: ૨૦ : આત્મધર્મ : ૨૨૪
પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
જન્મજયંતિ મહોત્સવ
રાજકોટ (સૌરાષ્ટ્ર) માં દિ. જૈન સંઘ દ્વારા પૂ. ગુરુદેવની જન્મજયંતિ ઉત્સવ માટે
તથા જૈન સ્વાધ્યાય મંદિર (પ્રવચન હોલ) ના ઉદ્ઘાટન માટે સોનગઢ દિ. જૈન સંઘ સહિત
પૂ. ગુરુદેવને આમંત્રણ હતું. પૂ. ગુરુદેવ તા. ૨૯–૪–૬૨ના રાજકોટ પધાર્યા. નગરની
સજાવટ કરી, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, બહારગામ આમંત્રણ પત્રિકા મોકલવામાં
આવી હતી. આથી મહેમાનોની સંખ્યા લગભગ ૬૦૦ સુધીની હતી. તા ૨૯ એપ્રિલ શ્રી
મોહનલાલ કાનજી ઘીયા પ્રવચનહોલનું ઉદ્ઘાટન થયું એમાં શ્રી સમયસારજી તથા શ્રી
પ્રવચનસારજી (બે મહાન શાસ્ત્રો) નું પૂ. ગુરુદેવના શુભ હસ્તે સ્થાપના થયું.
મંગલાચરણ સહિત ઉત્સાહપૂર્વક પ્રવચન થયું. નવ (૯) દિવસ સુધી બે વખત પ્રવચન,
રાત્રિ ચર્ચા, જિનેન્દ્ર પૂજન અને ભક્તિનો સુંદર કાર્યક્રમ હતો. રાત્રે થતી ચર્ચામાં એટલો
આનંદ આવતો હતો કે એક કલાક ક્્યાં પસાર થઈ જતો હતો તે પણ માલૂમ પડતું ન હતું.
તા. ૪–પ–૬૨ ના દિવસે વેદી સહિત ગંધકૂટીવાળા નવા રથમાં ભગવાનને
બિરાજમાન કરી ભક્તોદ્વારા નૃત્યગાન, ભક્તિની ધુન અને અનેક શોભા સહિત વિશાળ
જનસમુદાયદ્વારા જિનેન્દ્ર રથયાત્રા કાઢવામાં આવી જે બહુ આકર્ષક હતી.
તા. પ–પ–૬૨ ના દિને પૂજ્ય કાનજીસ્વામીની ૭૩મી જન્મજયંતિનો મહોત્સવ
ઊજવવામાં આવ્યો. આ અવસર ઉપર બહારગામથી મોટી સંખ્યામાં મુમુક્ષુઓ આવ્યા
હતા. સવારમાં પ્રભાતફેરી, જિનેન્દ્ર પૂજન, ત્યાર બાદ પ્રવચન થયું હતું. પંડિત શ્રી
પ્રકાશચંદ્રજી સંપાદક સન્મતિ સંદેશ–દિલ્હી જેઓએ પૂજ્ય કાનજીસ્વામી જન્મજયંતિ વિશેષ
અંક, લગભગ પૃષ્ઠ ૧૦૦ નો પ્રકાશિત કર્યો છે. જેમાં ભારતના ખાસ વિદ્વાનો, કવિઓ
તથા લેખકોદ્વારા પૂ. ગુરુદેવનો પરિચય તથા અભિનંદન આપવામાં આવેલ છે. તથા પૂ.
સ્વામીજીના જીવનનો પરિચય આપવામાં આવેલ છે. વળી તેમાં કેટલાક લેખ ખાસ
મહત્ત્વપૂર્ણ છે. આ અંક પંડિત શ્રી પ્રકાશચંદજી દિલ્હી દ્વારા પૂજ્ય ગુરુદેવ તથા પ્રમુખશ્રી
રામજીભાઈ આદિને ભેટ સ્વરૂપ આપવામાં આવ્યા, ત્યાર પછી વિદ્વાન વક્તાઓ દ્વારા પૂ.
ગુરુદેવ પ્રતિ ઉપકાર પ્રકાર્શિત કરવામાં આવ્યો, પરમ ઉપકારી ગુરુદેવ દ્વારા જે મહાન ધર્મ
પ્રભાવના થઈ રહી છે એનું વિવેચન કર્યું હતું તથા તેમના ખૂબ ખૂબ ગુણાનુવાદ ગાયા.
શ્રી નવનીતભાઈ ઝવેરી (મુંબઈ) જેઓ ખાસ મુંબઈથી આ પ્રસંગમાં ભાગ
લેવાને અહીં આવ્યા હતા. તેઓએ સમયસાર (हिन्दी द्वितीय आवृत्ति) જે દિ. જૈન
મુમુક્ષુમંડલ (મુંબઈ) તરફથી પ્રકાશિત થયું છે તે શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવને અર્પણ કર્યું અને
ઉત્સાહપ્રેરક સુંદર વર્ણન કરી કહ્યું કે પૂજ્ય ગુરુદેવની ૭૨મી જન્મજયંતિ મુંબઈમાં
ઊજવવામાં આવી હતી ત્યારે જે રકમ એકત્રિત થઈ હતી એમાંથી સમયસાર આદિ
છપાવીને બહુજ ઓછી કિંમતે પ્રચાર અર્થે દેવાનો નિર્ણય થયો હતો. તેના ફલસ્વરૂપે
સમયસારજી શાસ્ત્ર આ. ૭૩મી જન્મજયંતિ પર છપાઈ ગયેલ છે. તેઓએ ૭૩×૧૧=૮૦૩
રૂપિયા જ્ઞાનમાં દીધા. આ જયંતિ નિમિત્તે સોનગઢ સંસ્થાને જેટલા રૂપિયા મળ્યા છે તે,
શાસ્ત્રનું મૂલ્ય ઘટાડવામાં વાપરવામાં આવશે.