Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 27

background image
શ્રાવણ : ૨૪૮૮ : ૧૭ :
જ્ઞાની જ્ઞાનના
જ કર્તા છે
જ્ઞાની અબંધપરિણામી છે; અબંધપરિણામી એવા જ્ઞાનીના
જ્ઞાનમયપરિણામ કર્મ વગેરેનાં નિમિત્ત પણનથી–એમ
સમજાવીને જ્ઞાનીની અલૌકિક દશાનું સ્વરૂપ અહીં ઓળખાવ્યું છે.
(સમયસાર ગાથા ૧૦૦ તથા ૧૦૧ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી)
આ કર્તાકર્મ અધિકારમાં આત્માનું પરદ્રવ્ય અને પરભાવોનું અકર્તાપણું બતાવીને એકલો
જ્ઞાયકસ્વભાવ બતાવે છે; તે જ્ઞાનસ્વભાવની સન્મુખતા વડે સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવોની ઉત્પત્તિ થાય
છે, તેના ધર્મી કર્તા છે, અને તે જ ધર્માત્માનું કાર્ય છે.
ધર્મી જીવ પોતાના નિર્મળભાવોમાં વ્યાપે છે, એટલે તે નિર્મળભાવ સાથે તો વ્યાપ્ય–વ્યાપકભાવે
કર્તાપણું છે; અજ્ઞાની મલિનભાવો કરીને તેનો કર્તા થાય છે. પરંતુ પરદ્રવ્યની પર્યાયમાં તો કોઈ આત્મા
વ્યાપતો નથી, એટલે પરનું કર્તાપણું તો છે જ નહિ.
હવે કોઈ પૂછે કે આત્મા પરમાં વ્યાપક થઈને તેને ભલે ન કરે, પરંતુ નિમિત્તપણે તો પરનો કર્તા
છે ને? નિમિત્ત–નૈમિત્તિક ભાવથી તો કર્તાકર્મપણું છે ને?–તો તેનો ઉત્તર આપતાં આચાર્યદેવ ૧૦૦ મી
ગાથામાં કહે છે કે ભાઈ, જ્ઞાનસ્વભાવી આત્મા ખરેખર નિમિત્તપણે પણ પરનો કર્તા નથી. વિકારને
ખરેખર આત્મા કહેતા નથી, નિર્મળપર્યાયમાં અભેદ થયો તેને જ આત્મા કહીએ છીએ, ને એવો
‘આત્મા’ પરસન્મુખ નહિ પરિણમતો થકો કર્મ વગેરે પરનો નિમિત્ત પણ થતો નથી. આ ગાથામાં
અદ્ભુત અલૌકિક વાત છે.
* પ્રથમ, ઉપાદાનપણે તો આત્મા આઠ ધર્મ વગેરે પરદ્રવ્યની પર્યાયનો કર્તા નથી.
* બીજું, આત્મા જો સ્વભાવથી કર્મ વગેરે પરનો નિમિત્ત હોય તો પરનું નિમિત્તપણું ત્રણે કાળ
રહ્યા જ કરે, એટલે સદાય પરની સન્મુખતા રહ્યા જ કરે, ને સ્વભાવમાં અભેદ થવાનો પ્રસંગ ન રહે.
* યોગ અને વિકારી ઉપયોગ તે કર્મના નિમિત્ત છે, પરંતુ જ્ઞાની ધર્માત્મા તો તે યોગ અને
વિકારી ઉપયોગના પણ કર્તા નથી, તો પછી તે કર્મના નિમિત્તકર્ત્તા કેમ હોય? નિર્મળ ઉપાદાનમાંથી
વિકારનું કર્ત્તાપણું છૂટી ગયું છે, તેથી વિકારના નિમિત્તે બંધાતા કર્મનું નિમિત્તકર્તાપણું પણ તે
ધર્માત્માને છૂટી ગયું છે.
* અજ્ઞાનીના ક્ષણિક યોગ અને વિકારી ઉપયોગ જ કર્મના નિમિત્ત છે, પણ તે વિકારને ખરેખર
આત્મા કહેતા નથી.