માગસર વદ ત્રીજ ને રવિવારે વીસવિહરમાન મંડલવિધાનની પૂર્ણતા
સીમંધરનાથને અર્ઘ ચડાવીને ગંધોદક લીધું હતું. ત્યારબાદ સ્વાધ્યાય–
મંદિરમાં પધાર્યા હતા, ત્યાં સર્વે ભાઈ–બહેનોએ ઘણા ભાવથી દર્શન–સ્તુતિ
પં શ્રી હિંમતભાઈ પાસે વંચાવીને ઘણા મહિમાપૂર્વક તેના અર્થ કર્યા હતા: સ્તુતિકાર–આચાર્ય મહાવીરપ્રભુની
સ્તુતિ કરતાં કહે છે કે–
એવી મધુર રચનાવાળા હોવા છતાં, આત્મહિતકારી એવા બહુગુણોની સંપત્તિથી રહિત છે, સર્વથા
એકાન્તવાદનો આશ્રય લેવાને કારણે તેના સેવનથી નિજગુણોની પ્રાપ્તિ થતી નથી; તેમજ તે યથાર્થ
વસ્તુસ્વરૂપના નિરુપણમાં અસમર્થ હોવાથી અપૂર્ણ છે, બાધાસહિત છે અને જગતને માટે અકલ્યાણકારી
છે. પરંતુ હે નાથ! અનેક નયભંગોથી વિભૂષિત આપનો અનેકાન્તમત યથાર્થ વસ્તુસ્થિતિના
નિરુપણમાં સમર્થ છે, બહુગુણોની સમ્પત્તિથી યુક્ત છે અર્થાત્ તેના સેવનવડે બહુ ગુણોની પ્રાપ્તિ થાય
છે, અને તે સર્વ પ્રકારે ભદ્રરૂપ છે. નિર્બાધ છે, વિશિષ્ટ શોભાસમ્પન્ન છે અને જગતને માટે કલ્યાણરૂપ
છે.
એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા, ક્ષણેક્ષણે બદલે છતાં નિજગુણ–અનંતગુણ એમને એમ ટકી રહે–
આવી વસ્તુસ્થિતિ સર્વજ્ઞ સિવાય બીજા કોઈ પ્રગટ કરી શકે નહિ. અન્ય મતની ભાષા ભલે કોમળ હોય
પણ અંદર ઝેર છે. તેમાં જીવને નિજગુણોની પ્રાપ્તિ થતી નથી; તે એકાન્તમતો મિથ્યા છે. હે નાથ! તારું
અનેકાન્તશાસન જ ‘સમન્તભદ્રરૂપ’ (સર્વ પ્રકારે કલ્યાણરૂપ) અને નિર્દોષ છે. હે નાથ! તારા આવા
નિર્દોષ એકાન્તશાસનને મુકીને બીજા એકાન્તશાસનને કોણ સેવે? તે તો રાગના પોષક છે, અને એકેક
આત્મામાં અનંતગુણો છે–એવા ગુણની પ્રાપ્તિ તે એકાન્તમતોમાં નથી. જો અનંતગુણ માનવા જાય તો
અનેકાન્ત સાબિત થઈ જાય છે ને સર્વથા એકાન્ત (–અદ્વૈત અથવા સર્વથા નિત્ય, કે સર્વથા અનિત્ય–
એ બધા) મતો મિથ્યા ઠરે છે. માટે હે નાથ! આપના નિર્દોષ શાસન સિવાય બીજો કોઈ મત જીવને
કલ્યાણરૂપ નથી; તે પરમત તો જીવોને અનંત સંસારમાં રખડાવનાર છે ને આપનું શાસન જીવોને
તારનાર છે.