Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
ભાદરવા : ૨૪૮૮ : ૧૩ :
નિમિત્ત દેખીને શુભભાવને વ્યવહારે સાધન કહેવાય છે પણ ખરેખર તે સાધન નથી.
વિકલ્પ ઊઠે છે તે લક્ષણ બંધનું છે અને સ્વભાવમાં એકાકાર થવું તે સ્વલક્ષણ ચૈતન્ય આત્માનું છે.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે. તે અન્ય દ્રવ્યોમાં ભેળસેળ નથી, ચૈતન્ય બીજા દ્રવ્યોમાં નથી.
આત્માનું ચૈતન્ય લક્ષણ ચૈતન્ય ગુણમાં વ્યાપીને પ્રવર્તે છે તે સહવર્તી જ્ઞાન ગુણ છે કેમકે એમને એમ
રહે છે અને નિવર્તતું થકું જે જે પર્યાય (ભાવ) ને ગ્રહણ કરે એટલે પૂર્વ પર્યાયથી નિવર્તતું થકું નવી પર્યાયને
ગ્રહણ કરીને નિવર્તે છે; (નવી પર્યાયને ગ્રહણ કર્યા વિના નિવર્તે એમ થતું નથી) અહીં જ્ઞાનની પર્યાયની
વાત છે. વિકારની વાત નથી.
આત્માનું ચૈતન્ય લક્ષણ એમ ને એમ રહેતું થકું રહ્યું છે અને નવી પર્યાય ગ્રહણ કરતું થકું, જુની
પર્યાયથી નિવર્તતું થકું એમાંને એમાં ગુણ પર્યાયમાં પ્રવર્તે છે–નિવર્તે છે.
આ મૂળમાર્ગ જેને સાંભળવા મળે નહિ, વિચારવાનો પ્રસંગ રહે નહિ તેને સમ્યગ્દર્શન થાય ક્્યાંથી?
ન જ થાય. તારા અજ્ઞાનનો પણ મહિમા એવો છે કે અશુદ્ધતા પકડે તો છોડતો નથી, જેમ મકોડો ઢીંઢું ટૂટી
જાય તો પણ પક્કડ છોડે નહિ તેમ.
સર્વજ્ઞ ભગવાને વ્યવહારનું વિધાન કહ્યું જ નથી, ભગવાને તો ચારે અનુયોગમાં પોતાના
ચૈતન્યસ્વરૂપની અનુભૂતિનું જ વિધાન કહ્યું છે.
સાથે રહેનારા ગુણ અને ક્રમે પ્રવર્તતી પર્યાયો તે બધું આત્મા છે તેમ લક્ષિત કરવું–લક્ષણથી ઓળખવું
કારણ કે આત્મા ચૈતન્ય લક્ષણથી લક્ષિત છે. રાગ લક્ષણથી લક્ષિત નથી. જો આત્માનું લક્ષણ રાગ હોય તો તે
સદા સાથે રહેવું જોઈએ અથવા સિદ્ધ દશામાં પણ રહેવું જોઈએ પણ તેમ બનતું નથી. પુણ્યપાપની પર્યાયો તે
બંધતત્ત્વ છે. તે પર્યાયો ખરેખર આત્માની નથી.
વળી તે કર્મથી પણ થઈ નથી, તે તો પરલક્ષે થયેલ ઔપાધિક ભાવ છે. ભગવાને કહ્યું કે તારું જ્ઞાન
સ્વરૂપ અંદર પડ્યું છે તે જ તારું શરણ છે, બહારમાં ક્્યાંય શરણ નથી, પવિત્રતાની પ્રાપ્તિ કરનાર અને
અપવિત્રતાનો નાશ કરનાર આત્મા પોતે જ મંગળિક સ્વરૂપ છે.
સહવર્તી જ્ઞાન અને ક્રમવર્તી પર્યાયો સાથે ચેતનનું અવિનાભાવપણું હોવાથી ચિન્માત્ર આત્મા છે એમ
નિશ્ચય કરવો. તે જ આત્માનું નિયત સ્વલક્ષણ છે. હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવાય છે.
બંધનું લક્ષણ આત્મદ્રવ્યથી જુદું છે, વ્યવહાર રત્નત્રય પણ આત્મદ્રવ્યથી ભિન્ન છે તે રાગ લક્ષણથી
લક્ષિત છે. પણ વીતરાગ ન થાય ત્યાં સુધી વચ્ચે વ્યવહાર રત્નત્રય આવે છતાં તે બંધ ભાવ છે, તે ચૈતન્ય
લક્ષણથી લક્ષિત નથી. ભગવાનની પૂજા, જાત્રા, દયા, દાન આદિના ભાવ તે વીતરાગ ભાવ નથી, તે બધા
શુભરાગ છે, તેમાં ધર્મ માનવો તે મિથ્યાત્વ છે.
દયા–દાનાદિ ભાવોનું કર્તવ્ય મારું અને તેનાથી મને ધર્મ થાય એમ સ્વીકારે તે મિથ્યાત્વ છે, તે બંધનું
લક્ષણ છે માટે આત્મા સાથે રાગાદિ સાધારણપણું ધારતા નથી, એકપણે ભાસતા નથી, કારણ કે તેઓ સદાય
ચૈતન્ય ચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું નિધાન છે, તેનું અને રાગનું એકપણું ભાસતું નથી. એક
અનાકુળતા અને બીજી આકુળતા બન્ને એક નથી, એક હોય તો છૂટા પડી શકે નહિ,–
વળી જેટલું ચૈતન્ય એટલે જાણકસ્વભાવ, આત્માનાં સમસ્ત પર્યાયમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા
રાગાદિ વ્યાપતા પ્રતિભાસતા નથી. તે બન્નેનું ભિન્નપણું જેને ભાસ્યું તેનો અલ્પકાળે અવશ્ય મોક્ષ થાય છે.
આ ધર્મની ક્રિયા છે, તારી શુદ્ધતા અને આનંદની