Atmadharma magazine - Ank 221
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
ફાગણ : ૨૪૮૮ : ૯ :
જ્ઞા....ન.....ગો....ષ્ઠી:
(નવતત્ત્વસંબંધી પ્રશ્નોના ઉત્તર)
“આત્મધર્મ” ના પોષ માસના અંકમાં, તેમજ “સુવર્ણ
સન્દેશ” માં જ્ઞાનગોષ્ઠી તરીકે નવ તત્ત્વો સંબંધી પ્રશ્નો રજુ
કરવામાં આવ્યા હતા, અને તેના જવાબો આત્મધર્મના માહ
માસના અંકમાં આપવાનું જણાવેલ, પરંતુ માહ માસમાં તે જવાબો
છાપવાનું ભૂલાઈ ગયેલ તેથી તે જવાબો આ અંકમાં આપવામાં
આવ્યા છે. આ ‘જ્ઞાનગોષ્ઠી’ માં ઘણા ગામના બાળકોએ રસપૂર્વક
ભાગ લીધો હતો અને તેના જવાબો લખી મોકલ્યા હતા. જવાબ
મોકલનારા બાળકોને પૂ. ગુરુદેવનો ફોટો ભેટ મોકલી આપવામાં
આવ્યો છે. બાળબંધુઓ! નાનપણથી જ તમે આવા
અધ્યાત્મજ્ઞાનમાં રસ લઈ રહ્યા છો તે બદલ ધન્યવાદ!!

પ્રશ્ન:– (૧) આપણે ચૈતન્યસ્વભાવમાં સંપૂર્ણ સ્થિર થઈએ તો આપણી પાસે કયું તત્ત્વ આવે?
ઉત્તર:– મોક્ષતત્ત્વ આવે.
પ્રશ્ન:– (૨) આપણે ભગવાનની ભક્તિ–પૂજા કરીએ, અને ગુરુ પ્રત્યે તથા ધર્મી જીવો પ્રત્યે વિનય–
બહુમાન કરીએ તો આપણી પાસે કયું તત્ત્વ આવે?
ઉત્તર:– પુણ્યતત્ત્વ આવે.
પ્રશ્ન:– (૩) કોઈ મૂઢ જીવ ઘણા જીવોને મારી નાખે તો તેની પાસે કયું તત્ત્વ આવે?
ઉત્તર:– પાપતત્ત્વ આવે.
પ્રશ્ન: (૪) આપણી પાસે એવું કયું તત્ત્વ છે કે જે સદાય (અનાદિ–અનંત) આપણી પાસે જ હોય?
ઉત્તર:– જીવતત્ત્વ.
પ્રશ્ન:– (પ) આપણી પાસે મોક્ષતત્ત્વ આવે તો બીજા કયા કયા તત્ત્વો આપણી પાસેથી છૂટી જાય?
ઉત્તર:– અજીવ (કર્મનો સંયોગ), પાપ, પુણ્ય, આસ્રવ, બંધ, સંવર ને નિર્જરા–એ તત્ત્વો છૂટી જાય.
પ્રશ્ન:– (૬) એક જીવની પાસે એક સાથે વધારેમાં વધારે કેટલા તત્ત્વો હોય?–કયા કયા?
ઉત્તર:– એક જીવ પાસે એક સાથે વધુમાં વધુ આઠ તત્ત્વો હોય: જીવ, અજીવ (કર્મનો સંયોગ), પાપ,
પુણ્ય, આસ્રવ, બંધ, સંવર અને નિર્જરા.
પ્રશ્ન:– (૭) નવમાંથી ઓછામાં ઓછા તત્ત્વો કયા જીવ પાસે હોય–કયા કયા?
ઉત્તર:– સિદ્ધ ભગવાન પાસે બે જ તત્ત્વો છે: જીવ અને મોક્ષ.
પ્રશ્ન:– (૮) સમ્યગ્દર્શન થાય ત્યારે આપણી પાસે કયા કયા તત્ત્વો નવા આવે?