Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 48

background image
અભાવ જ છે અને અભાવને કાર્યની ઉપ્તત્તિમાં કારણ માની શકાતું નથી. જો
અભાવને પણ કાર્યની ઉત્પતિમાં કારણ માનવામાં આવે તો ગધેડાના
શિંગડાને અથવા આકાશના ફૂલને પણ કાર્યની ઉપ્તત્તિમાં કારણ માનવું પડે.
જો એમ કહો કે અહીં અભાવનેસર્વથા અભાવ તરીકે લીધો નથી પરંતુ
ભાવાન્તર સ્વભાવ અભાવ તરીકે લીધો છે તો અમે પૂછીએ છીએ કે અન્ય
ભાવના સ્વભાવરૂપ અભાવ શું વસ્તુ છે? તેનો નામ નિર્દેશ કરવો જોઈએ. જો
કહો કે અહીં અન્ય ભાવના સ્વભાવરૂપ અભાવ જ્ઞાનાવરણાદિ કર્મોની
અકર્મરૂપ ઉત્તર પર્યાયને ગણવામાં આવેલ છે તો અમે પૂછીએ છીએ કે એ
આપ કયા આધારે કહો છો? ઉક્ત સૂત્રમાંથી તો એવો અર્થ ફલિત થતો નથી
માટે તેને નિમિત્ત કથનની મુખ્યતાવાળું વચન ન માનતાં હેતુ કથનની
મુખ્યતાવાળું વચન માનવું જોઈએ. સ્પષ્ટ છે કે અહીં જીવની કેવળજ્ઞાન પર્યાય
પ્રગટ થવાનો જે મુખ્ય હેતુ ઉપાદાન કારણ છે તેને તો ગૌણ કરવામાં આવ્યું
છે અને જે જ્ઞાનની મતિજ્ઞાન આદિ પર્યાયોના ઉપચરિત હેતુ હતો તેના
અભાવને હેતુ બનાવીને તેની મુખ્યતાથી આ કથન કરવામાં આવ્યું છે.
૨પ–અહીં બતાવવાનું તો એ છે કે જ્યારે કેવળજ્ઞાન પોતાના
ઉપાદાનના લક્ષ્યથી પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનાવરણાદિ કર્મરૂપ ઉપચરિત
હેતુનો સર્વથા અભાવ રહે છે.
પરંતુ એને (અભાવને) હેતુ બનાવીને એમ
કહ્યું છે કે જ્ઞાનાવરણાદિ કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન પ્રગટ થાય છે. આ
વ્યાખ્યાનની પદ્ધતિ છે–જેનું શાસ્ત્રોમાં પદે પદે દર્શન થાય છે. પરંતુ યથાર્થ
વાત સમજ્યા વિના એને જ કોઈ યથાર્થ માનવા લાગે તો તેને શું કહેવું? એ
તો અમે માનીએ છીએ કે વ્યવહારની મુખ્યતાથી કથન કરનારા જેટલા કોઈ
શાસ્ત્રો છે તેમાં ઘણું કરીને ઉપાદાનને ગૌણ કરીને,
ક્્યાંક નિમિત્તની
મુખ્યતાથી કથન કર્યું છે કયાંક લૌકિક વ્યવહારની મુખ્યતાથી કથન કર્યું છે
અને કયાંક અન્ય પ્રકારે કથન કર્યું છે. પણ એવા કથનનું પ્રયોજન શું છે તે તો
સમજે નહિ અને તેને જ યથાર્થ કથન માનીને શ્રદ્ધા કરવા મંડે તો તેની એ
શ્રદ્ધાને યથાર્થ કહેવી
ક્્યાં સુધી ઉચિત છે એનો વિચાર વિચક્ષણ પુરુષ પોતે જ
કરે. વાસ્તવમાં નિમિત્ત એ ઉપચરિત હેતુ છે, મુખ્ય હેતુ નથી. મુખ્ય હેતુ તો
બધે પોતાનું ઉપાદાન જ હોય છે કેમકે કાર્યની ઉત્પતિ તેનાથી જ થાય છે.
છતાં પણ તે બાહ્ય હેતુ (ઉપચરિત હેતુ) હોવાથી તેના વડે સુગમતાથી
ઈષ્ટાર્થનું જ્ઞાન થઈ જાય છે તેથી આગમમાં અને દર્શનશાસ્ત્રમાં મોટા
પ્રમાણમાં તેની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે. તેથી જ્યાં જે દ્રષ્ટિકોણથી
કથન કર્યું હોય તેને સમજીને જ તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ.
૨૬–આ ઉપચરિત અને અનુપચરિત કથનના કેટલાક દાખલા છે જે
ગૌણમુખ્ય ભાવથી પ્રયોજન પ્રમાણે શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવ્યા છે.
દાખલા તરીકે જે દર્શનશાસ્ત્રના ગ્રન્થ છે તેમની રચ–