લોકમાં ક્ષોભ ઉત્પન્ન કરવાવાળી તીર્થંકર નામનીમહાપુણ્ય પ્રકૃતિનો બંધ કર્યો હતો.
ઉપશાંત મોહ (૧૧મું ગુણસ્થાન) ગુણસ્થાને પ્રાપ્ત થયાં. સંપૂર્ણ મોહનીય કર્મના ઉપશાંતપૂર્વક તેમણે
અતિશય વિશુદ્ધ ઔપશમિક ચારિત્ર પ્રાપ્ત કર્યું. ત્યાર પછી અંતર્મુહૂર્ત બાદ તેઓશ્રી ફરી પણ સ્વસ્થાન
અપ્રમત નામના સાતમા ગુણસ્થાન અંતર્મુહૂર્ત સ્થિર થઈને તેઓ ઉત્કૃષ્ટ તપને જાણતા હતાં, ઉત્કૃષ્ટ
પૂજાને જાણતાં હતા, અને ઉત્કૃષ્ટપદને (સિદ્ધપદને) જાણતાં હતા.
પ્રાયોપગમન સંન્યાસ ધારણ કરી વજ્રનાભિ મુનિરાજ પોતાના શરીરનો ન તો સ્વયં ઉપચાર કરતા
હતા અને ન બીજા કોઈ પાસે ઉપચાર કરાવવાની ઈચ્છા રાખતાં હતાં. તેઓ શરીરથી મમત્વ છોડીને
આ પ્રકારે નિરાકુલ થઈ ગયા હતા કે જેમ કોઈ શત્રુના મરેલા શરીર છોડીને નિરાકુલ થઈ જાય છે.
જો કે એ સમયે એમના શરીરમાં ચામડી અને હાડકાં જ બાકી રહી ગયાં હતાં. તેમનું પેટ પણ અત્યંત
કૃશ થઈ ગયું હતું. તો પણ તેઓ પોતાના સ્વાભાવિક ધૈર્યનું અવલંબન લઈ ઘણાં દિવસો સુધી
નિશ્ચલ ચિત્ત થઈ બેસી રહ્યાં. મુનિમાર્ગથી ચ્યુત ન થવાં અને કર્મોની વિશાલ નિર્જરા થવાની ઈચ્છા
કરતાં થકા વજ્રનાભિ મુનિરાજે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, નાગન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા,
શય્યા, નિષધા, આક્રોશ, વધ, યાચન, અલાભ, અદર્શન, રોગ, તૃણસ્પર્શ, પ્રજ્ઞા, અજ્ઞાન, મળ અને
સત્કાર પુરસ્કાર એ બાવીશ પરિષહ સહન કર્યા હતા.