Atmadharma magazine - Ank 226
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 27

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૨૬
સુખ બરાબર પણ નથી. સિદ્ધોનું તે સુખ ફકત આત્માથી જ ઉત્પન્ન થાય છે. બાધા રહિત છે; કર્મોનાં
ક્ષયથી ઉત્પન્ન થાય છે; પરમ આનંદરૂપ છે; અનુપમ છે; અને સૌથી શ્રેષ્ઠ છે.
જે સિદ્ધ પરમેષ્ઠી બધા પરિગ્રહોથી રહિત છે; શાંત છે અને અભિલાષારહિત છે, જ્યારે તેઓ સુખી
માનવામાં આવે છે, તો અહમિન્દ્રપદમાં તો સુખ પોતાની મેળેજ સિદ્ધ થાય છે.
ભાવાર્થ:– મોક્ષનું સુખ અને અહમિન્દ્રનું સુખ એ બન્નેમાં મહા અંતર છે. તો પણ શ્રેષ્ઠતા બતાવવા માટે
અહમિન્દ્રનાં સુખને મોક્ષનાં સુખની સમાન બતાવ્યું છે. આ સંસારમાં જીવોને જે સુખદુઃખ થાય છે તે બન્ને
પોતપોતાના કર્મબંધથી મળેલા વિષયોમાં લીનતા અનુસાર થયા કરે છે. એવું શ્રી અર્હંત ભગવાને કહ્યું છે.
જેવી રીતે ખાધેલું એક જ અનાજ મધુર અને કડવા રૂપથી બે પ્રકારનો રસ આપે છે. (જોવામાં આવે
છે) એવી રીતે એ પુન્ય અને પાપરૂપી કર્મોનો પણ ક્રમથી સુખદાયી અને દુઃખદાયી વિપાક (ફળ) જોવામાં
આવે છે. પુન્યકર્મોનું ઉત્કૃષ્ટ ફળ સર્વાર્થસિદ્ધિમાં અને પાપકર્મોનું ઉત્કૃષ્ટ ફળ સાતમી નરકનાં નારકીઓને
જાણવું જોઈએ. પુન્યનું ઉત્કૃષ્ટ ફળ પરિણામોને શાંત રાખવાથી, ઈન્દ્રિયોને દમન કરવાથી અને નિર્દોષ
ચારિત્રપાલન કરવાથી પુણ્યાત્મા જીવોને પ્રાપ્ત થાય છે. અને પાપનું ઉત્કૃષ્ટફળ પરિણામોમાં શાંતિ નહીં
રાખવાથી, ઈન્દ્રિયોનું દમન નહીં કરવાથી તથા નિર્દોષ ચારિત્ર પાલન નહી કરવાથી પાપી જીવોને પ્રાપ્ત થાય
છે. જેવી રીતે ઘણાં જ અલ્પકાળમાં જિનેન્દ્ર લક્ષ્મી (તીર્થંકરપદ) પ્રાપ્ત કરવાવાળા આ વજ્રનાભીએ શમ,
દમ અને ચારિત્રની વિશુદ્ધિ માટે આળસ રહિત થઈ શ્રી જિનેન્દ્રદેવની કલ્યાણ કરવાવાળી આજ્ઞાનું ચિંતવન
કર્યું હતું એ જ પ્રકારે અનુપમ સુખના અભિલાષી દુઃખના ભારને છોડવાની ઈચ્છા કરવાવાળા બુદ્ધિમાન
વિદ્વાન પુરુષોએ પણ નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન અને શાન્તિપૂર્વક શમ, દમ અને યમની વિશુદ્ધિને માટે
આળસરહિત થઈ કલ્યાણકારી શ્રી જિનેન્દ્રદેવની આજ્ઞાનું ચિંતવન કરવું જોઈએ. અને નિરન્તર સર્વજ્ઞ
વીતરાગ કથિત સ્વતંત્રતા, યથાર્થતા અને વીતરાગતાનું ગ્રહણ કરવામાં સાવધાન રહેવું જોઈએ.
મોક્ષનું કારણ.
શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામે શ્રાવકાચારમાં કહ્યું છે કે–
दर्शन नमात्मविनिश्वितिरात्मपरिज्ञानमिष्यते बोधः।
स्थितिरात्मनि चारित्रं कुतः एतेभ्यो भवति बन्धः।। २१३।।
અર્થ:– પોતાના આત્માના સ્વરૂપનો વિનિશ્ચય તે સમ્યગ્દર્શન છે,
આત્મસ્વરૂપનું પરિજ્ઞાન (વિશેષ જ્ઞાન) તે સમ્યગ્જ્ઞાન છે તથા આત્મસ્વરૂપમાં લીન
થવું તે સમ્યગ્ચારિત્ર છે. એ ત્રણે આત્માનું જ સ્વરૂપ છે, તેનાથી બંધન કેમ થાય?
ન જ થાય.
ભાવાર્થ:– રત્નત્રય (નિરૂપણ અપેક્ષાએ) બે પ્રકારે છે.
(૧) દેવશાસ્ત્રગુરુ તથા સાતતત્ત્વોનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે અને
તત્ત્વોનું સ્વરૂપ જાણી લેવું તે વ્યવહાર સમ્યગ્જ્ઞાન છે તથા અશુભ ક્રિયાઓથી
પ્રવૃત્તિને હઠાવીને શુભ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહાર સમ્યગ્ચારિત્ર છે, એ તો
થયાં વ્યવહાર રત્નત્રય,
(૨) આત્મસ્વરૂપનું શ્રદ્ધાન તે નિશ્ચય સમ્યગ્દર્શન તથા આત્મસ્વરૂપનું
જ્ઞાન તે નિશ્ચય સમ્યગ્જ્ઞાન અને આત્મામાં પરિણમન તે નિશ્ચય સમ્યગ્ચારિત્ર–આ
નિશ્ચય રત્નત્રય છે. તે જીવોને કર્મોથી છૂટવાનું (મોક્ષનું) કારણ છે, કિન્તુ કર્મોનાં
બંધનું કારણ નથી.