: ૨૨ : આત્મધર્મ : ૨૨૨
સુવર્ણપુરી
સમાચાર
માનનીય મુરબ્બી શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી શ્રી જૈન સ્વા. મંદિર ટ્રસ્ટ તથા જૈન અતિથિ સેવા
સમિતિના પ્રમુખ તરીકે ઘણાં વર્ષથી અથાકપણે સેવા આપી રહ્યાં છે.
તેઓશ્રી પરમકૃપાળુ ગુરુદેવશ્રીની જમણી આંખના સફળ ઓપરેશન થઈ ગયાં બાદ પોતાની
તબિયતને કારણે મુંબઈ ગયાં હતાં ત્યાં તેઓશ્રીના બે સફળ ઓપરેશન થયાં ત્યારે તેઓશ્રીના ઓપરેશનની
સફળતા તથા ઘણું લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય ભોગવે એવી મતલબના અનેક ધર્મપ્રેમી બંધુઓ તરફથી
સંખ્યાબંધ શુભેચ્છાના તાર સંદેશા મળ્યાં હતાં.
પૂજ્ય ગુરુદેવશ્રીની આંખના મોતીયાના ઓપરેશન બાદ મહા વદી ૧૪ના પ્રથમ મંગળ પ્રવચનના
દિવસે શ્રી રામજીભાઈ પોતાની તબીયત સામાન્ય હોવા છતાં કલકત્તાથી પધારતા હોવાથી મંડળના સઘળા
ભાઈ બહેનો તરફથી ઘણાં જ ઉમળકાપૂર્વક તેઓશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
તેઓશ્રીની ઉંમર અત્યારે લગભગ એંસી વર્ષની હોવા છતાં પણ સત્ધર્મ પ્રભાવના માટેની તેમની
કાર્યશક્તિ ઘણી અજબ અને અજોડ છે. સં. ૨૦૦૨થી પોતાનો વકીલાતનો ધંધો બંધ કરીને નિવૃત્તિ લઈને
તેમનો બધો વખત પૂજ્ય ગુરુદેવશ્રીની શીતળ છાયામાં રહીને શાસન પ્રભાવનાના મહાન કાર્યમાં ભગીરથ
પ્રયત્નપૂર્વક નિર્ગમન કરી રહ્યાં છે. તેમણે આત્મધર્મ માસિકના સંપાદક તરીકે અઢાર વર્ષ અવિરતપણે સેવા
આપી કાર્ય કર્યું છે. સત્ધર્મ પ્રચાર કરવા માટે તેઓશ્રીએ જે પરિશ્રમ લીધો છે તેના પરિણામે આજે
“આત્મધર્મ” નો ઘણો જ વિસ્તૃતપણે દેશભરમાં પ્રચાર થયો છે ને એના દ્વારા હજારો મનુષ્યો તત્ત્વજ્ઞાનનો
લાભ લઈ રહ્યાં છે. જેથી જૈન પત્રોમાં આત્મધર્મનું સ્થાન અત્યારે સૌથી અગ્રસ્થાને છે. આ ઉપરાંત
તેઓશ્રીએ મોક્ષશાસ્ત્ર ઉપર ગુજરાતી ટીકા તથા બીજા અનેક મહત્ત્વના ગ્રંથો લખીને શાસનની ઉન્નતિના
કાર્યમાં મહત્ત્વનો ફાળો આપેલ છે.
તેમનામાં તત્ત્વના સૂક્ષ્મ ન્યાયો ઝીલવાની શક્તિ, તીવ્ર સ્મરણશક્તિ, વિશાળબુદ્ધિ અને
અતિસરળપણે જૈનદર્શનનું રહસ્ય પ્રગટ કરવાની લેખનશક્તિ તથા સંકલનશક્તિ તેમજ અહીંની બધી સંસ્થા
પ્રત્યેની તીવ્ર લાગણી અને વ્યવસ્થાશક્તિ એ વગેરેની પ્રશંસા પૂજ્ય ગુરુદેવના શ્રીમુખેથી પણ અનેકવાર
મુમુક્ષુઓએ સાંભળી છે.
શાસન ઉન્નતિના અનેકવિધ કાર્યો કરવા માટે મુરબ્બી શ્રી રામજીભાઈ ઘણું લાંબુ આયુષ્ય ભોગવો
એમ ઈચ્છીએ છીએ.
જગજીવન બાવચંદ દોશી
રાજકોટ તરફ વિહાર
રાજકોટમાં જિનમંદિરની બાજુમાં નવા બંધાયેલ સ્વાધ્યાય હોલના ઉદ્ઘાટન પ્રસંગ નિમિત્તે પૂ.
ગુરુદેવ રાજકોટ પધારવાના છે. હાલના કાર્યક્રમ મુજબ ચૈત્ર વદ દસમ (તા. ૨૯–૪–૬૨) થી વૈશાખ સુદ
પાંચમ (તા. ૭–પ–૬૨) સુધી રાજકોટનો પ્રોગ્રામ વિચારવામાં આવ્યો છે;–ને વૈશાખ સુદ છઠ્ઠ સોનગઢ પુન:
પધારશે. વૈશાખ સુદ બીજનો ગુરુદેવનો ૭૩મો જન્મોત્સવ રાજકોટમાં ઉજવાશે.