Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 48

background image
વૈશાખ : ૨૪૮૮ : ૩૩ :

તેમનાં ચરણચિહ્ન છે. આસપાસમાં જૈનોની ઘણી સંખ્યા છે. ત્યાંથી નજીકના
એક ગામના મઠમાં બાવાજી રહે છે તેને ત્યાં પ્રાચીન લેખ છે કે કુન્દકુન્દાચાર્ય
મહાન સમર્થ જ્ઞાની અને આકાશગમનની ઋદ્ધિવાળા દિગમ્બર મુનિ હતા.
અન્ય સ્થળે જૂના શિલાલેખો ઘણા છે તેમાં શ્રી કુન્દકુન્દાચાર્ય અને તેમને
જમીનથી અદ્ધર ગમનની ઋદ્ધિનો ઉલ્લેખ મળી આવે છે.
૯. દક્ષિણ યાત્રા વખતે ત્યાંના જાણકાર પંડિતો કહેતા હતા કે–શ્રી
કુન્દકુન્દાચાર્ય આ પોન્નુર હિલની ગુફામાં તપ–ધ્યાન કરતા હતા ને અહીંથી
મહાવિદેહ ક્ષેત્રમાં ગયેલ; ત્યાંથી પાછા આવી શાસ્ત્રો પણ અહીં રચેલાં. આઠ
દિવસ વિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધર પરમાત્મા પાસે તેઓ ગયેલા, તેઓ
ભરતક્ષેત્રના મહામુનિ હતા, જ્ઞાન–ધ્યાન આનંદમાં લવલીન રહેતા હતા. એમાં
એક વખત ભગવાનની ધર્મસભાનું ચિંતવન કરતાં અરે...સાક્ષાત્ તીર્થંકર
પરમાત્મા અહીં નથી તેનો વિરહ લાગ્યો અને વર્તમાન સાક્ષાત્ તીર્થંકર
ભગવાન શ્રી સીમંધરદેવ જ્યાં બિરાજે છે ત્યાં શ્રી કુન્દકુન્દાચાર્યને જવાનો
યોગ મળી ગયો. આઠ દિવસ રહેલા એ વાત યથાર્થ છે, ત્રિકાળ સત્ય છે. આ
વાત કાંઈ એકલા શાસ્ત્રોના કથનના આધારે નથી. આચાર્યની આ વાત
સાંભળતા અને યાદ આવતાં અમને ખૂબ પ્રમોદ થયેલો કે ધન્ય આ ક્ષેત્ર અને
ધન્ય એ કાળ...અહો! તેઓ (પવિત્ર આત્માના) પરમાનંદમાં ઝૂલતા હતા,
પૂર્ણાનંદની પ્રતીતિ અને આનંદના અનુભવમાં લીન રહેનારા, મહાઋદ્ધિધારી
સમર્થ આચાર્ય હતા. વિદેહક્ષેત્ર છે ત્યાં સાક્ષાત્ સીમંધર ભગવાન્ આજે
બિરાજે છે. ત્યાં ધર્મસભામાં તેમનો દિવ્યધ્વનિ છૂટે છે, પ્રત્યક્ષની આ વાત છે.
૧૦. આ નિયમસાર શાસ્ત્રમાં અધ્યાત્મની વાત બહુ જ સ્પષ્ટ કરી છે.
શુદ્ધભાવ, પરમસ્વભાવ ત્રિકાળી–કારણસ્વભાવ, કારણદ્રવ્ય, કારણશુદ્ધજીવ,
કારણપરમાત્મા કહો એ બધું એક જ છે. જે ખાણમાં નજર કરતાં પરમાનંદ
પ્રગટ થાય છે તે અંતઃતત્ત્વ (ધ્રુવસ્વભાવ) એવું છે કે–પુણ્ય–પાપ રાગાદિ
ભાવકર્મ, જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ કે જડશરીર તેને નથી. આત્મા ત્રિકાળી સહજ
જ્ઞાયકભાવપણે છે. તેને ઓળખ્યા વિના કદી ધર્મ ન થાય. આત્માના ધર્મમાં
અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. ધર્મી (ગૃહસ્થ દશામાં) ચક્રવર્તી પણ
હોય, તે રાગથી ભેદ પાડી અંતરજ્ઞાયક ભાવમાં દ્રષ્ટિ કરે છે. આત્મસ્વાદ
આગળ છ ખંડનું રાજ્ય તેને અત્યંત તુચ્છ લાગે છે.
૧૧. ઋષભદેવ ભગવાનના પુત્ર શ્રી બાહુબલીની મુનિદશાની મૂર્તિ
શ્રવણ–બેલગોલા દક્ષિણમાં છે. તે અદ્ભૂત સુંદર અને પ૭ ફુટની ઊંચી છે.
દુનિયામાં નવમું–આશ્ચર્ય તે ગણાય છે. આ પ્રતિમાની મુખમુદ્રા ઉપર યથાર્થ
વીતરાગતા દેખાય છે. દક્ષિણની યાત્રા કરીને પાછા વળતાં એક પંડિતે પૂછયું
કે “આપે ત્રણ દિવસ ૧।।–૧।। કલાક તે પ્રતિમાજીનાં દર્શન કર્યાં તો તેમાં શી
વિશેષતા જોઈ?” જવાબ આપ્યો કે:–અહો...એ તો નજરે તરવરે છે. અંદર
અદ્ભુત–બેહદ પવિત્રતા અને બહારમાં તેનાં પુણ્યની ઉત્કૃષ્ટતા–પરાકાષ્ટા
જોઈ. વળી એકાગ્રતાથી જોતાં જાણે