કુલ મળીને રૂા. ૩૩પ૦૮ (તેત્રીશ હજાર પાંચસો આઠ રૂપીયા શ્રી દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને ભેટરૂપે ધર્યા છે. શ્રી શેઠિયાજીનું શરીર નબળું છતાં પૂ.
ગુરુદેવના પરિવર્તન દિને ખાસ ભક્તિવશ પણે દૂરથી સોનગઢ આવ્યા. તેમાં
વિશેષતા એ બની કે બહારગામથી આવેલા ઘણા મહેમાનો સમક્ષ પૂજ્ય
ગુરુદેવે સભામાં સુંદર શબ્દોદ્વારા શ્રી શેઠિયાજીને સાચાવૈરાગી, વિશેષ
ધર્મસંસ્કારવાન, ભેદજ્ઞાની, આત્માર્થી સજ્જન તરીકે પરિચય આપ્યો. તે
સાંભળીને સહુને વિશેષ આનંદ થયો. આ રીતે અનેક નવીનતા તથા
વિશેષતાઓ સહિત આ મંગળ મહોત્સવ ઉજવવવામાં આવ્યો.
બ્ર. ગુલાબચંદ જૈન
મુંબઈ––દાદર મધ્યે શ્રી દિગમ્બર જિનમંદિરનો
શિલાન્યાસવિધિ
મહોત્સવ
ચૈત્ર વદી ૧ તા. ૨૦–૪–૬૨ શુકવારના રોજ નુતન જિનમંદિરનો
શિલાન્યાસવિધિ મહોત્સવ ઘણાજ આનંદપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
સવારના ૭।। વાગ્યે ભગવાન શ્રી નેમિનાથને રથમાં બિરાજમાન
કરી, રથયાત્રા કાઢવામાં આવી હતી, રથમાં ભગવાનને લઈને બેસવાનો
સુઅવસર મળ્યો જાણી શ્રીમાન્ નવનીતલાલ ચુનીલાલ ઝવેરી ઘણાજ પ્રસન્ન
અને પ્રમોદિત જણાતા હતા. રથયાત્રાનું દ્રશ્ય ઘણુંજ સુંદર લાગતું હતું.
૮ વાગ્યે જ્યાં નૂતન જિનમંદિરનું નિર્માણ થવાનું તે પ્લોટમાં
ભગવાનનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારના ૯ વાગ્યે અહીંના
પ્રસિદ્ધ, ઉદાર, શાંત ધર્મપ્રેમી શેઠશ્રી નવનીતલાલભાઈ ઝવેરી J. P. ના
શુભહસ્તે શિલાન્યાસવિધિ કરવામાં આવ્યો હતો. વાતાવરણ ઘણું જ મનોરમ્ય
અને આનંદદાયક હતું, સૌ કોઈના હર્ષનો પાર ન હતો અને કાર્યક્રમ ઘણાજ
આનંદપૂર્વક ઊજવાયો હતો.
શ્રીમાન શેઠશ્રી રાજકુમારજી (ઇંદોર) પણ આ પ્રસંગે હાજર હતા તથા
અનેક આગેવાન વ્યક્તિઓ પણ ઉપસ્થિત હતી.
પ્રસંગને અનુકૂળ શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠે પ્રવચન કર્યું હતું, તેમજ
શ્રીમાન નવનીતભાઈ, શ્રી મણીભાઈ શેઠ તથા શ્રી ચીમનભાઈએ પણ
પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું.