સંત કેરી શીતલ આ છાંયડી
કેવું મજાનું દ્રશ્ય છે!! દીવાળીના દિવસોમાં વૃક્ષની
છાયામાં બેઠા બેઠા એકાગ્ર ચિત્તે ગુરુદેવ શાસ્ત્રોનો
સ્વાધ્યાય કરી રહ્યા છે. ગુરુદેવની આસપાસ કેવી
મજાની શાંતિની શીતલ છાયા છવાઈ ગઈ છે!–એ
દેખીને વૃક્ષો પણ શરમાઈ જાય છે કે અરે, અમારી
છાયા ભવતપ્ત પ્રાણીઓને શાંતિ નથી આપી શકતી,
ભવતપ્ત પ્રાણીઓને તો આવા સંતોની શીતલ છાયા
જ શાંતિ આપી શકે છે. ગ્રીષ્મ ઋતુના ધોમ તડકામાં
તપાયમાન પ્રાણી જેમ વૃક્ષની શીતલ છાયાનો આશ્રય
લ્યે તેમ સંસારતાપથી તપ્ત મુમુક્ષુજીવો સત્પુરુષની
શીતલછાયાનું શરણ લ્યે છે. હે ગુરુદેવ! અમે આપનાં
બાળકો, આપના મંગલચરણની શીતલછાયામાં સદાય
કેલિ કરતા કરતા આનંદથી આત્મહિતને સાધીએ...એ
જ અભ્યર્થના.