Atmadharma magazine - Ank 227
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 25

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૨૭
જાત, તારી પવિત્રતાની ભાત વાણીથી કદી શકાય નહિ તેવી છે. એવો આત્મા રાગાદિવૃત્તિમાં
એકમેકપણું કરીને પડ્યો છે તે સંસાર છે.
આત્મામાં જેટલું ચૈતન્ય પ્રસરતું ભાસે છે તેટલા રાગાદિ પ્રસરતા ભાસતા નથી. જ્યાં જ્યાં
આત્મા ત્યાં ત્યાં ચૈતન્યના પ્રકાશનો પુંજ છે, રાગમાં ચૈતન્યના પ્રકાશનો તથા જાગૃત ભાવનો અંશ
નથી. આત્માની બધી દશામાં રાગાદિ પ્રતિભાસતા નથી માટે રાગનો આશ્રય છોડી દે. ચૈતન્યના
આશ્રયથી આત્માની શુદ્ધતાનો લાભ થઈ શકે. વળી જ્ઞાન ઉપજે છે ત્યાં રાગ ઊપજે છે. તેનાં ક્ષેત્ર–કાળ
એક છતાં ભાવ બે છે, એક મલિન, બીજો નિર્મળ. અને ચૈત્યચેતકભાવ અર્થાત્ જાણવા યોગ્ય જ્ઞેયભાવ
અને જાણનારો જ્ઞાયકભાવ એ બેની અતિ નિકટતાને લીધે જ રાગાદિકનું ચૈતન્ય સાથે ઉપજવું થાય છે
પણ એક વસ્તુપણાને લીધે નહિ, રાગ–આસ્રવપણે છે, બંધપણે છે, ભગવાન આત્મા તો અબંધપણે છે.
સૂક્ષ્મ રાગ તેને કારણે ઊભો થાય, જ્ઞાયક તે જ કાળે જાણવા ઊભો થાય. પણ બેઉ વસ્તુ ભિન્ન છે.
ભગવાન કુન્દકુન્દાચાર્ય કહે છે કે–તારો સ્વતંત્ર સ્વભાવ રાગની રુચિવડે પરમાં ગુંગળાઈ ગયો છે,
મૂંઝાય ગયો છે, રાગાદિ બંધ સ્વરૂપે છે, ભગવાન આત્મા અબંધ સ્વરૂપે છે, તે બન્ને વસ્તુપણે એક
નથી. સાથે ઊપજવું દેખાય છે તે એક વસ્તુપણાને લઈને નહિ. તે તો જ્ઞેય જ્ઞાયકપણાને લીધે જણાય છે.
જેમ દીપક વડે પ્રકાશવામાં આવતા ઘટપટાદિ પદાર્થો દીપના પ્રકાશની બહોળતાને જાહેર કરે છે; તેમ
ચૈતન્ય વસ્તુ ધુ્રવ અનાદિ–અનંત છે. રાગ તે અજ્ઞાન છે, તેમાં જાગૃત ભાવનો અંશ નથી. રાગાદિ
આત્માવડે જણાતાં આત્માના ચેતકપણાને પ્રકાશે છે તે ચૈતન્યના સમર્થ પણાની પ્રસિદ્ધ કરે છે, રાગની
પ્રસિદ્ધિ કરતા નથી. જ્ઞાને જ્ઞાનને જાણ્યું, જ્ઞાને રાગને જાણ્યો, જ્ઞાન સ્વપર પ્રકાશક સામર્થ્યવાળું તત્ત્વ
છે. આત્મા રાગાદિને જાણતાં પોતાના જ્ઞાયકપણાની જાહેરાત કરે છે.
રાગ અને ચૈતન્યને ભિન્ન કરે તે વીતરાગમાર્ગ છે. બંધ અને અબંધ સ્વરૂપને જાણનારું જ્ઞાન તે
જ્ઞાનની બહોળતાની જાહેરાત કરે છે. જેમ કે ક્રોધ થયો ત્યારે જ્ઞાયકે જાણ્યું કે આ ક્રોધ છે. તેમાં
જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. ક્રોધ જ્ઞેય છે તેને જાણવાની તાકાત જ્ઞાનની છે. એમાં જ્ઞાતાની સ્વ–પર પ્રકાશક
તાકાતની જાહેરાત છે. જ્ઞાન પોતે પ્રસિદ્ધિ પામતું જ્ઞાયકને જાહેર કરે છે.
જ્ઞાનીને વ્યવહાર આવે પણ તેમાં વ્યવહારની પ્રસિદ્ધિ નથી, પણ જ્ઞાનની પ્રસિદ્ધિ છે.
જે જીવે આ ચૈતન્યસ્વરૂપ આત્માની વાત પણ પ્રસન્ન ચિત્તથી સાંભળી છે તે ભવ્ય પુરુષ
ભાવીમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થાય છે.
હું એક જાણનાર–દેખનાર પ્રકાશ સ્વરૂપ છું, તેમાં જણાતો રાગ તે પ્રસિદ્ધ થતો નથી પણ અબંધ
પરિણામ જાહેર થાય છે, અબંધભાવને પામેલું જ્ઞાન અબંધ ભાવને જાહેર કરે છે.
વ્યવહાર પર જ્ઞેય છે, સ્વજ્ઞેય તો (આત્મા) જ્ઞાનસ્વરૂપ છે. આમ આત્માને બંધ પરિણામથી
જુદો કરતાં તે અબંધપણાને પામે છે. અબંધપણું તે સમ્યગ્દર્શન સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ચારિત્રરૂપ છે.
આમ હોવા છતાં તે બન્નેની અત્યંત નિકટતાને લીધે ભેદ સંભાવનારૂપ ભેદજ્ઞાનનો અભાવ
હોવાથી અજ્ઞાનીને અનાદિથી એકપણાનો ભ્રમ છે, તેના કારણમાં અહીં ભેદ સંભાવનારૂપ વિવેકનો
અભાવ કહ્યો પણ બીજું કોઈ પરને કારણ કહ્યું નથી, કર્મના જોરના કારણે ભ્રમ થાય છે એમ કહ્યું
નથી.
અજ્ઞાનીને હિત–અહિત, સ્વ–પરનો ભેદ નહિ દેખાતો હોવાથી શુભ કે અશુભ ભાવમાં
એકપણાનો વ્યામોહ છે, તે વ્યામોહ પરના કારણે નથી. ભૂલ પોતે ફરી છે અને તેથી ભાંગે પણ પોતે,
તે વ્યામોહ (ભ્રમ) પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.