વૈશાખ : ૨૪૮૮ : ૩૧ :
આત્મા ઈન્દ્રિય ગ્રાહ્ય નથી તે
અંતર્મુખ જ્ઞાનથી જાણાય એવો છે.
[રાજકોટ શહેરમાં નિયમસાર ગાથા ૩૮ ઉપર પૂજ્ય
ગુરુદેવનું પ્રવચન]
(તા. ૧૨–૨–૬૧. શનિવાર)
૧. આ આત્મતત્ત્વ દેહથી, વાણીથી ભિન્ન નિત્યાનંદ શુદ્ધ છે, તેને ભૂલીને
પુણ્ય–પાપ તથા દેહમાં અજ્ઞાની પોતાપણું–કર્તાપણું માને છે. તેથી તેને શુદ્ધભાવનો
અનુભવ નથી, તે દુઃખ જ વેદે છે; માટે સુખી થવું હોય તેણે પ્રથમ દેહથી અને
રાગાદિથી ભિન્ન હું ચૈતન્ય છું એવી પ્રતીતિ કરવી જોઈએ. આત્મા સદાય પરિપૂર્ણ
જ્ઞાન–આનંદ–શક્તિવાળો છે; તેને ઓળખી, અંદર સ્થિરતાના બળવડે જેમણે
પૂર્ણશક્તિ પ્રગટ કરી, તેમણે (રાગના આલંબન વિના–ઈચ્છાવિના, પૂર્ણ જ્ઞાનદ્વારા
જગતના સર્વે પદાર્થોને જાણ્યા, અને કહ્યું કે–એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનમય આત્મા
છે, તે દેહાદિથી ભિન્ન છે, તેને રુચિમાં લઈ તેની શ્રદ્ધા–તેનું જ્ઞાન અને તેનો અનુભવ
જે કરશે તે જ સુખી થશે.
૨. અંદરમાં વિચારશક્તિ જ્ઞાન છે. ૧૦૦ વર્ષની આયુવાળો મનુષ્ય ૯૦
વર્ષની વાતો ક્ષણમાં જ યાદ કરી શકે છે એવી તાકાત દરેક ક્ષણે છે; તે જ્ઞાનને
પોતાનાં ત્રિકાળીજ્ઞાનસ્વભાવ તરફ વાળી, પોતે પોતાના સ્વદ્રવ્યનો–(ધ્રુવજ્ઞાયક
સ્વભાવનો) આશ્રય કરે અને તેમાં લીનતા કરે તો ત્રણકાળ–ત્રણલોકના સમસ્ત
પદાર્થોને એક સમયમાં જાણવાની જે પોતામાં તાકાત છે તે પ્રગટ થાય છે.
૩. વર્તમાન મતિ–શ્રુતજ્ઞાન છે તે દ્વારા પૂર્વના ઘણાભવનું જ્ઞાન થાય છે, એમ
પૂર્વભવને યાદ કરનારા આ કાળે પણ છે. પણ તે અપૂર્વ નથી. પરંતુ શુદ્ધ જ્ઞાનાનંદ
સ્વભાવી આત્માને જાણવો તે અપૂર્વ છે અને તે જ હિતનું કારણ છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે–“જીવદ્રવ્ય એક અખંડ–સંપૂર્ણ હોવાથી તેનું
જ્ઞાનસામર્થ્ય પણ સંપૂર્ણ છે. સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વજ્ઞ થાય.” તેમણે
યથાર્થ અનુભવ દ્વારા, અંતરના કપાટ ખોલી આત્મસાક્ષાત્કાર કરેલ; તેથી સહજ
આત્માના વેદનદ્વારા આવા સુંદર ટુકડાની નોંધ કરેલી હતી.
૪. અંતરમાં રમે તે સર્વજ્ઞપદને પામે છે. મોક્ષમાર્ગ કેમ પ્રગટે–દુઃખથી છૂટકારો