો ન
મળે ત્યાં સુધી અંતરમાં એનો પ્રયત્ન
કર્યા જ કર, અને તેનો પત્તો....
* ચૈતન્યનિધિ અહીં તારી પાસે
વિદ્યમાન પડી છે, ઉપયોગને અંતરમાં
વાળ એટલી જ વાર છે.
* બધુંય તારામાં પડયું છે, ક્્યાંય
બહાર ગોતવા જવું પડે તેમ નથી....માત્ર
દ્રષ્ટિ બદલાવવાની છે. દ્રષ્ટિ અંતરમાં
વાળ...કે તારા અચિંત્યનિધાન તારી
સામે–તારી પાસે જ પડયા છે.
તે જ તારું સ્વદ્રવ્ય છે, ને એનાથી બાહ્ય
બીજું બધુંય પર દ્રવ્ય છે, એમ જાણીને
તારા સ્વદ્રવ્યનું જ અવલંબન કર.
સ્વદ્રવ્યના અવલંબને મુક્તિ સધાય છે.