આસો : ૨૪૮૮ : ૯ :
ભૂતાર્થને આશ્રિત ધર્મ છે તો પણ અજ્ઞાનવશે જીવ
અભૂતાર્થમાં ધર્મ
કેમ માને છે?
પંચાસ્તિકાય ગા. ૧૭૨ ઉપર પૂજ્ય ગુરુદેવનાં પ્રવચન, રાજકોટ તા. ૭–પ–૬૨
(જિનેશ્વર વીતરાગ ભગવાનના ઉપદેશમાં બે નયો
(બે દ્રષ્ટિકોણ) દ્વારા નિરૂપણ હોય છે, ત્યાં નિશ્ચયનયદ્વારા તો
સત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે અને વ્યવહારનયદ્વારા
અભૂતાર્થ–અસત્યાર્થ નિરૂપણ કરવામાં આવે છે. અભૂતાર્થનું
વર્ણન શા માટે કર્યું છે? તે દ્વારા નિમિત્ત, ભેદ અને ગુણસ્થાન
અનુસાર તેનો વિષય કેવા પ્રકારનો હોય છે તે બતાવવા માટે
વ્યવહારનયદ્વારા તેનું વર્ણન કર્યું છે.)
નિશ્ચય વીતરાગભાવરૂપ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર છે, તે શુદ્ધાત્માને આશ્રિત હોવાથી નિશ્ચય–
ભૂતાર્થ મોક્ષમાર્ગ છે, મોક્ષનું અભિન્ન સાધન છે. ખરું સાધન છે. જ્યાં નિશ્ચય અભેદ સાધન છે પણ પૂર્ણ
વીતરાગતા પ્રગટ કરી નથી ત્યાં ગુણસ્થાન અનુસાર કેવો શુભ રાગ નિમિત્તપણે–સહચરપણે હોય છે તે
બતાવવા માટે તે શુભરાગને વ્યવહાર રત્નત્રયરૂપે અથવા ભિન્ન સાધનરૂપે વ્યવહારનયદ્વારા નિરૂપણ
કરવામાં આવે છે. બન્નેને જેમ છે તેમ જાણવું તે પ્રમાણ જ્ઞાન છે.
અહીં તો જેને પ્રમાણજ્ઞાન નથી, એકાન્ત પરાશ્રયરૂપ વ્યવહારાભાસને અવલંબનારા છે એવા અજ્ઞાની
જીવો અભૂતાર્થ ધર્મને સાધે છે તેની પ્રવૃત્તિ અને તેનું ફળ કહેવામાં આવે છે.
આત્મા શાન્ત સચ્ચિદાનંદમય જ્ઞાયક છે. પરનો કર્તા, ભોક્તા, કે સ્વામી નથી, રાગાદિનો ઉત્પાદક
નથી. એવું તેનું શુદ્ધ સ્વરૂપ અનાદિ અનંત જ્ઞાયક છે, તેની સન્મુખ થઈને તેની શ્રદ્ધા રુચિ અને તેનો આશ્રય
ન કરતાં બહારમાં ભલું બૂરૂં માની સાચા દેવ, શાસ્ત્ર, ગુરુને માને છે, નવતત્ત્વો, છ દ્રવ્ય અને શુભમાં
પ્રવૃત્તિમય સંયમની પ્રતીતિ કરે છે તે શુભરાગ છે, તે રાગવડે પોતાને ધર્મી માને છે. છ દ્રવ્ય, નવ તત્ત્વ તથા
સાચા દેવાદિને માનવા, અન્યને ન માનવા અને વ્યવહાર રત્નત્રયના રાગની પ્રવૃત્તિમાં ધર્મનું આચરણ
માની અટકવું તે વ્યવહારાભાસ છે. જેઓ શાસ્ત્ર ભણે, સાંભળે તો પણ તે તરફના ઝૂકાવરૂપ શુભરાગમાં ધર્મ
માને છે તેઓ વ્યવહારને જ નિશ્ચય માનનારા મિથ્યાદ્રષ્ટિ છે.
જે સર્વજ્ઞ વીતરાગે કહ્યું છે તેમ નથી માનતા પણ તેનાથી વિરૂદ્ધને ભ્રમથી હિતકર જાણીને સેવે છે
અને જ્યાં સુધી અભૂતાર્થને (વ્યવહારનો) સત્યાર્થ માની બેઠા છે ત્યાં સુધી તે સર્વજ્ઞ વીતરાગ કથિત્
સત્યાર્થ ધર્મને સમજવાને લાયક નથી.