યાદ કરતાં રાગાદિ થઈ આવતા નથી તેથી સિદ્ધ થાય છે કે જ્ઞાનમાં પુણ્ય–પાપ
(રાગાદિ) રૂપ મેલ નથી. રાગાદિમાં એકતાબુદ્ધિ–કર્તાબુદ્ધિ તે મૂળ દોષ છે. તે
જીવના જ્ઞાનને અજ્ઞાન (મિથ્યાજ્ઞાન) કહેવામાં આવે છે.
૧૬. ઘણું જાણે તો જ્ઞાનમાં તોલ થાય કે રાગ–દ્વેષ ઉપાધિ વધી જાય એમ
નથી. જ્ઞાન તો આત્માનું સ્વરૂપ છે. જેની વર્તમાન અધુરીદશામાં પણ ઘણાં–ઘણાં
વર્ષોની વાત યાદ કરવાની તાકાત છે તે પૂર્ણ થાય તો કોને ન જાણે? સર્વને
જાણે.
૧૭. આત્મા અનાદિ અનંત અતીન્દ્રિય જ્ઞાનમય વસ્તુ છે, તે સંયોગ અને
વિકારના અભાવ સ્વભાવે સદાય છે, તે ઈન્દ્રિય અને શુભ વિકલ્પવડે જાણી
શકાય એવો નથી. જીવદ્રવ્યના જ્ઞાયકભાવને પારિણામિકભાવ કહેવામાં આવે છે
તે ત્રિકાળ શુદ્ધ જ છે; પણ તેની વર્તમાન પ્રગટદશામાં અશુદ્ધતા, અલ્પજ્ઞતા,
અલ્પબળ છે. તેને ગૌણ કરી (એનો આશ્રય કરવાની શ્રદ્ધા છોડી) ત્રિકાળ
સામાન્ય સ્વભાવની દ્રષ્ટિ કરતાં ધર્મની શરૂઆત થાય છે.
૧૮. જેમ જળનો કાયમી સ્વભાવ તો શીતળતામય છે પણ વર્તમાન
દશામાં અગ્નિના સંબંધથી ઉષ્ણ અવસ્થા દેખાય છે. તે છે ખરી પણ તેના લક્ષે
ઉષ્ણતાનો અનુભવ થાય પરંતુ શક્તિરૂપ શીતળતા ન જણાય. ઉષ્ણદશામાં જીભ,
આંખ, હાથ દ્વારા શીતળતા નક્કી કરવા માગે તો ન જણાય. પણ તે ઉષ્ણતા
ક્ષણિક છે તેથી ટળી શકે છે અને તે ઉષ્ણદશાની પાછળ કાયમી શીતળ સ્વભાવ
પડ્યો છે એમ જ્ઞાનવડે નક્કી થઈ શકે છે. જેમ પાણીમાં ઉષ્ણતા છે તે પાણીનો
કાયમી સ્વભાવ નથી, પણ તે તેની ક્ષણિક યોગ્યતા છે. તેમ આત્મામાં શાન્ત
સ્વતંત્ર જ્ઞાન–આનંદ સ્વભાવ કાયમ છે, છતાં તેની વર્તમાનદશામાં પરાશ્રયથી
થતી અલ્પજ્ઞતા–અશુદ્ધતા છે તે તેની ક્ષણિક યોગ્યતા છે, તેના લક્ષે અસલી
કાયમી શુદ્ધભાવ (આત્મા) નો અનુભવ, થઈ શકે નહિ. વળી આત્મા વર્તમાન
પ્રગટ અંશ જેટલો નથી, તે વચન તથા ઈન્દ્રિયથી ગ્રાહ્ય નથી પણ અંતર્મુખ
જ્ઞાનથી જણાય એવો છે. (પૂર્ણ નિર્મળ) ક્ષાયિકપર્યાય જેવડો પણ નથી. તે તો
અનાદિ–અનંત અતીન્દ્રિય અને સંપૂર્ણ ચૈતન્યમય પદાર્થ છે.
૧૯. કાળા મરી (તીખાં) અને મરચાની તીખાશ એ બેમાં ફેર છે. જ્ઞાન તેને
જાણે પણ વાણીદ્વારા તે કહી શકાય નહિ. ગાયનું તાજું ઘી હોય તેનો સ્વાદ કેવો તે
ખ્યાલમાં આવે પણ કોઈ બીજાની સરખામણી કે ઉપમાથી સંતોષકારક રીતે તેને
કહી શકાય નહિ. તેમ આત્મા વાણીદ્વારા સંપૂર્ણપણે કહી શકાય એવો નથી.
‘જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્્યા નહિ તે પણ શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્યવાણી તે શું કહે,
અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
વાણી તો વાહન છે, તે અપેક્ષાથી ભેદ પાડીને વસ્તુનું વર્ણન કરે પણ તેમાં
તો માત્ર ઈશારા આવે પણ એક સાથે આખું સ્વરૂપ ન આવે. વાણીના ઈસારાથી
સમજી લેનારો અંદર