Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 29

background image
અશાડ : ૨૨પ : ૧પ :
પછાડયા છે. એ મિથ્યાત્વને સમ્યગ્દર્શનરૂપી સંવર જીતે છે. એમાં વિશેષ શુદ્ધિરૂપ નિર્જરા ફેલાય છે.
નિર્જરાના ત્રણ પ્રકાર છે. (૧) અંશે શુદ્ધિની વૃદ્ધિરૂપભાવ, (૨) અંશે અશુદ્ધિની હાનિ, અને (૩) જડ
કર્મોની અંશે હાનિ.
એકલા શુભભાવથી પાપની નિર્જરા થતી નથી. મોટું પાપ તો અતત્ત્વશ્રદ્ધારૂપ મિથ્યાઅભિપ્રાય છે.
ત્રિકાળ નિર્વિકાર જ્ઞાનસ્વભાવથી પોતાને એકરૂપ માને અને રાગાદિથી જુદો જાણી, જ્ઞાનસ્વભાવમાં
અધિકપણે વર્તે તે જ્ઞાની છે. કર્મનું જોર હોય તે આત્મામાં ન વર્તી શકે એવું કોઈ કાળે બનતું નથી, પણ
અજ્ઞાન વડે આ જીવ જ ઊંધી માન્યતા કર્યા કરે છે. રાગ, દ્વેષ, પુણ્ય, પાપ મારાં અને હું એનો કર્તા, એમ
આસ્રવની ભાવનારૂપ અપરાધ જીવ પોતે જ કરે છે. એકેન્દ્રિય નિગોદ દશામાં પણ જીવ પોતાના દોષથી રખડે
છે. ગોમ્મટસાર શાસ્ત્રમાં લખ્યું છે કે “ભાવ કલંક સુપ્રચુરા નિગોદ વાસં ન મુંચતિ” ત્યાં પોતાના મલિન
ભાવોની ઉગ્રતાથી નિગોદસ્થાનને જીવ છોડતો નથી. એમ કહ્યું છે. કોઈ એમ માને છે કે અસંજ્ઞી પંચેન્દ્રિય
સુધીના જીવને જડકર્મનું જોર છે. ત્યાં સ્વતંત્ર નથી, પુરુષાર્થ નથી. તો એ વાત ત્રણે કાળે જૂઠ છે.
નિગોદવાસમાં પણ દરેક જીવ ચૈતન્યમૂર્ત્તિ ભગવાન સમાન જ છે. પણ વર્તમાન ભૂલરૂપે થયો થકો
ભેદજ્ઞાનના અભાવથી જ રખડે છે. દેહ, મન, વાણી, શુભાશુભ વિકલ્પ એ ચૈતન્યસ્વભાવથી ભિન્ન છે, તેની
વિરુદ્ધ જાતિ છે–તેમ નહિ માનતાં તેમાં એકત્વબુદ્ધિ કરવી, પરાશ્રયથી લાભ માનવો એ સંસારમાં રખડવાનું
કારણ છે, કોઈ બીજાએ રખડાવ્યો છે એમ નથી.
અંતરંગમાં પ્રગટ ચૈતન્યજ્ઞાનઘન વસ્તુ ત્રણેકાળે પરદ્રવ્ય–પરભાવથી ભિન્ન છે, એમ ભાન કરી
અંતરમાં ઢળવાથી નિશ્ચયથી સમ્યગ્દર્શન–ભેદજ્ઞાન થાય છે. શુક્લધ્યાન અને મોક્ષપણ ભેદવિજ્ઞાનથી પમાય
છે. સર્વત્ર હિતનો ઉપાય એક જ પ્રકારે છે. હિતનું કારણ પોતે જ છે. અહિતનું અર્થાત્ રખડવાનું કારણ પોતે
જ છે. કાંઈ જડકર્મ અને કુગુરુથી રખડયો એમ નથી.
ભેદજ્ઞાનીને આ લોક કે પરલોકનો ભય હોતો નથી. પણ નિત્ય નિર્ભય જ્ઞાતાસ્વભાવના આશ્રયે
સાવધાન વર્તે છે. તેથી સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિરૂપ નિર્જરા થાય છે. સ્વરૂપણાને લીધે ચૈતન્ય અસ્તિપણે
અને રાગાદિ પરભાવો પરપણે–વિરુદ્ધપણે જણાય છે.
ભેદજ્ઞાન વિના જન્મ, જરા, મરણનો અંત નથી. જેવું સર્વજ્ઞના આગમમાં કહ્યું છે તેવું જ ગુરુગમે
પ્રમાણ કરી યુક્તિ અને સ્વાનુભવ વડે નિઃસંદેહ ભાવભાસન થવું તે ભેદવિજ્ઞાન છે. એ વિના વિકલ્પ અને
શબ્દોની ધારણા રાખી માને કે અમને સાચું જ્ઞાન છે તો તે ભ્રમ છે. (યુક્તિ–નય–પ્રમાણદ્વારા)
અહો! પરાશ્રય વિનાનો ચૈતન્યઆત્મા અત્યારે પણ દેહથી અને રાગાદિથી ભિન્નપણે છે, વર્તમાન
દશામાં શુભ–અશુભભાવ (પુણ્યપાપ) હોવા છતાં તેનાથી જુદા છે. પૂર્ણસ્વભાવની નિર્મળ શ્રદ્ધા–જ્ઞાનવડે
પોતામાં એકમેક વર્તે છે. પુણ્ય–પાપ, વ્રત–અવ્રતના ભાવ બધા આસ્રવતત્ત્વ છે, ચૈતન્ય તેનાથી ભિન્ન છે.
વર્તમાન ભૂમિકાના (દશાના) પ્રમાણમાં ભિન્ન ભિન્ન વિકલ્પ આવે છે તે રૂપે થનારો હું નથી, પણ તેને
જાણનાર હું છું, સ્વાશ્રયે વર્તતું જ્ઞાન સર્વ રાગાદિથી અધિક છે અને સ્વભાવમાં અભેદતા–એકતાને અભિનંદે
છે.
આ ચૈતન્ય (જ્ઞાતાદ્રવ્ય) સ્વરૂપ લોક બહારમાં ક્્યાંય વ્યાપક નથી પણ અંતરંગમાં સર્વ કાળે પ્રગટે
છે, અને પોતાના અનંત જ્ઞાનાદિ ગુણમાં વ્યાપક છે, વળી તે સર્વજ્ઞતાની શક્તિ સહિત છે, જે પ્રગટ થતાં
તેના જ્ઞાનમાં ત્રણકાળ–ત્રણલોકવર્તી સમસ્ત દ્રવ્ય–ગુણપર્યાય એક સાથે અત્યંત સ્પષ્ટપણે જણાય છે, એવો
આત્મા અત્યારે પણ પોતાના સકલ વ્યક્ત સ્વભાવ સહિત છે. આનો નિર્ણય કરવામાં ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન
અને જ્ઞાતાપણાનો સાચો પુરુષાર્થ આવે જ