Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 48

background image
સમીપ નૃત્ય સહિત ખુબ ઉત્સાહથી ભક્તિરસની ધૂન મચાવી હતી. બીજા પણ
મુમુક્ષુભાઈઓ તેમાં જોડાયા હતા–બધાને બહુ પ્રમોદ થયો હતો.
બપોરે પૂ. ગુરુદેવશ્રી મંચ ઉપર ચડીને જ્યાં ભગવાન શ્રી
સીમંધરભગવાન્ની અતુલ ભક્તિ સહિત અંતરંગમાં અભેદ ભક્તિમાં
ભરતી લાવતા હોય એમ ભગવાનની સામે સ્વાભાવીક એકાગ્ર
ધ્યાનમુદ્રામાં બેસી ગયા હતા ત્યાં પણ અમુક ભક્તો અને અજમેર ભજન
મંડલીવાળા પહોંચ્યા અને ખુબ હોંશમાં આવીને પ્રસન્નતાથી–શાન્તિથી
પ્રભુભક્તિની લય લગાડી હતી. અહા!! એ વખતનું દ્રશ્ય પણ ભારે
આહ્લાદજનક હતું.
ચૈત્ર સુદ ૧૨–જિનમંદિરમાં સમૂહપૂજન, પૂજ્ય ગુરુદેવશ્રીના બે
વખતના પ્રવચન અને ભક્તિનો કાર્યક્રમ બપોરે તથા રાત્રીએ પ્રવચનમંડપમાં
હતો.
ચૈત્ર સુદ ૧૩–શ્રી મહાવીર ભગવાનનો જન્મકલ્યાણક દિવસ
હોવાથી તથા પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સંવત ૧૯૯૧માં આજના
મંગળમય દિને પરિવર્તન કરી મહામાંગલિક શુદ્ધ દિગમ્બર જૈન ધર્મની
પ્રગટપણે ઘોષણા કરી. જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગ પ્રણિત આત્મકલ્યાણનો
માર્ગ બતાવ્યો તે વર્ષગાંઠનો પવિત્ર દિવસ ઐતિહાસીક દિવસ હોવાથી
બન્ને સાથે ઉજવવામાં આવ્યા હતા.
પૂ. ગુરુદેવે કરેલા મહાન ઉપકારને વ્યક્ત કરતા અને તેમના પ્રત્યે
શ્રદ્ધા–ભક્તિ દર્શાવતા બહારગામથી આવેલા તારો સભામાં વાંચી
સંભળાવવામાં આવ્યા હતા. આજ સવારે પ્રભાતફેરી પછી જિનેન્દ્રપૂજન,
પૂ. ગુરુદેવના પ્રવચન પછી ભગવાન્ શ્રી મહાવીર પ્રભુની ભવ્ય રથયાત્રા
પ્રથમની જેમ મહાન ઉત્સવથી નગરમાં ફેરવી હતી. મહેમાનોને રાત્રે
માનસ્તંભ પ્રતિષ્ઠા મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ઉત્સવ દરમ્યાન જુદાજુદા ખાતામાં સંસ્થાને સારી આવક થઈ
હત. ઘણે દૂર દૂરથી ઘણાં મહેમાનો આવ્યા હતા. સર્વે મુમુક્ષુ ભાઈઓને
શ્રી નવનીતભાઈ સી. ઝવેરી (મુંબઈ) તથા શ્રી ચંદ્રસેન બંડી (ઉદેપુર)
ની તરફથી એક એક દિવસનું જમણ હતું.
***
આ વખતની દિ. જૈન મુમુક્ષુ મહામંડળની બેઠકમાં નિર્ણય લેવામાં
આવ્યો હતો કે પૂ. ગુરુદેવશ્રીના દર્શનાર્થે આવતા મુમુક્ષુ ભાઈ–બહેનોને
અગાઉની માફક જમવા તથા રહેવાની ફ્રી સગવડ અગાઉની માફક
રાખવી.