વીરત્વની પાસે ઝૂકી પડતું. જેની પાસે મોટા મોટા યોદ્ધાઓ પણ હારી જાય–એવા
અંતરંગ શત્રુઓને જીતવા માટેની અહિંસક વીરતાની આ વાત છે.
બાધા પણ શાંતિને વિઘ્ન કરવા સમર્થ નથી. શરીરની તેને ઉપેક્ષા છે,–હવે તો શાંતિ
જ તેનું શરીર છે, નિર્વિકલ્પતા તેની સંપત્તિ છે, વીતરાગતા–નિરપેક્ષતા–મધ્યસ્થતા
તેનું કુટુંબ છે. ચોર–ડાકુ કે વિદેશી રાજા કોઈ તેની શાંતિને કે સંપત્તિને લૂંટવા સમર્થ
નથી. કોઈ મનુષ્યકૃત, દેવકૃત કે પ્રકૃતિકૃત મોટામાં મોટો ઉપસર્ગ પણ તેની શાંતિને
ભેદવા અસમર્થ છે. તે અહિંસક વીરને કોઈ વિદ્વેષી પ્રત્યે નથી દ્વેષ, નથી ઘૃણા, નથી
ક્રોધ, કે નથી તેનો સામનો કરવાની ભાવના. તે યોગીને માટે તો તે કરુણાપાત્ર છે.
રાગ–દ્વેષના સંસ્કાર જરાપણ જાગે તો તે વખતે બાર વૈરાગ્ય ભાવનાઓ લઈને
સર્વશક્તિથી તેની ઉપર તૂટી પડે છે, ને શાંતિમાં વિઘ્ન કરનારા તે સંસ્કારોને
જડમૂળથી નષ્ટ કરી નાખે છે. તે બધું સહન કરી શકે છે પણ શાંતિમાં વિઘ્ન આવવા
દેતો નથી.....આત્માની મધુર શાંતિનો વિરહ કોઈપણ ભોગે તે સહન કરી શકતો નથી.
કયો યોદ્ધો છે કે જે કામક્રોધને જીતી શક્્યો હોય? પોતાને મહાબળવાન અને વીર
યોદ્ધો માનનાર પણ કોઈનો જરાક કડવો શબ્દ કાને પડતાં જ અંદર ઊઠતા ક્રોધને શું
દબાવી શકે છે?–કે કોઈ સુંદર સ્ત્રીદ્વારા ફેંકાયેલા એક તીખા કટાક્ષ બાણને શું તે
સહન કરી શકે છે?–નહીં; તરત જ તે વિહ્વળ થઈ જાય છે.....ક્રોધને આધીન તે
પોતાની જાતને ભૂલી જાય છે, અને કામને આધીન થઈને તે તડકે તડફડતી
માછલીની માફક તરફડવા લાગે છે. બસ, પત્તો લાગી ગયો કે તે કેવડો વીર છે!–
કેવડો મોટો યોદ્ધો છે!! તેનું સર્વ પરાક્રમ, તેની સર્વ વીરતા,–જેનું તેને ઘમંડ હતું તે
કામક્રોધના સંસ્કાર પાસે હવામાં ઊડી જશે....ને તે સંસ્કારો તેની ઠેકડી કરશે કે વાહ,
તારી બહાદુરી! જોઈ તારી વીરતા!! તારી વીરતા!!–જા, બંગડી પહેરીને બેસી જા
ઘરમાં! આ તો તારા ઉપર તદ્રન નજીવું આક્રમણ હતું–એટલામાં જ રોઈ પડ્યો!
પુરુષાર્થહીન! ક્્યાં ગઈ