Atmadharma magazine - Ank 219
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
પોષ: ૨૪૮૮ : ૧૯ :
સુવર્ણપુરી
સમાચાર
* પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે, તબીયત સારી છે, આંખે પણ
ઘણું સારું છે. ગુરુદેવની જમણી આંખના મોતિયાનું ઓપરેશન મુંબઈના ડો.
ચીટનીસના હાથે માગસર વદ ત્રીજના રોજ સોનગઢમાં સફળતાપૂર્વક થયું છે,
ઓપરેશન વખતે સેવાભાવી ડો. મનસુખલાલભાઈ તથા ડો. ઉરશેકર પણ હાજર હતા.
ગુરુદેવની આંખનો પાટો માગસર વદ ૯ના રોજ છોડી નાંખવામાં આવ્યો છે, તે દિવસે
પૂ. ગુરુદેવ સ્વાધ્યાય મંદિરમાં પાટ ઉપર પધાર્યા હતા, ગુરુદેવના દર્શનથી સર્વે ભાઈ–
બહેનોને ઘણો હર્ષ થયો હતો. ઓપરેશન દરમિયાન ડો. મનસુખભાઈએ લગભગ ૧પ
દિવસ સુધી સોનગઢ રહીને પૂ. ગુરુદેવની ઘણી સેવા કરી હતી, આખો દિવસ ગુરુદેવ
પાસે હાજર રહીને આહાર–ઔષધ વગેરેમાં જાતે ધ્યાન આપી રહ્યા હતા. ગુરુદેવની
આંખે સંપૂર્ણ આરામ છે; હજી આરામ લેવાનો હોવાથી હાલ વાંચન બંધ છે. પ્રવચનના
ટાઈમે સવાર–બપોર બંને વખતે રેકોર્ડિંગ રીલ વગાડવામાં આવે છે, તેમાં સમયસારની
શરૂઆતના પ્રવચનો ઘણા સરસ છે; આંખો મીંચીને સાંભળતાં જાણે કે ગુરુદેવ જ
અત્યારે બોલી રહ્યા હોય–એવું લાગે છે.
* આંખના ઓપરેશન પહેલાં માગસર સુદ પુનમથી માગસર વદ ત્રીજ સુધી
જિનમંદિરમાં શ્રી વીસવિહરમાન તીર્થંકરોનું મંડલ વિધાન–પૂજન ઘણા ઉત્સાહપૂર્વક (પૂ.
બેનશ્રીબેન તરફથી) થયું હતું. વદ એકમ–બીજ અને ત્રીજના રોજ પૂ. ગુરુદેવ પણ પૂજન
વિધાનમાં એકેક કલાક ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજના દિવસે મંડલ વિધાનની પૂર્ણતા થતાં
અભિષેક થયો હતો, અભિષેક બાદ ગુરુદેવે ભક્તિથી સીમંધર ભગવાનને અર્ઘ ચડાવ્યો
હતો. ત્યારબાદ ગુરુદેવ સ્વાધ્યાય મંદિરમાં બિરાજ્યા હતા ને સકલ સંઘે ભાવપૂર્વક સ્તુતિ
કરી હતી; સ્તુતિ બાદ ગુરુદેવે મંગલરૂપે જિનશાસનનો મહિમા કરેલ, તે આ અંકમાં
આપેલ છે. આ પ્રસંગે ઠેર ઠેરથી ઓપરેશનની સફળતા ઈચ્છતા સંદેશાઓ આવ્યા હતા.
સૌને એમ હતું કે ગુરુદેવની આંખ એ આપણી આંખ છે.... ત્યારબાદ, “જિનેન્દ્રદેવના
મંગલ આશીર્વાદ પ્રાપ્ત મંગલમૂર્તિ ગુરુદેવનો જય હો.... વિજય હો” એવા જયકારપૂર્વક
ગુરુદેવ અંદર પધાર્યા હતા ને સફળતાપૂર્વક ઓપરેશન થયું હતું. ઓપરેશનની
સફળતાના અને ગુરુદેવની સારી તબીયતના સમાચાર સાંભળીને ભારતભરના
ભક્તજનો તરફથી આનંદ અને ભક્તિ વ્યક્ત કરતા સંદેશા આવ્યા હતા. હાલમાં ગુરુદેવ
રોજ સવારમાં એક માઈલ ફરવા જાય છે. બપોરે પાટ ઉપર પધારીને દર્શન દે છે, ને
ભક્તિમાં પણ પધારે છે. તબીયત બધી રીતે સંતોષકારક છે.
* માગસર સુદ છઠ્ઠના રોજ સોનગઢમાં શેઠ મોહનલાલ મગનલાલ તુરખીયા
(રાજકોટવાળા) ના મકાનનું વાસ્તુ હતું, તે પ્રસંગે પૂ. ગુરુદેવે ત્યાં પ્રવચન કર્યું હતું.
* પ્રતાપગઢ શહેરમાં દિગંબર જૈન બોર્ડિંગમાં સીમંધર ભગવાનનું ભવ્ય
જિનમંદિર છે. તેની સન્મુખ માનસ્તંભનું શિલાન્યાસ શેઠ શ્રી નવનીતલાલભાઈ સી.
ઝવેરીના હસ્તે ગત માસમાં થયું હતું.