: ૪૨ : વૈશાખ : ૨૪૮૮
પોતાને આવો અપૂર્વ અવસર સાંપડ્યો એની ખુશાલીમાં શ્રીમાન શેઠ
નવનીતભાઈ ઝવેરીએ રૂા. ૧પ૦૦૧) શ્રી જિનમંદિરને અર્પણ કર્યા હતા તથા
રૂા. ૭પ૦૧) શેઠ મણીલાલ જેઠાલાલ શેઠે પોતાના ભાઈઓ તરફથી શ્રી
જિનમંદિરને અર્પણ કર્યા હતા. તે ઉપરાંત અનેક ભાઈબેનોએ વિધવિધ રકમો
લખાવી હતી. કુલ મળીને રૂા. ૪૪) હજારની રકમ એકઠી થઈ હતી.
આ પ્રસંગે શ્રીમાન શેઠ નવનીતલાલભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે
સમ્યગ્દર્શનનું સ્વરૂપ ઘણું જ જરૂરી છે. ભવનો અંત તેનાથી આવે છે. મારી
સમજણમાં આ કાળે માત્ર હિંદુસ્તાનમાં જ નહિ પણ આખી દુનિયામાં કોઈ
સમ્યગ્દર્શનનું યથાર્થ સ્વરૂપ સમજાવતા હોય તો પૂજ્ય સદ્ગુરુદેવશ્રી
કાનજીસ્વામી જ છે. એમ બેધડકપણે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો
હતો અને પૂજ્ય ગુરુદેવશ્રીનો આભાર માન્યો હતો. તેમજ મુરબ્બી ખીમચંદ
જેઠાલાલ શેઠે કહ્યું કે અહીં શ્રી મહાવીર ભગવાનનું જિનમંદિર નિર્માણ થવાનું
છે. આજે શુકવાર છે. શુક્ર એટલે વીર્ય. વીરના સંદેશા પણ આત્મવીર્ય
ઉછાળવા માટે છે. તે વીરના સંદેશાઓ ઝીલીને જેમણે આપણા આત્મહિત માટે
વીર્ય ફોરવવાનો અમૂલ્ય ઉપદેશ આપ્યો તે પૂ. શ્રી સદ્ગુરુદેવના આપણા ઉપર
અનંત ઉપકાર છે. વિગેરે વિગેરે કહ્યું હતું.
ત્યારબાદ સમૂહ અલ્પાહારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ
આખોય કાર્યક્રમ અત્યંત આનંદપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
શ્રી દિગંબર મહાવીર જૈન મંદિર–દાદર
નું શિલાન્યાસ કરતાં શ્રી નવીનભાઈ ઝવેરી
તા. ૨૦–૪–૬૨ સવારના ૯ વાગે.