: ૧૮ : આત્મધર્મ : ૨૨૬
*ધર્મીનો આત્મતરફ વળેલો ભાવ પણ જો કર્મબંધનું નિમિત્ત થયા કરે તો તો કર્મ છૂટે ક્્યારે? ને
આત્મા આત્મારૂપ થાય ક્્યારે? સ્વભાવ તરફ વળતાં કર્મનું નિમિત્તપણું છૂટી જાય છે.
આત્માનો સ્વભાવ એવો નથી કે કર્મનો નિમિત્ત થાય. જો સ્વભાવથી આત્મા કર્મનો નિમિત્ત હોય તો
તો જગતમાં જ્યાં જ્યાં કર્મ વગેરે કે ઘડો–વસ્ત્ર–રથ–કુંડળ વગેરે કાર્ય થાય ત્યાં ત્યાં તેની સન્મુખ રહેવું પડે,
એટલે સ્વસન્મુખ થવાનો અવસર જ રહે નહિ. પરના કાર્યમાં નિમિત્તપણે ઉપસ્થિત થયા કરે એટલે પર
સન્મુખ જ રહ્યા કરે ને સ્વસન્મુખતા તો થાય જ નહિ, પરપ્રકાશપણું જ એકાંત રહ્યા કરે ને સ્વપ્રકાશન તો
થાય નહિ, એટલે સમ્યગ્જ્ઞાન થાય નહિ. માટે સ્વભાવથી આત્મા પરના કાર્યનો નિમિત્ત છે એવી જેની દ્રષ્ટિ
છે તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાત્વભાવે વિકારનો કર્તા થઈને તે કર્મના બંધનમાં નિમિત્ત થાય છે; પણ તે
મિથ્યાત્વભાવને ‘આત્મા’ કહેતા નથી. જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા તે જ ખરેખર આત્મા છે, ને તે
આત્મા કર્મબંધનનો કે પરનાં કાર્યનો નિમિત્ત કર્તા પણ નથી.
મારો આત્મા નિમિત્તથી તો પરનો–કર્મનો કર્તા છે ને?–આવી જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિ વિકાર
ઉપર છે, તેની દ્રષ્ટિ આત્માના સ્વભાવ ઉપર નથી. તેને તો હજી વિકાર કરવો છે ને કર્મનું નિમિત્ત થવું
છે, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાતાપણે નથી રહેવું. અજ્ઞાની પરનો નિમિત્ત થવા જાય છે તેમાં
સ્વસન્મુખજ્ઞાનને ચૂકી જાય છે ને વિકારના કર્તૃત્વમાં અટકી જાય છે. જ્ઞાની તો “મારો આત્મા
નિમિત્તપણે પણ પરનો કર્તા નથી” એમ જાણીને ઉપયોગને પરથી પાછો વાળી સ્વભાવમાં જ ઉપયોગને
વાળે છે એ રીતે સ્વભાવ તરફ વળેલો સ્વ–પરપ્રકાશક ઉપયોગ પોતે તો પરના કાર્યનો નિમિત્તકર્તા
નથી થતો, પરંતુ ઉલટું પરજ્ઞેયોને જ્ઞાતાપણે જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
જુઓ તો ખરા, દ્રષ્ટિ બદલી ત્યાં બધું બદલી ગયું, પહેલાં પોતે અજ્ઞાનભાવે પરનો નિમિત્ત થતો,
તેને બદલે હવે પરને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે. સ્વ–પરપ્રકાશક સામર્થ્ય વડે પરને જ્ઞેયપણે
જ જાણતો થકો તેને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે.
*કુંભાર ઘડાનો તન્મયપણે તો કર્તા નથી; પણ નિમિત્તપણે તો કર્તા છે ને?–એના ઉત્તરમાં ત્રણ વાત
છે.
*તેનો ત્રિકાળી આત્મા તો ઘડાનો નિમિત્તપણે પણ કર્તા નથી. હવે પર્યાયમાં બે પ્રકાર.
* જો ત્યાં કુંભારનો આત્મા સમ્યગ્દ્રષ્ટિ હોય તો તે સમ્યગ્દ્રષ્ટિની નિર્મળ પરિણતિ તો ચૈતન્ય સાથે જ
અભેદ થઈ છે તેથી તેની પર્યાય પણ ઘડાની નિમિત્તકર્તા નથી. યોગ અને કષાયભાવો તો સ્વભાવથી
ભિન્નપણે હોવાથી તે કાળે જ્ઞાની તેનો અકર્તા છે.
* અને તે કુંભાર જો મિથ્યાદ્રષ્ટિ હોય તો તે અજ્ઞાનભાવે યોગ અને કષાયનો કર્તા થાય છે (યોગ
અને ઉપયોગ એમ કહ્યું છે તેમાં ઉપયોગ તે કષાયરૂપ વ્યાપાર છે), એવા યોગ અને ઉપયોગ તે કર્મ વગેરેના
(નિમિત્ત છે. પણ એ નિમિત્તપણાનું કર્તૃત્વ તો અજ્ઞાનભાવમાં છે, ને તે અજ્ઞાનભાવને તો ‘આત્મા’ જ
કહેતા નથી. જ્ઞાનસ્વભાવી આત્મા તો અકર્તા જ છે.
* અહા, યોગ અને મલિન ઉપયોગનું કર્તાપણું પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. જે નિર્મળપર્યાય પ્રગટી
તેમાં પણ તે મલિનતાનું કર્તૃત્વ નથી; તો પછી વિકાર વગર આત્મા ઘટ–પટ કે કર્મનો નિમિત્તકર્તા કેમ હોય?
કર્મનું નિમિત્ત તો યોગ અને કષાય છે, તેથી નિમિત્તકર્તાપણું તેને જ લાગુ પડે છે કે જે યોગ અને કષાયનો
કર્તા થઈને પરિણમે છે.
* કર્મની પર્યાય થઈ તે તેનો નિશ્ચય, અને હું તેનો નિમિત્તપણે વ્યવહાર કર્તા–જુઓ, આ અજ્ઞાનીની
ઊંધી દ્રષ્ટિ! તેની પર્યાયમાં વિકારનું કર્તૃત્વ કદી છૂટતું નથી.
* જ્ઞાની તો જાણે છે કે હું સ્વ–પર પ્રકાશક જ્ઞાતા, ને જગતના પદાર્થો જ્ઞેય તરીકે મારા નિમિત્ત! મારી
સ્વ–પર પ્રકાશક શક્તિ ખીલી તે નિશ્ચય, અને પરજ્ઞેય નિમિત્તરૂપ તે વ્યવહાર.