તેનું દ્રશ્ય
તીર્થનાયક પરમપૂજ્ય દેવાધિદેવ ૧૦૦૮ શ્રી સીમંધર ભગવાનની પ્રતિષ્ઠાની
દસમી વર્ષ ગાંઠનો મહોત્સવ અતિ ઉલ્લાસપૂર્વક ઊજવાયો હતો,
શ્રવણબેલગોલામાં શ્રી બાહુબલિ ભગવાનનો મહાભિષેક દર બાર વર્ષે થાય
છે. તે પ્રમાણે અહીંના માનસ્તંભ ઉપર બિરાજમાન શ્રી સીમંધર ભગવાનનો
મહાભિષેક થયો હતો. ગગનચુંબી ૬૩ ફૂટ ઊંચા માનસ્તંભ ઊપર જવા માટે
મોટો મંચ બાંધવામાં આવ્યો હતો. આ પ્રસંગ ઘણા વર્ષે પ્રાપ્ત થયો હોવાથી શ્રી
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ માણેકચંદ દોશી અને
ટ્રસ્ટીઓએ, મહોત્સવ ઊજવણીમાં સર્વે મુમુક્ષુ ભાઈઓ ભાગ લઈ શકે તે માટે
તા. ૧૨–૪–૬૨ થી ૧૭–૪–૬૨ સુધીનો છ દિવસનો મહોત્સવ સમય નિર્માણ
કરીને આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી આવી હતી.