Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 48

background image
જીવ અને શરીરમાં એકત્વબુદ્ધિનું મુખ્ય કારણ પણ એ જ છે. આ જીવને સૌથી
પહેલાં આ મિથ્યા માન્યતાનો જ ત્યાગ કરવાનો છે. એનો ત્યાગ થતાં જ તે
જિનેશ્વરનો લઘુનંદન બની જાય છે. જેના પરિણામે તેની ભવિષ્યની
સ્વાતંત્ર્યમાર્ગની પ્રક્રિયા સહેલી બની જાય છે. માટે જૈનદર્શન અથવા
વ્યવહારનયની મુખ્યતાથી કથન કરનારા શાસ્ત્રોની કથન શૈલીથી
અધ્યાત્મશાસ્ત્રોની કથન શૈલીમાં જે દ્રષ્ટિભેદ છે તેને સમજીને જ પ્રત્યેક
મુમુક્ષુએ એનું વ્યાખ્યાન કરવું જોઈએ. લોકમાં જેટલી જાતના ઉપદેશ મળે છે
તે સ્વમત અનુસાર કઈ રીતે સંગત છે એ બતાવવું તે જૈનદર્શનનું મુખ્ય
પ્રયોજન છે તેથી તેમાં કયું ઉપચરિત કથન છે અને કયું અનુપચરિત કથન છે
એવો ભેદ કર્યા વિના નય–પ્રમાણ દ્રષ્ટિથી બન્નેનો સ્વીકાર કરવામાં આવ્યો
છે. પણ અધ્યાત્મશાસ્ત્રના કથનનું મુખ્ય પ્રયોજન જીવને સ્વ–પરનો વિવેક
કરાવીને સંસાર બંધનથી છોડાવનારો
સાક્ષાત્ ઉપાય બતાવવાનું છે. તેથી
તેમાં ઉપચરિત કથનને ગૌણ કરીને અનુપચરિત કથનને જ મુખ્યતા
આપવામાં આવી છે. આ રીતે તીર્થંકરોની સમગ્ર વાણી ઉપચરિત કથન અને
અનુપચરિત કથન એ બે ભાગોમાં કેવી રીતે વિભાજિત છે તેની વિષય
પ્રવેશની દ્રષ્ટિએ સંક્ષેપમાં મીમાંસા કરી.







ચક્રવર્તીની સમસ્ત સંપત્તિથી પણ જેનો માત્ર એક સમય પણ
વિશેષ મૂલ્યવાન્ છે એવો આ મનૃષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવો
યોગ સંપ્રાપ્ત થવા છતાં પણ જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન
રાખ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠીત એવા આત્માને અનંતવાર
ધિક્કાર હો.
જેણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમપદનો જય કર્યો.
(શ્રીમદ્ રાજચંદ્ર)