Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 48

background image
: ૩૨ : વૈશાખ : ૨૪૮૮

કેમ થાય? તેનો વિચાર કરતાં મોક્ષમાળા નામે ગ્રંથમાં તેમણે કાવ્ય લખ્યું છે
કે–‘એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.’ પુણ્ય–પાપ અને દેહાદિની
એકતા–બુદ્ધિની બેડીમાં પરાધીન, દુઃખી થઈ રહ્યો છો તો હવે અંતરના
ભાનદ્વારા તે બેડીને તોડી નિર્દોષ સુખ લે, એમ તેઓ કહે છે. તેઓ
ગૃહસ્થદશામાં રહ્યા છતાં ગૃહસ્થદશાની રુચિ રહિત ત્રિકાળી જ્ઞાનભાવમાં દ્રષ્ટિ
રાખીને સાધકપણાને સાધતા હતા.
પ. હવે અહીં આચાર્યદેવ કહે છે કે મોક્ષ અને મોક્ષના ઉપાયનું કારણ
કારણપરમાત્મા ધ્રુવ વસ્તુ છે. તે ઔદયિક, ઔપશમિકાદિ ચાર ભાવના લક્ષે
જણાય એવો નથી. પણ ત્રિકાળએકરૂપ કારણ સ્વભાવ શક્તિપણે છે તેની
ઉપર દ્રષ્ટિ અને એકાગ્રતા કરવાથી શુદ્ધિનો અંશ અને પૂર્ણતા પ્રગટ થાય છે–
એમ પીપરમાં પૂર્ણ તીખાશની શક્તિ પડી છે તે કારણસ્વભાવ અને તે
ઘૂંટવાથી પ્રગટ થાય તે કાર્ય કહેવાય, તેમ આત્મામાં ત્રિકાળી ધ્રુવ શક્તિરૂપ
શુદ્ધસ્વભાવ છે તેને કારણ પરમાત્મા, કારણ શુદ્ધ જીવ, અંતઃતત્ત્વ અથવા
શુદ્ધભાવ કહેવામાં આવે છે. (તેમાં દ્રવ્યકર્મ, ભાવકર્મ નોકર્મ તો નથી પણ
ઔદયિકાદિ ચાર ભાવ પણ નથી.)
૬. પ્રભુ! તારી પ્રભુતા અંદર ભરી છે, ત્યાં નજર કર. સર્વજ્ઞ પરમાત્મા
થયા તે કહે છે કે તું પણ મારી જાતનો છો, જેમ દશાશ્રીમાળી નાતમાં
જમણવાર હોય તે નાતનો ગરીબ માણસ જમવામાં મોટા શ્રીમંતની જોડે જ
બેસી શકે છે; તેમ પરમાત્મા કહે છે કે તું મારી સમાન–મારી નાતજાતનો છો,
માત્ર વર્તમાન દશામાં ફેર છે. ત્રિકાળી સ્વભાવમાં જરાય ફેર નથી, તેથી
વર્તમાન અંશની રુચિ છોડી ત્રિકાળી પૂર્ણસ્વભાવ તારામાં ભર્યો છે તેમાં જ
રુચિકરદ્રષ્ટિ છે. આવા પોતાના કારણપરમાત્મામાં દ્રષ્ટિ દેવાથી જ
સમ્યગ્દર્શન
પ્રગટ થાય છે. વર્તમાન પર્યાયમાં પુણ્ય–પાપની વૃત્તિ થતી દેખાય છે પણ તે
રૂપે જ્ઞાયકભાવ થઈ જતો નથી. વિકારી લાગણી ક્ષણે–ક્ષણે જ્ઞાનીને ટળતી
જાય છે. ‘જે ટળે તે તારું સ્વરૂપ નહિ.’ એ સિદ્ધાંત છે.
૭. શાંતિ, સ્વતંત્રતા, અતીન્દ્રિય આનંદનો રાહ (ઉપાય–રસ્તો) તને
મળેલ નથી તેથી તું સંયોગ અને પુણ્યની રુચિમાં અટવાણો છો અને તે કારણે
જ અંતરની વસ્તુ શું છે તેની સૂઝ પડતી નથી. ભગવાનશ્રી કુન્દકુન્દાચાર્યે
કરુણા કરી અંતરનો માર્ગ ખુલ્લો કરી બતાવ્યો છે. તેમનાં રચેલાં શ્રી
સમયસાર, શ્રી પ્રવચનસાર, શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રોની સર્વોત્તમ ટીકા હજાર
વર્ષ પહેલાં થઈ ગયેલા શ્રી અમૃતચંદ્રાચાર્યે કરી છે.
૮. શ્રી કુન્દકુન્દાચાર્ય બે હજાર વર્ષ પૂર્વે થયા. તેઓ સર્વજ્ઞ ભગવાને
કહેલાં આત્મતત્ત્વોનો અનુભવ કરતાં, આત્માની શાન્તિમાં. (અતીન્દ્રિય
આનંદની રમણતામાં) ઝૂલતા–(લીન રહેતા) હતા. મદ્રાસ પાસે ૮૦ માઈલ
દૂર પોન્નુરહિલ નામે સુંદર ટેકરી છે, ત્યાં