Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 48

background image
: ૨૮ : વૈશાખ : ૨૪૮૮
નાનું પ્રયોજન જ જુદું છે તેથી ત્યાં મોક્ષમાર્ગની દ્રષ્ટિએ માત્ર સ્વસમયના
પ્રતિપાદનની મુખ્યતા ન હોતાં સ્વસમયની સાથે પર સમયની પણ સમાન
ભાવે મીમાંસા કરવામાં આવી છે. ફળસ્વરૂપ તેમાં
ક્્યાંક તો ઉપચરિત અર્થની
મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. ક્્યાંક અનુપચરિત અર્થની મુખ્યતાથી
કથન કરવામાં આવ્યું છે અને ક્્યાંક ઉપચરિત અને અનુપચરિત બન્ને
અર્થોની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. પરંતુ સાક્ષાત્ મોક્ષમાર્ગની
દ્રષ્ટિએ સ્વસમયનું વિવેચન કરનાર જે અધ્યાત્મશાસ્ત્રના ગ્રન્થો છે તેમની
સ્થિતિ તેનાથી જુદી છે.
જો વિચારપૂર્વક જોવામાં આવે તો એની રચનાનું
પ્રયોજન જ જુદું છે. એનાથી પ્રત્યેક જીવને પોતાની તે શક્તિનું જ્ઞાન
કરાવવામાં આવ્યું છે જે તેની સંસાર અને મુક્ત અવસ્થાનો મુખ્ય હેતુ છે.
કારણ કે
જ્યાંંસુધી આ જીવને પોતાની ઉપાદાનશક્તિનું બરાબર રીતે જ્ઞાન
થતું નથી અને તે નિમિત્તોને છોડવા કે મેળવવામાં લાગ્યો રહે છે ત્યાંસુધી તેનું
સંસારના બંધનથી છૂટવાનું તો દૂર રહ્યું પણ તે મોક્ષમાર્ગને પાત્ર પણ થઈ
શકતો નથી. માટે એ શાસ્ત્રોમાં હેય ઉપાદાનનું જ્ઞાન કરાવવા માટે ઉપચરિત
કથનને અને ભેદરૂપ વ્યવહારને ગૌણ કરીને અનુપચરિત (નિશ્ચય) કથનને
મુખ્યતા આપવામાં આવી છે અને તેના વડે નિશ્ચયસ્વરૂપ આત્માનું જ્ઞાન
કરાવીને એક માત્ર તેનો જ આશ્રય લેવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
૧. જુઓ મૂળાચાર સમયસાર અધિકારની પ્રારંભની ઉત્થાનિકા.
૨૭–એ તો સુનિશ્ચિત (નક્કી) વાત છે કે જેટલો કોઈ વ્યવહાર છે તે
પરાશ્રિત હોવાથી હેય છે, કારણ કે આ જીવે અનાદિકાળથી પોતાની
ઉપાદાનની સંભાળ કર્યા વિના પરનો આશ્રય લીધો છે માટે સંસારને પાત્ર
બન્યો છે. હવે એને જેમાં પરાશ્રયપણાનો અંશ પણ નથી એવું પોતાનું
સ્વાશ્રયપણું પોતાની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રવડે પોતામાં જ પ્રગટ કરવાનું છે
ત્યારે જ અધ્યાત્મવૃત્ત (આત્માચરણવાળો) થઈને મોક્ષનો પાત્ર બની શકશે,
એ વાત બરાબર છે કે શરૂઆતની અવસ્થામાં આવા જીવને પોતાની
પર્યાયમાંથી પરાશ્રયપણું સર્વથા છુટી જાય એમ નથી કેમકે તેનામાં
પરાશ્રયપણાની અંતીમ પરિસમાપ્તિ વિકલ્પજ્ઞાન નિવૃત્ત થતાં જ થાય છે. છતાં
પણ સૌથી પહેલાં આ જીવ પોતાની શ્રદ્ધાથી પરાશ્રયપણાનો ત્યાગ કરે છે,
ત્યાર પછી તે ચારિત્ર અંગિકાર કરતો વિકલ્પજ્ઞાનથી નિવૃત્ત થઈને ક્રમેક્રમે
નિર્વિકલ્પ સમાધિદશામાં પરિણમી જાય છે. જીવની આ સ્વાશ્રયવૃત્તિ પોતાની
શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રમાં કેવી રીતે ઉદય પામે છે તેનો નિર્દેશ કરતાં છ
ઢાળામાં કહ્યું પણ છે–