: ૩૬ : વૈશાખ : ૨૪૮૮
જાય તો ખબર પડે કે તે આવું તત્ત્વ છે.
“ક્્યારે થઈશું બાહ્યાન્તર નિર્ગ્રંથ જો...” એમાં યથાર્થ નિર્ગ્રંથપણાની–
વીતરાગી મોક્ષમાર્ગમાં આરૂઢ થવાની ભાવના શ્રીમદ્ રાજચંદ્રજી ભાવે છે.
બાહ્યમાં વસ્ત્રનો તાણો નહિ, અંદરમાં મિથ્યાત્વ રાગાદિ દોષ નહિ.
મિથ્યાત્વની ગાંઠ તો તેમણે પ્રથમ તોડી હતી અને વિશેષ વીતરાગી
ચારિત્રદશાની ભાવના ગૃહસ્થદશામાં તેઓ કરે છે.
૨૦. રાગ–ઈચ્છા કથન અને ઈન્દ્રિયોના વ્યાપારથી પાર શુદ્ધચૈતન્ય
વસ્તુ છે. છાલાં કાચલી અને રાતડ રહિત સફેદ કોપરાના ગોળાની પેઠે આત્મા
અંદર દેહ, કર્મ અને રાગ વિનાનો સહજસ્વાભાવિક જ્ઞાનાનંદમય અનાદિ
અનંત છે, તે કોઈથી કરાયેલો નથી; કોઈ પુણ્યની કે શુભરાગની ક્રિયા
કરવાથી તે પ્રાપ્ત થાય એવો નથી. ક્ષયોપશમભાવરૂપ અપૂર્ણ ઉઘાડ જેટલો તે
નથી, ક્ષાયિક ભાવ છે, તે પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી. આત્મા તો
અનાદિ અનંત પરમ પારિણામિક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. જેના આધારે
સમ્યગ્દર્શનરૂપ ધર્મની શરૂઆત થઈ, પૂર્ણ શુદ્ધતારૂપ ક્ષાયિકભાવ પ્રગટે તે
ધ્રુવરૂપ કારણસ્વભાવને પરમભાવ અથવા શુદ્ધભાવ કહેવામાં આવે છે.
૨૧. ગજ મોટો કે ડુંગર? મોટા–મોટા પર્વતોનાં માપ ખૂટે પણ
માપનાર ગજ ન ખૂટે અનંતા પર્વતોને માપે પણ તે તો એવોને એવો રહે છે.
જેમ ગજમાં માપ કરવાની જે તાકાત છે તેને હદ નથી તેમ આત્માના સર્વજ્ઞ
સ્વભાવમાં જાણવાની બેહદ તાકાત છે. ત્રણકાળ ત્રણલોકને એકસાથે–એક
સમયમાં સમસ્ત પ્રકારે જાણે. એક લોક છે પણ કદાચ અનંતગુણા લોક હોય
તો પણ તેને જાણે. અહો! આવા આત્માનાં ગાણાં પ્રેમથી અજ્ઞાનીએ કદી
સાંભળ્યાં પણ નથી.
૨૨. માતા છોકરાને ડાહ્યો–ડાહ્યો કહીને ઊંઘાડવા માટે ગાણાં ગાય છે.
સર્વજ્ઞ ધર્મપિતા અજ્ઞાનમોહમય ભાવનિંદ્રામાંથી જીવોને જગાડવા માટે ગાણાં
ગાય છે. તેઓ કહે છે કે તું અનાદિ–અનંત, દેહથી જુદો અને
પરમજ્ઞાનસ્વભાવી, પરમપારિણામિક તત્ત્વ છો; તારામાં એકલું ડહાપણ–જ્ઞાન
ભર્યું છે એમાં નજર કર. અજ્ઞાન દશામાં પણ અંદર બેહદ નિર્મળતારૂપ
ડહાપણ અવ્યક્તપણે ભરેલ છે, પરંતુ અજ્ઞાનીને તીવ્ર મોહવશે જ્ઞાનવિકાસની
શક્તિ ઘટી ગઈ હોય છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિ અનાદિ–અનંત
કારણપરમાત્મારૂપ શક્તિ–પરમભાવ નિધાન છે તેના ઉપર જાય છે.
૨૩. આ કારણપરમાત્મા તે ખરેખર ત્રિકાળી આત્મા છે, અતિ આસન્ન
ભવ્ય જીવોને આ નિજ પરમાત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. અમર
થવાના રસ્તાની આ વાત છે. અંદર ધ્રુવકારણપરમાત્મદ્રવ્ય નિત્ય એકરૂપ છે,
તેની શ્રદ્ધા તેનું લક્ષ અને તેમાં એકાગ્રતા કરી તેમાંથી આનંદ લેવાની આ રીત
છે.
પરમપાવન દિવ્યતાના દિવ્યસંદેશા આપી પરમાત્માના વિરહ
ભૂલાવનાર સદ્ગુરુદેવનો જય હો...જય હો!