Atmadharma magazine - Ank 224
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 25

background image
જેઠ : ૨૪૮૮ : ૨૧ :
રાત્રે જૈન બાળકો દ્વારા નાટકનો કાર્યક્રમ થયો, તેમાં ભરતનો વૈરાગ્ય તથા શ્રી રામચંદ્રજી
અને એમના પિતા શ્રી દસરથ તથા શ્રેષ્ઠી, શાસ્ત્રી વગેરે દ્વારા વગેરે તત્ત્વચર્ચા અને સુંદર સંવાદ
થયો.
પૂજ્ય ગુરુદેવનાં પ્રવચન તથા રાત્રિ ચર્ચા અત્યંત આકર્ષક હોવાથી રાજકોટના જૈન અને
જૈનેતર ભાઈઓ ભક્તિથી વારંવાર ગદ્ગદ્ થઈને પૂજ્ય ગુરુદેવને ફરીથી રાજકોટ પધારવાની
પ્રાર્થના કરતા હતા. આ પ્રકારે રાજકોટનો દસ દિવસનો કાર્યક્રમ અનેક વિશેષતાઓને લીધે
આનંદમય રહ્યો હતો.
સોનગઢ (સુવર્ણપુરી) ના ખાસ સમાચાર
તા. ૧૩–પ–૬૨ થી જૈન દર્શન શિક્ષણ વર્ગ શરૂ થયો, છે. પૂજ્ય ગુરુદેવની છત્રછાયામાં
છઢાળા, દ્રવ્ય સંગ્રહ, બાળપોથી વગેરેનો અભ્યાસ કરાવવામાં આવ્યો. ઉત્તર ભારતના
વિદ્યાર્થીઓની સંખ્યા વધારે પ્રમાણમાં હતી. દિલ્હી, ગુના, ઉદયપુર, ખંડવા, સનાવદ, ઈન્દોર,
દમોહ, કુરાવડ, સાગર આદિ ઘણાં ગામોથી વિદ્યાર્થીઓ આવ્યા હતા.
વૈશાખ વદ ૬ તા. ૨પ–પ–૬૨ના રોજ સમવસરણ મંદિરની પ્રતિષ્ઠાનો ૨૧ મો વાર્ષિક
મહોત્સવ હતો. મોટી રથયાત્રા, ભક્તિ, જિનેન્દ્ર પૂજન વગેરે કાર્યક્રમ દ્વારા વિશેષરૂપથી ઉત્સાહ
પૂર્વક આ મહોત્સવ ઊજવવામાં આવ્યો હતો.
જૈન સ્વાધ્યાય મંદિરની વરસગાંઠનો ઉત્સવ
તા. ૨૭–૬–૬૨ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર તથા શ્રી સમયસારજી શાસ્ત્રની સ્થાપનાનો
પચીસમો વાર્ષિક ઉત્સવ ઊજવાયો તેમાં શાસ્ત્રને પાલખીમાં બીરાજમાન કરી, વરઘોડારૂપે, બેંડ–
વાજિંત્ર, ભક્તિની ધૂન સહિત ગામમાં ફેરવીને સ્વાધ્યાય મંદિરમાં આવીને શાસ્ત્રની ભક્તિ તથા
પૂજા કરી, બપોરના પ્રવચન પછી શાસ્ત્રભક્તિનો કાર્યક્રમ સ્વાધ્યાય મંદિરમાં જ હતો.
શ્રુત પંચમી ઉત્સવ
હર સાલ મુજબ જેઠ સુદ પાંચમના રોજ ખુબ ઉત્સાહપૂર્વક ઉજવાયો તેમાં ષટ્ખંડાગમના
શ્રી ધવલશાસ્ત્ર ૧૬, શાસ્ત્રોનું પૂજન, શાસ્ત્રો પાલખીમાં બીરાજમાન કરી વરઘોડો તથા
સ્વાધ્યાય મંદિરમાં તેમની શોભા કરી ધરસેનાચાર્યના તે વખતના પવિત્ર પ્રસંગનું વર્ણન કરી
પૂ૦ સ્વામીજીએ પ્રવચનમાં શ્રી ધરસેનાદિ આચાર્યોના ગુણાનુવાદ કરી ખુબ ભક્તિભાવ બતાવ્યો
હતો.
બે શહેરમાં જિનમંદિર ખાતમુહુર્ત (શિલાન્યાસ) ઉત્સવ
(૧) જોરાવરનગર (સૌરાષ્ટ્ર) તા ૧૬–પ–૬૨ વૈશાખ સુદ, ૧૨ પરમપૂજ્ય શ્રી
ગુરુદેવના પરમ પ્રતાપે શ્રી દિગમ્બર જિનમંદિરનો શિલાન્યાસ શ્રી પોપટલાલ મોહનલાલ તથા
તેમના ધર્મપત્ની સૌ. રંભાબેનના શુભહસ્તે થયો. મુંબઈ, અમદાવાદ, સુરેન્દ્રનગર, વઢવાણ,
રાજકોટ, પોરબંદર, લીંબડી, વીંછીયા, થાન, વાંકાનેર, બોટાદ વગેરે ગામેથી લગભગ ૩૦૦
મહેમાનો આવ્યા હતા.
સવારે જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા, પૂજન પછી વિધિસહિત શિલાન્યાસ કરવામાં
આવ્યો. શ્રી હિંમતલાલ ઝોબાળિયાએ આ શુભ પ્રસંગ ઉપર ઉચિત મંગળપ્રવચન તથા બપોરે
જાહેર