પોષ: ૨૪૮૮ : પ :
જિનશાસનના ઘણા મહિમાપૂર્વક ગુરુદેવે કહ્યું–અહા જુઓ તો ખરા! સમન્તભદ્રઆચાર્યે કેવી સરસ
સ્તુતિ કરી છે? તેમણે રચેલી આ ૨૪ તીર્થંકરોની સ્તુતિમાં ઘણા ગંભીર ભાવો ભર્યાં છે. તેમને માટે એવો
ઉલ્લેખ છે કે તેઓ ભવિષ્યમાં તીર્થંકર થશે. આવા સમન્તભદ્રસ્વામી–મહાવીતરાગી સંત, તેમનું વચન અત્યંત
પ્રમાણભૂત છે. જેવું ભગવાન કુંદકુંદાચાર્યનું વચન, અને જેવું અમૃતચંદ્રાચાર્યનું વચન તેવું જ
સમન્તભદ્રસ્વામીનું વચન! તેઓ સ્પષ્ટ કહે છે કે એક અર્હંતદેવનું અનેકાન્તમય જિનશાસન જ સર્વે જીવોને
ભદ્રરૂપ છે; એના સિવાય બીજા બધાય એકાન્તમતો દુષિત છે, મિથ્યા છે, ને જીવોનું અહિત કરનાર છે. આવું
કલ્યાણકારી જિનશાસન ભદ્રરૂપ અને મંગળરૂપ છે.
આ રીતે ગુરુદેવે ઘણા જ વૈરાગ્ય અને ભક્તિભાવથી ઉપરોક્ત સ્તુતિના અર્થ દ્વારા માંગળિક કર્યું, તે
સાંભળીને સર્વે મુમુક્ષુઓને ઘણો આનંદ થયો હતો...ને જયનાદ ગાજી ઊઠયા હતા.–
જિનેશ્વરદેવના મંગલ આશિર્વાદપ્રાપ્ત મંગલમૂર્તિ
ગુરુદેવનો જય હો......વિજય હો.
અનેકાન્ત સ્વરૂપ જિનનીતિ
અનેકાન્તસ્વરૂપ જિનનીતિ ભગવાન
આત્માને યથાર્થસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. તે ‘અનેકાન્ત’
અર્હંત ભગવાનનું અલંઘ્ય (કોઈથી તોડી ન શકાય
તેવું) શાસન છે. એકાંત માન્યતાઓને તોડી પાડતું
અને અનેકાન્તસ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ
કરતું તે અનેકાન્ત શાસન જયવંત વર્તે છે.
અનેકાન્તમય વસ્તુવ્યવસ્થાને અનેકાન્ત
સંગતદ્રષ્ટિ વડે જ્ઞાનીપુરુષો સ્વયમેવ દેખે છે, અને એ
રીતે અનેકાન્તમય જિનનીતિને નહિ ઉલ્લંઘતા થકા
તે સંતો સ્વયમેવ જ્ઞાન–આનંદસ્વરૂપ થાય છે.
જ્ઞાન–આનંદસ્વરૂપ થવું તે અનેકાન્તનું ફળ
છે, ને તે જ જિનનીતિ છે, તે જ જિનેશ્વરદેવનો માર્ગ
છે. આનાથી વિરુદ્ધ (એકાંત) વસ્તુસ્વરૂપ માનતું તે
જિનનીતિ નથી પણ મહાન અનીતિ છે. જિનનીતિ જે
ઉલ્લંઘે છે તે મિથ્યાદ્રષ્ટિ થાય છે ને ઘોરસંસારમાં
રખડે છે...સંતો અનેકાન્તસ્વરૂપ પાવન જિનનીતિને
કદી ઉલ્લંઘતા નથી, તેથી, તેઓ પરમ અમૃતમય
મોક્ષપદને પામે છે.
અનેકાન્તમય જિનનીતિ જયવંત હો.