શ્રાવણ : ૨૪૮૮ : ૨૧ :
બોધિ દુર્લભ ભાવના
જૈસે પુરુષ કોઈ ધન કારણ, ૧હીંડત દ્વીપ દ્વીપ ચઢ યાન,૨
આવત હાથ રત્ન ચિન્તામણિ, ડારત ૩જલધિ જાન પાષણ;
તૈસે ભ્રમત ભ્રમત ભવ સાગર, પાવત નર શરીર પરધાન,
ધર્મ યત્ન નહિં કરત ‘બનારસિ’ ખોવત ૪બાદિ જન્મ અજ્ઞાન. ૧
જ્યોં મતિહીન વિવેક વિના નર, સાજિ મતંગજ ઈંધન ઢોવૈ,
કંચન ભાજન ધૂલિ ભરૈ શઠ મૂઢ સુધારસ સોં પગ ધૌવે;
બાહિત કાગ ઉડાવન કારણ, ડારિ મહામણિ મૂરખ રૌવે,
ત્યોં યહ દુર્લભ દેહ “બનારસિ” પાય અજાન અકારથ ખોવૈ. ૨
અર્થ:– જેમ અજ્ઞાની અત્યંત દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ સર્વજ્ઞ વીતરાગ કથિત સ્વાધીન ધર્મને
પ્રાપ્ત કર્યા વિના વ્યર્થ જ ખોવે છે તે મતિહીન શઠ અવિવેકીની જેમ માનો કે હાથી મળ્યો તેને સજાવી ઉપર
છાણાં લાકડાં ભરી તેની પાસે ગધેડાનું કામ કરાવે છે; અથવા સોનાની થાળી ભેટ મળી તો તેનો ધૂળ ભરવા
માટે ઉપયોગ કરે છે; કોઈ જન્મથી ગલત કોઢ રક્તપિતનો મહા રોગી તેને વૈદરાજે પીવા માટે અમૃતનો કૂપો
ભરીને આપ્યો તો પગ ધોવામાં બગાડે છે. મહ કષ્ટે ચિંતામણિ રત્ન મળ્યું તો કાગડાને ઉડાવવા માટે ફેંકી
પછી તે રત્ન પાછું નહિં મળવાથી રુવે છે.
જ્યોં જડમૂળ ઉખાડી કલ્પ તરુ, બોવત મૂઢ ધતુરકો ખેત,
જ્યોં, ગજરાજ બેચિ ગિરવર સમ, કૂર કુબુદ્ધિ મોહ ખર લેત;
જ્યોં છાંડિ રતન ચિતામણિ, મૂરખ કાચ ખંડ મન દેત,
તૈસે ધર્મ વિકાર ‘બનારસિ’ ધાવત અધમ વિષય સુખ હેત. ૩
અર્થ:– જે અધમ પાપ બુદ્ધિવાન જીવ, સર્વજ્ઞ વીતરાગ કથિત સુશર્ણરૂપ ધર્મને છોડીને પરથી સુખ
દુઃખ માનીને વિષય સુખ ભોગવવા માટે દોડે છે તે મહા મૂર્ખ છે તે શું કરે છે કે–જેમ કોઈને કલ્પવૃક્ષ ફળ્યું તે
ઉત્તમ વૃક્ષને જડમૂળથી ઉખાડીને ત્યાં ધતૂરાનું ખેતર વાવે છે, અથવા તે કૂરબુદ્ધિ (દુષ્ટ–જડમૂર્ખ; ખરાબ
બુદ્ધિવાન.) પર્વત સમાન ઉત્તમ હાથીને વેચીને તેના બદલામાં ગધેડો ખરીદ કરે છે અથવા–મૂર્ખજન હાથમાં
આવેલા ચિન્તામણિ રત્ન છોડીને કાચના ટૂકડાને ગ્રહણ કરે છે.
જ્યોં જલ બૂડત કોઈ, વાહન તજ પાહણ ગ્રહૈ,
ત્યોં નર મૂરખ કોઈ, ધર્મ છાંડિ સેવત વિષૈ.
અર્થ:– જેમ કોઈ જળમાં બૂડતાને વહાણ મળે તે છોડીને પથ્થરને પકડે તેમ જે મૂર્ખ છે તે જ સર્વજ્ઞ
વીતરાગ કથિત મોક્ષમાર્ગરૂપ ધર્મને છોડીને પુણ્ય પાપને હિતકર જાણે છે–અર્થાત્ વિષય સેવન કરે છે.
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
૧ ફરે છે, ૨. વાહન; જહાજ, ૩ સમુદ્ધ, ૪ વ્યર્થ