ચૈત્ર : ૨૪૮૮ : ૨૧ :
તારી વીરતા!! વીરતા જોવી હોય તો
જુઓ આ સામે ઉભા ભગવાન
મહાવીર!–જેઓ અનેક ઉપસર્ગ–પરિસહ
પડવા છતાં પોતાની આત્મસાધનાથી
ડગ્યા નહિ. ઉપરોક્ત કામ–ક્રોધની નાની
સુની વાતોથી તો શું, પણ જગતની બધી
વિકારી શક્તિઓ એકત્રિત થઈને આવી
જાય તો પણ તેના આત્મતેજને–તેની
આત્મશાંતિને બાધા કરવા શક્તિમાન
નથી. તે વીતરાગી વીરના અંતરમાં ક્રોધ
કે કામની વિહ્વળતા ઉત્પન્ન કરવા કોઈ
સમર્થ નથી,–અહા, એના વીરત્વનો
મહિમા ક્્યાં સુધી ગાઈએ? એ જ છે
સાચી વીરતા! એ જ છે મહાવીરની
અહિંસા.
* * * * * *
વિદ્યાર્થી માટેનો શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષ મુજબ ગ્રીષ્મ વેકેશનમાં વિદ્યાર્થીઓ માટેનો
જૈન શિક્ષણ વર્ગ વૈશાખ સુદ ૯ ને રવિવાર તા. ૧૩–પ–૬૨થી શરૂ થશે,
અને જેઠ સુદ એકમને રવિવાર તા. ૩–૬–૬૨ સુધી ચાલશે. શિક્ષણ વર્ગમાં
આવનાર વિદ્યાર્થીઓ માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી
થશે. શિક્ષણ વર્ગમાં આવવા ઈચ્છનારે પોતાનું નામ “શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) ” ને જણાવી દેવું.
* * * * * *
વૈરાગ્ય સમાચાર
મુંબઈ મુકામે (રાજકોટવાળા) શ્રી બેચરભાઈ કાળીદાસ જસાણી
તા. ૨૮–૩–૬૨ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેમને ઘણા વરસોથી પૂ.
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો, સોનગઢમાં પ્રથમ જિનમંદિર બંધાવી
આપવામાં તેમનો તન–મન–ધનથી પુરેપુરો ફાળો છે. તેમનો તથા આખા
જસાણી કુટુંબનો સોનગઢની સંસ્થામાં મહત્ત્વનો ફાળો છે જ. તેઓશ્રી
પૂજ્ય ગુરુદેવના દર્શન તથા વાણીનો લાભ લેવા વારંવાર આવતા હતા.
તેમના કુટુંબીવર્ગ પ્રત્યે અમો શમવેદના પ્રગટ કરીએ છીએ. તેમનો આત્મા
દેવ–ગુરુ–ધર્મની ઉપાસનામાં આગળ વધી તેમના આત્માનું હિત સાધે
એવી જિનેન્દ્ર ભગવાન પાસે ભાવના ભાવીએ છીએ.