Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 31

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૨૮
પ્રશ્ન:– અભૂતાર્થ દર્શિતનય દ્વારા કહેવામાં આવતો વ્યવહાર ધર્મ ખરેખર ધર્મ નથી તો પછી એક
ભૂતાર્થદર્શી નિશ્ચયનય દ્વારા ભૂતાર્થ (સત્યાર્થ) નિરૂપણ કરવું જોઈએ. અભૂતાર્થ (ઉપચાર–વ્યવહાર)
નિરૂપણ શા માટે કરવામાં આવે છે?
ઉત્તર:– જેને સિંહનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને સિંહના સ્વરૂપના ઉપચરિત
નિરૂપણ દ્વારા અર્થાત્ બિલાડીના સ્વરૂપના નિરૂપણ દ્વારા સિંહના યથાર્થ સ્વરૂપના ખ્યાલ તરફ દોરી
જવામાં આવે છે; તેમ જેને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સીધું સમજાતું ન હોય તેને વસ્તુસ્વરૂપના ઉપચાર
કથન વડે વસ્તુસ્વરૂપના યથાર્થ ખ્યાલ તરફ દોરી જવામાં આવે છે. વળી લાંબા કથનને બદલે સંક્ષેપથી
કહેવા માટે પણ વ્યવહારનય દ્વારા ઉપચરિત અભૂતાર્થ કથન કરવામાં આવે છે. અહીં એટલું લક્ષમાં
રાખવું કે–જે પુરુષ બિલાડીના નિરૂપણને સિંહનું નિરૂપણ માની બિલાડીને જ સિંહ સમજી બેસે તે તો
ઉપદેશને જ લાયક નથી, તેમ જે પુરુષ ઉપચરિતને જ (વ્યવહાર ધર્મને જ) સત્યાર્થ નિરૂપણ માની
વસ્તુસ્વરૂપને–મોક્ષમાર્ગને–ખોટી રીતે સમજી બેસે છે તે તો ઉપદેશને જ યોગ્ય નથી.
અગાઉ તેના વ્યવહારાભાસરૂપ શ્રદ્ધા–જ્ઞાનનું વર્ણન થઈ ગયું છે. હવે તે ચારિત્ર માટે ક્્યાં
ભૂલ્યા છે તે કહે છે. નિશ્ચય વીતરાગભાવ તે જ આત્માનું યથાર્થ ચારિત્ર છે પણ તેનું નિરૂપણ બે પ્રકારે
છે. સાધક દશામાં બે નય હોય છે. અંશે વીતરાગતા તે સ્વાશ્રયરૂપ નિશ્ચય ચારિત્ર છે અને સાથે
શુભરાગ છે તે ચારિત્ર તો નથી પણ જેને સ્વાશ્રિત વીતરાગભાવ છે તેને તેનું નિમિત્તપણું છે એમ
બતાવવા વ્યવહારથી શુભને પણ ચારિત્ર કહેવું તે ઉપચાર નિરૂપણ છે. શુભ અથવા અશુભ રાગનું
ચારિત્ર તે આત્માનું ચારિત્ર નથી, મોક્ષમાર્ગનું ચારિત્ર નથી પણ સંસાર માર્ગનું ચારિત્ર છે.
હિંસાના ત્યાગ માટે તે બાહ્યમાં હિંસા અહિંસા માને છે. સ્વરૂપમાં અસાવધાની, પ્રમાદ પરિણતિ
તે હિંસા છે, મિથ્યાત્વ છે તે જ મૂળ હિંસા છે તેની તેને ખબર નથી.
એકેન્દ્રિય આદિ પ્રાણીની હિંસા ન કરવી, દયા પાળવી, જૂઠ ન બોલવું, પાંચ પાપથી નિવૃત્તિ અને
શુભમાં પ્રવૃત્તિ એમાં સર્વવિરતિરૂપ ભાવ તે રાગનો ભાવ છે. તેને વ્યવહાર અહિંસા ક્્યારે કહેવાય કે
નિશ્ચય વીતરાગભાવરૂપ ચારિત્રદશા હોય તો. વ્યવહાર અહિંસા તે પુણ્ય પરિણામ છે, શુભરાગ છે, ધર્મ
નથી. મોહ–ક્ષોભ રહિત આત્મપરિણામ તે ધર્મ છે. શુભરાગમાં ધર્મ નથી, તે આત્મપરિણામરૂપ ચારિત્ર
નથી છતાં તેમાં ચારિત્ર ધર્મ માની પોતાની મિથ્યાદ્રષ્ટિવડે તે જીવ શુભરાગની પ્રવૃત્તિમાં તન્મય રહે છે.
બાહ્ય હિંસાનો ત્યાગ અને અહિંસારૂપ શુભરાગનું ગ્રહણ તે રાગ છે, આસ્રવ છે, આસ્રવ તે
બંધનનું કારણ છે, મોક્ષનું કારણ નથી. (એ શુભરાગ જ્ઞાનીને પણ હોય છે પણ તેને તે ખરેખર ધર્મ
માનતો નથી.) જૂઠું ન બોલવું, સાચું બોલવું, અચૌર્ય પાળવું, અબ્રહ્મ ન સેવવું, બ્રહ્યચર્ય મન, વચન,
કાયાએ પાળવું, ધન, ધાન્ય, વસ્ત્રાદિ પરિગ્રહનો ત્યાગ એ બધી શુભરાગની વૃત્તિ છે, તેનાથી પુણ્ય છે,
ચારિત્ર નથી કેમકે રાગભાવ તે નિર્વિકાર ચૈતન્યની જાગૃતિનો સો ટકા વિરોધી ભાવ છે, ઝેર છે. જ્ઞાની
છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિના મહાવ્રતાદિના શુભ ભાવ પણ નિશ્ચયથી વિષકુંભ જ છે. જેમ છે એમ
જાણવું તે સમ્યગ્જ્ઞાન છે કેમકે જે ભાવે નવું બંધન થાય તે ભાવે વીતરાગી શ્રદ્ધા અથવા ચારિત્ર ધર્મ
થઈ શકે નહીં છતાં કોઈ ભ્રમથી અભૂતાર્થ ધર્મને સાધતો થકો પોતાને ભૂતાર્થ ધર્મ માને, મોક્ષમાર્ગ
માને છે. તે માન્યતા મિથ્યાત્વરૂપી મહાપાપ છે. હિંસાદિ પાંચ પાપ તથા સાત વ્યસનના મહાપાપની
તુલનામાં મિથ્યાત્વનું પાપ અનંતગણું છે એમ શાસ્ત્રમાં કહ્યું છે.
અહીં શુભ ભાવ છોડી પાપમાં જવાનું કહેલ નથી પણ પુણ્ય–પાપની મર્યાદા બતાવી છે તેને
ખરેખર