Atmadharma magazine - Ank 225
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 29

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૪૮૮
તેઓ બધા ભેદજ્ઞાનથી જ પામ્યા છે. કોઈપણ પ્રકારનો રાગ તે અપરાધ છે. દયા, દાન, વ્રત, તપ, પૂજા,
ભક્તિના શુભભાવ હો કે હિંસા, જુઠ, ચોરી આદિના અશુભ (પાપ) ભાવ હો તે બંને આસ્રવ છે.
અનાત્મા છે. હું તેનાથી જુદો છું, અસંગ, અવિકારજ્ઞાનમય છું એવું ભાન કરીને અંતર્મુખ થવું–એ સંવર
નિર્જરા છે. એ વિના વ્રત આદિના શુભભાવને વ્યવહાર ધર્મનો આરોપ પણ આવતો નથી. બહારમાં
શુભભાવ તથા દેહની ક્રિયાથી અથવા તેના આધારે ધર્મ થાય એમ જે માને તેને અભવ્ય સમાન
અનાદિનો મિથ્યા અભિપ્રાય જ છે.
પ્રથમ પાપને છોડી, પુણ્ય કરીએ તો હળવે હળવે નિશ્ચય ધર્મ થશે એમ માનનારા પણ રાગને–
અનાત્માને આત્મા માને છે. પુણ્યમાં ધર્મ નથી માટે પાપ હોય તો વાંધો નથી. એમ વાત નથી. ઊંધી
ખતવણી, ઊંધી માન્યતાનું પાપ કેવી રીતે છે તે બતાવવામાં આવે છે. હિત–અહિતરૂપ પોતાના જ ભાવ છે.
તેને જે જાણતો નથી તેથી જીવ તો સર્વત્ર ભય અને દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાનીને ભય હોતો નથી, કારણ
કે તેઓ સદાય સર્વ પ્રકારનાં પુણ્ય–પાપ અને તેના ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે (શુભાશુભ
આસ્રવ પ્રત્યે) અત્યંત નિરપેક્ષ વર્તે છે. નિત્ય જ્ઞાતા સ્વભાવની અપેક્ષા અને સમસ્ત વિભાવ વ્યવહારથી
ઉપેક્ષારૂપ આત્મભાવમાં બળવાનપણું છે. તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક, દ્રઢ નિશ્ચયવાળા હોવાથી
અત્યંત નિર્ભય હોય છે.
આલોક–પરલોકના ભય કેમ હોતા નથી? તેનું કાવ્ય કહે છે. આ ચૈતન્ય સ્વરૂપ લોક જ પરથી
ભિન્નપણે પરિણમતા આત્માનો લોક છે. જેટલું સ્વજ્ઞેય છે તેટલો જ લોક છે. જે શાશ્વત અને સર્વદા પ્રગટ છે.
સંગ અને વિકાર વિનાનો માત્ર ચિત્તસ્વરૂપ જ્ઞાનાનંદથી પરિપૂર્ણ જ્ઞાયક તે જ મારો ચિત્તસ્વરૂપ લોક છે. તેમાં
જ એકત્વને અનુભવતો જ્ઞાની વિચારે છે કે આ અવિનાશી, સમસ્ત પરદ્રવ્યરૂપ લોકથી જુદો જ્ઞાનસ્વરૂપ લોક
કે જે સદા અંતરંગમાં પ્રગટ છે તે જ મારો લોક છે, તેનાથી બીજો કોઈ લોક કે પરલોક મારો નથી. આમ
સાવધાનતાથી જાણે છે, તેથી જ્ઞાનીને આ લોક કે પરલોકનો ભય ક્્યાંથી હોય? ભૂમિકાને યોગ્ય શુભાશુભ
રાગ આવે છે. તેથી મારું ભેદજ્ઞાન નાશ થઈ જશે એવો ભય પણ જ્ઞાનીને હોતો નથી. તે તો પોતે
જ્ઞાનસ્વભાવની અધિકતાથી નિરંતર, નિશંક–નિર્ભય વર્તતો થકો સહજ જ્ઞાનને જ સદા અનુભવે છે. વર્તમાન
દશામાં જ્ઞાન છે. તે દ્વારા સ્વસન્મુખ થઈને સ્વજ્ઞેય તરીકે પોતાના આત્માને જાણે છે કે આ મારો સ્વલોક છે,
તે જ મારું અવિચલ ધુ્રવ જ્ઞાનધામ છે, શાશ્વત શરણ છે. તેના આશ્રયથી સર્વ સમાધાન અને નિઃશંકતા–
નિર્ભયતા હોય છે.
એ વિના ત્યાગી સાધુ અનંતવાર થયો તો પણ અશંમાત્ર રાગના અભાવરૂપે નિઃશંક નિર્ભય થયો
નહિ.
“મુનિવ્રતધાર અનંતવાર ગ્રૈવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો”
વ્રતાદિ તથા દયા, દાન, પૂજા, ભક્તિના વિકલ્પ જે આસ્રવતત્ત્વ છે તેને હિતકર માની મંદ કષાય કરી
નવ ગ્રૈવયક સુધી ગયો, પણ આત્માની યથાર્થ સમજણ કરી નહિ તેથી લેશ માત્ર પણ સુખ પામ્યો નહિ.
પોતે અનાદિથી છે. શુભાશુભભાવ (પુણ્યપાપ) કરતો આવ્યો છે. તેના ફળમાં ક્્યાં હતો, તેની
અત્યારે ખબર નથી. તેથી શું ત્યાં પોતે ન હતો? અનંત પુદ્ગલ પરાવર્તનમાં ૮૪ લાખ યોનિ (ઉત્પત્તિ
સ્થાન) માં એકલો દુઃખ ભોગવતો હતો. પુણ્ય–પાપના વેદનમાં આખો ખોવાઈ ગયો હતો. ભેદજ્ઞાન
વિના પ્રાણ ધારણરૂપ દીનતાવડે અનંત કાળથી રખડે છે. પાપમાં હાર્યો ને જરા પુણ્યની સામગ્રી મળી,
શુભભાવ થયા તો હું જીતી ગયો–એમ અજ્ઞાની એ માની લીધું. મિથ્યાત્વરૂપી યોદ્ધાએ મોટા મોટા પંડિત,
ત્યાગી બધાને