ચૈત્ર સુદિ દસમના મંગલ દિને
માનસ્તંભ મહાભિષેકનાં મધુર સંભારણા
મહાભિષેક પૂર્વે મંચ ઉપર
માનસ્તંભ ભગવાન સમીપ પૂ. ગુરુદેવ
બેઠા છે તે વખતનું દ્રશ્ય અને
ભગવાનના ભક્તના ઉદ્ગારો:–
ચેતન બિંબ જિનેશ્વર સ્વામી,
ધ્યાનમયી અવિકારી;
દર્પણ સમ ચેતન પર્યય,
ગુણદ્રવ્ય દિખાવન હારા;
–નાથ ચિદ્રૂપ દિખાવે રે,
–પરમધ્રુવ ધ્યેય શિખાવે રે.
માનસ્તંભ ભગવાનને પૂ.
બ્હેનો વંદન કરે છે તે વખતનું દ્રશ્ય
અને ભક્તોની અંતર ઉર્મિ:–
વિશ્વ દિવાકર નાથ સીમંધર, કુંદનયનના તારા;
જગનિરપેક્ષપણે જગજ્ઞાયક, વંદન કોટિ અમારા,
તાત જગ તારણહારા રે,
જગત આ તુજથી ઉજિયારા.