આખો આત્મા અંદર થંભી ગયો. પવિત્રતાનો પિંડ શાન્ત–આનંદસાગરમાં
લીન દેખાયો અને વીજળીના ઝબકારા જેવાં પુણ્ય જોવામાં આવ્યાં.
૧૨. વળી ‘આત્મા’ કેવો છે? કે કર્મ મળથી રહિત તથા વિભાવગુણ–
પર્યાયોથી રહિત છે. અહીં મતિશ્રુતજ્ઞાનને વિભાવગુણ–પર્યાય કહેલ છે.
કેવળજ્ઞાન ક્ષાયિક પર્યાય છે, તે નીચે સાધકદશામાં હોતી નથી. તે પણ
અનિત્ય પર્યાય છે, સમયે–સમયે બદલે છે તેવડો જ આત્મા નથી.
‘અહો? પ્રભુ...પ્રભુતા તારી...છે ચૈતન્ય ધામમાં...’
“જ્યાં ચેતન ત્યાં સર્વ ગુણ, કેવળી બોલે એમ;
પ્રગટ અનુભવ આપણો, નિર્મળ કરો સપ્રેમ રે–ચૈતન્ય
પ્રભુજી પ્રભુતા તારી...રે ચૈતન્ય ધામમાં...”
ભાઈ! તારૂં ચૈતન્યઘન શાશ્વત સત્ ધ્રુવ છે. ક્ષાયિકપર્યાયના લક્ષે પણ
તે પકડી શકાય નહિ. ચારભાવને વિભાવ (વિશેષભાવ) કહ્યા છે; તે ધ્રુવ
(સામાન્ય) નથી.
૧૩. પરમ પારિણામિક સ્વભાવની શ્રદ્ધા–રુચિ, મહિમા જે કરે, તે
અલ્પકાળમાં સિદ્ધપરમાત્મા થઈને તેમની સાથે બિરાજશે. જિજ્ઞાસાથી સત્ય
સમજવા માગે તો તેનામાં કુણપ, સરલતા, સજ્જનતા આવે જ છે, કોઈ
સત્તાપ્રિય અમલદાર હોય, તેના તંબુની એક ખીલી ઢીલી પડતાં તેમાં સળ પડે
તો તેને ગોઠે નહિ, તો પછી પવનમાં આખો તંબુ ઊડે તે તો કેમ ગોઠે? તેમ
અજ્ઞાનીને પરમાં ધાર્યું કરવાનું અભિમાન હોય છે તેને–નિરાલંબી આખો
આત્મા કેમ ગોઠશે? સંયોગોની ભાવના હોય છે પણ સંયોગો તો અનિત્ય–
અશરણ છે, તેમાંથી નિત્યતારૂપ શરણ ક્્યાંથી આવે? બાળકપણે જન્મીને
માતાના ગોદમાં આવવા પહેલાં, પ્રથમ–ક્ષણેજ જીવો અનિત્યતાની ગોદમાં
આવે છે, આ શરીર અને પુણ્ય–પાપની લાગણી અનિત્ય જ છે, તેને આશ્રયે
સુખ–સમાધાન ગોતવાથી તે કદી મળે નહિ.
૧૪. પુણ્યના ફળરૂપ અજ્ઞાનીને પૈસા વધે ત્યાં હું પહોળો ને શેરી
સાંકડી એમ તેને થઈ પડે છે. પ્રભુ! તારી સુખદાતા ચીજ કોણ! તે તારા
સાંભળવામાં પણ આવેલ નથી. શરીર સદાય જડ છે, તે તેનાથી બદલે છે,
પુણ્ય–પાપ આસ્રવ મલિનભાવ છે; તેના વડે નિર્મળતા પ્રગટે નહિ. પણ તેની
અપેક્ષા રહિત અંદર ધ્રુવસ્વભાવમાં દેખે તો નિત્ય કારણશક્તિમાંથી શુદ્ધકાર્ય
પ્રગટે છે.
૧પ. આત્મા વિભાવગુણપર્યાય વિનાનો છે એમ કહ્યું એ તો નાસ્તિથી
કહ્યું પણ અંદર અસ્તિપણે જોતાં તે અનાદિ અનંત જ્ઞાયક સ્વરૂપે છે. વર્ણ,
ગંધ, રસ, સ્પર્શ રહિત સદાય અરૂપી અમૂર્તિક છે. ઘણા જાણપણાના કારણે
પણ શરીરમાં વજન વધતું નથી તેથી નક્કી થાય છે કે જ્ઞાનમાં વજન નથી, તે
પૂર્વના રાગાદિ કલેશની વાત વર્તમાનમાં યાદ કરી શકે છે, પણ તે