Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 48

background image
: ૩૮ : વૈશાખ: ૨૪૮૮
પૂ. ગુરુદેવના સાનિધ્યમાં આવો લ્હાવો લેવાની કોને હોંશ ન હોય!
ભારતના અનેક અનેક સ્થળેથી ચૈત્રના ઉગ્ર–તાપના સમયમાં પણ બહુ મોટી
સંખ્યામાં મુમુક્ષુઓ આવ્યા હતા. મુંબઈથી શેઠ શ્રી નવનીતભાઈ ઝવેરી,
દિલ્હીથી ખાસ જિજ્ઞાસુઓ, ઉદેપુરથી શ્રી ચંદ્રસેનજી બંડી, આગ્રાથી શ્રી
નેમીચંદજી પાટણી તથા બીજા અનેક ભાઈબહેનો આવ્યા હતા. અજમેરથી ડો.
સૌભાગ્યચંદજી તેમની ભક્ત મંડળી સાથે આવ્યા હતા.
ચૈત્ર સુદિ ૧૦ના પ્રભાતે શરણાઈના મંગલ સુરે ભગવાનના
અભિષેકની વધાઈ આપી અને વાજીંત્રોએ તેમાં મીઠો સુર પુરાવ્યો. એ રીતે
મહાભિષેકની તૈયારીની શરૂઆત થઈ.
પરમ પૂ. ગુરુદેવશ્રીના પાવન હાથે સુવર્ણકળશમાં સ્વચ્છ જળથી
ભગવાનનો પ્રથમ અભિષેક થયો હતો. શરુઆત થઈ કે જયજયકારથી
આકાશ ગુંજી રહ્યું હતું, ભક્તજનોના ઉલ્લાસનો પાર ન હતો. પૂ.
બેનશ્રીબહેનની ભક્તિ અને ઉલ્લાસ તો અદ્ભુત હતા, આ વખતે અજમેરની
ભજનમંડળીએ જિનભક્તિનો સુંદર કાર્યક્રમ રજુ કર્યો હતો. શ્રી મુળચંદજીએ
તેમની નૃત્યકળાથી અને ભજનમંડળીના અન્ય ભાઈઓએ પોતાની લાક્ષણિક
શૈલીથી ભક્તિની ધૂન જમાવી હતી. સામે શ્રી માનસ્તંભજી ઉપર ક્રમસર
સુવર્ણ–ચાંદીના કળશો લઈ હજારો ભાઈઓએ ઉપર બિરાજમાન શ્રી સીમંધર
ભગવાનનો શુદ્ધજળથી અભિષેક કર્યો હતો.
આ મહોત્સવ દરમ્યાન પૂ. ગુરુદેવશ્રીએ અધ્યાત્મ અમૃતમય વાણીદ્વારા
સવારે મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રવચનોમાં જિનમાર્ગમાં નિશ્ચય–વ્યવહારનયોનું
સ્વરૂપ શું છે અને અજ્ઞાનવશ જીવ તેનો વિપરીત અર્થ કેવી રીતે કરે છે તેનું
તથા શ્રી સમયસારજી શાસ્ત્ર ઉપર પ્રવચનોમાં સમ્યગ્દ્રષ્ટિનું સાતભય
રહિતપણું, નિઃશંકિતાદિ ગુણનું ધારકપણું અનેક દ્રષ્ટાંતો પૂર્વક સુંદર રીતે
સમજાવતા હતા.
ચૈત્ર સુદ ૧૧–ભગવાનશ્રી મહાવીરપ્રભુની રથયાત્રાનો ભવ્ય વરઘોડો
રથમાં ચાંદિની નવીન ગંધકુટીમાં ભગવાનને બીરાજમાન કરીને વનમાં લઈ
ગયા હતા. સાથે અજમેર ભજનમંડળીનો સુંદર કાર્યક્રમ હતો. એથી વરઘોડાનું
દ્રશ્ય વિશેષ દીપતું હતું. વનમાં જિનેન્દ્ર ભગવાનનો અભિષેક, પૂજન પછી
રથયાત્રાનો વરઘોડો જિનમંદિરમાં પહોંચતા ભક્તો ભગવાનની ભક્તિમાં
મસ્ત થતાં માનસ્તંભ ભગવાન પાસે તાપની પરવાહ કર્યા વિના ખૂબ ભક્તિ
કરી હતી.
શ્રી બાબુભાઈ ચુનીલાલ (ફતેપુર ઉ. ગુજરાત) જેઓ પૂ. ગુરુદેવના
પરમભક્ત છે અને ગુજરાતમાં મુમુક્ષુમંડળના આગેવાન છે તેમણે રથયાત્રામાં
તથા જિનમંદિરમાં ભગવાન