ભાદરવા : ૨૪૮૮ : ૧પ :
સર્વજ્ઞ વીતરાગ કથિત દ્રવ્યોનાં
કારણ – કાર્યભાવોનું નિરૂપણ
(સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા–લોકાનુપ્રેક્ષા અધિકાર)
पुव्व परिणाम जुत्तं कारण भावेण वट्टदे दव्वं।
उत्तर परिणाम जुदं तं चिय कज्जं हवे णियमा।। २२२।।
અર્થ:– પૂર્વ પરિણામ સહિત દ્રવ્ય છે તે કારણરૂપ છે. તથા ઉત્તર પરિણામ સહિત દ્રવ્ય છે તે નિયમથી
કાર્યરૂપ છે.
ભાવાર્થ:– પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પરિણમન થતું રહે છે. તેને કોઈની રાહ જોવી પડતી નથી.
પૂર્વક્ષણવર્તી દ્રવ્ય પોતે જ કારણ થાય છે અને ઉત્તરક્ષણવર્તી દ્રવ્ય કાર્ય થાય છે. જેમ લાકડું સળગીને કોલસાં
અને કોલસા સળગીને રાખ થાય છે તેમાં લાકડું તે વ્યયરૂપ કારણ છે અને કોલસા કાર્ય છે તથા કોલસા તે
વ્યયરૂપ કારણ છે અને રાખ કાર્ય છે, આપ્તમીમાંસામાં ભગવાન સમંત ભદ્રાચાર્યે કહ્યું છે કે ‘કારણનો
વિનાશ જ કાર્યનો ઉત્પાદ છે’ તેથી પહેલી પર્યાય નષ્ટ થતાં જ બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. માટે પૂર્વ પર્યાય
સહિતનું દ્રવ્ય ઉત્તર પર્યાય સહિતના દ્રવ્યનું કારણ છે અને ઉત્તર પર્યાય સહિતનું દ્રવ્ય કાર્ય છે. આ રીતે
પ્રત્યેક દ્રવ્યમાં કારણ–કાર્યભાવની પરંપરાઓ સમજવી. ૨૨૨.
હવે ત્રણે કાળના વસ્તુના કારણ–કાર્યનો નિશ્ચય કરે છે.
कारण कज्ज विसेसा तिस्सु वि कालेसु होंति वत्थूणं।
पक्के कम्मि य समये पुव्वुत्तर भाव भासिज।। २२३।।
અર્થ:– વસ્તુના પૂર્વ અને ઉત્તર (પહેલાના અને પછીના) પરિણામને પામીને (પોતાના પરિણામના
કારણે) ત્રણે કાળે પ્રત્યેક સમયમાં દરેક વસ્તુને કારણ–કાર્યભાવ હોય છે.
ભાવાર્થ:– વર્તમાન સમયમાં જે પર્યાય છે તે પૂર્વ સમય સહિત વસ્તુનું કાર્ય છે, એ જ પ્રમાણે સર્વ
પર્યાય જાણવી.
આ પ્રમાણે ત્રણે કાળે પ્રત્યેક દ્રવ્યમાં કારણ–કાર્યની પરંપરા ચાલુ જ રહે છે. જે પર્યાય પોતાની પૂર્વ
અવસ્થાનું કાર્ય થાય છે તે પોતાની ઉત્તર પર્યાયનું કારણ થાય છે. એ રીતે પ્રત્યેક દ્રવ્ય સ્વયં જ પોતાનું
કારણ અને સ્વયં જ પોતાનું કાર્ય થાય છે.
હવે પ્રત્યેક વસ્તુ અનંત ધર્મસ્વરૂપ છે એમ નિર્ણય કરે છે. –
सन्ति अणंताणंता तीसु वि कालेसु सव्वदव्वाणि।
सव्वं पि अणेयंतं तत्तो भणिदं जिणिंदेहीं।। २२४।।
અર્થ:– સર્વ દ્રવ્ય છે તે ત્રણે કાળમાં અનંતાનંત છે, અનંત પર્યાયો સહિત છે. તેથી શ્રી જિનેન્દ્રદેવે સર્વ
વસ્તુને અનેકાન્ત અર્થાત્ અનંત ધર્મસ્વરૂપ કહી છે.
ભાવાર્થ:– વિશ્વ એટલે છ જાતિના છ દ્રવ્યો, તેમાં જીવ અનંત છે, પુદ્ગલ અનંતાનંત છે, ધર્મ દ્રવ્ય,