વૈશાખ : ૨૪૮૮ : ૨૯ :
जिन परम पैनी सुबुधि छैनी डार अन्तर भेदिया।
वरणािद अरु रागादितैं निजभावको न्यारा किया।।
निजमांहि निजके हेत निजकरि आपकौ आपे गह्यौ।
गुण गुणी ज्ञाता ज्ञान ज्ञेय मझार कछु भेद न रह्यो।।
૨૮–આ છંદમાં સૌથી પહેલાં ઉત્તમબુદ્ધિરૂપી છીણીવડે અંતરને ભેદી
વર્ણાદિક અને રાગાદિકથી નિજભાવ (જ્ઞાયક સ્વભાવ આત્મા) ને જુદા
કરવાનો જે ઉપદેશ આપવામાં આવ્યો છે અને ત્યાર પછી જે નિજભાવ છે
તેને પોતામાં જ, પોતાવડે, પોતામાટે ગ્રહણ કરીને આ ગુણ છે. આ ગુણી છે,
આ જ્ઞાતા છે, આ જ્ઞાન છે અને આ જ્ઞેય છે ઈત્યાદિ વિકલ્પોથી નિવૃત્ત થવાનો
જે ઉપદેશ આપવામાં આવ્યો છે તેથી આ કથનવડે પણ તે જ સ્વાશ્રયપણાનો
નિર્દેશ કરવામાં આવ્યો છે જેનો અમે પહેલાં ઉલ્લેખ કરેલો છે. એથી બતાવ્યું
છે કે સૌ પહેલાં આ જીવને એ જાણી લેવું જરૂરી છે કે વર્ણાદિકનું આશ્રયભૂત
પુદ્ગલદ્રવ્ય ભિન્ન છે અને જ્ઞાયકસ્વભાવ આત્મા ભિન્ન છે. પરંતુ તેનું આ
જાણવું ત્યારે પરિપૂર્ણ ગણાય જ્યારે પરને નિમિત્ત માનીને થતાં રાગાદિ
ભાવોમાં પણ તેની પરબુદ્ધિ થઈ જાય તેથી આ જીવને આ રાગાદિભાવ
જ્ઞાયકસ્વભાવઆત્માથી ભિન્ન છે એ જાણી લેવું પણ જરૂરી છે. હવે સમજો કે
કોઈ જીવે એ જાણી પણ લીધું કે મારો જ્ઞાયકસ્વભાવ આત્મા આ વર્ણાદિકથી
અને રાગાદિક ભાવોથી ભિન્ન છે તોપણ તેનું એટલું જાણવું પૂરતું માની શકાતું
નથી કારણ કે જ્યાંસુધી આ જીવને એવી બુદ્ધિ રહ્યા કરે છે કે પ્રત્યેક કાર્યની
ઉત્પત્તિ નિમિત્તથી થાય છે, તો ત્યાંસુધી તેના જીવનમાં નિમિત્તનું અર્થાત્
પરના આશ્રયનું જ બળ રહ્યા કરવાથી તેણે પરાશ્રયવૃત્તિનો ત્યાગ કર્યો એમ
કહી શકાતું નથી. માટે અહીં એમ સમજવું જોઈએ કે જે વર્ણાદિક અને
રાગાદિકથી પોતાના જ્ઞાયક સ્વભાવ આત્માને ભિન્ન જાણે છે તે એ પણ જાણે
છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિ સમયની પર્યાય નિમિત્તથી ઉપ્તન્ન ન થતાં પોતાના
ઉપાદાનથી ઉપ્તન્ન થાય છે. જો કે અહીં પ્રશ્ન થાય છે કે જ્યારે પ્રત્યેક દ્રવ્યની
પ્રત્યેક સમયની પર્યાય નિમિત્તથી ઉત્પન્ન ન થતાં પોતાના ઉપાદાનથી જ
ઉત્પન્ન થાય છે તો પછી રાગાદિભાવ પરના આશ્રયથી ઉપ્તન્ન થાય છે એમ કેમ
કહેવામાં આવે છે? સમાધાન એ છે કે રાગાદિ ભાવોની ઉત્પત્તિ પોતાના
ઉપાદાનથી જ થાય છે, નિમિત્તોથી ત્રણ કાળમાં થતી નથી. કેમ કે અન્ય
દ્રવ્યમાં તેનાથી ભિન્ન અન્ય દ્રવ્યનું કાર્ય કરવાની શક્તિ જ હોતી નથી. છતાં
પણ રાગાદિભાવ પરના આશ્રયથી ઉત્પન્ન થાય છે એ પર તરફનો ઝૂકાવરૂપ
દોષ બતાવવાને માટે જ કહેવામાં આવે છે. તે પરથી ઉત્પન્ન થાય છે માટે નહિ.
૨૯–સ્વપરની એકત્વબુદ્ધિરૂપ મિથ્યા માન્યતાને કારણે જ આ જીવ
સંસારી બની રહ્યો છે.