: ૮ : આત્મધર્મ: ૨૨૮
ખરું વાસ્તુ છે. સંસાર અને તેનું કારણ આસ્રવ તથા બંધભાવ છે; મોક્ષ તથા તેનું કારણ વીતરાગી અબંધ
ભાવ છે. આમ કારણ કાર્યમાં ફેર હોવા છતાં જે તેમ માનતો નથી તે જીવ મોક્ષ અને સ્વર્ગના સાધનની એક
જાતિ માને છે.
શુભાશુભભાવ તો ઔપાધિકભાવ છે–વ્યવહાર રત્નત્રય શુભરાગ છે તેનો ત્રિકાળી
ચૈતન્યસ્વભાવમાં તો અત્યંત અભાવ છે જ પણ સ્વભાવના આશ્રયે નિશ્ચય રત્નત્રયરૂપ વીતરાગભાવ
પ્રગટ થાય છે તેમાં પણ તે શુભ વ્યવહારનો અત્યંત અભાવ છે. ગુણસ્થાનની ભૂમિકા અનુસાર જે
જાતનો શુભરાગ હોય છે તેને જ વ્યવહાર સાધન ઉપચારથી કહેવાય છે; પણ તે રાગ છે માટે
વીતરાગતા છે એમ નથી. માટે પ્રથમ શ્રદ્ધામાં સર્વ રાગનો નિષેધ કરી, સ્વસન્મુખતારૂપ અંતર
એકાગ્રતાના બળથી શુભાશુભરાગથી દૂર કરી નિર્વિકલ્પ પરમાનંદમય પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરવી તે મોક્ષ
છે. મોક્ષમાર્ગ તે અપૂર્ણ શુદ્ધતા છે અને મોક્ષ તે પૂર્ણ શુદ્ધતા છે.
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ,
સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગ્રંથ,”
બંધનું કારણ.
रत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य।
आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।।
અર્થ:– આ લોકમાં નિશ્ચય રત્નત્રય મોક્ષનું કારણ છે અને બીજી ગતિનું કારણ નથી.
પણ જે રત્નત્રયના સદ્ભાવમાં પુણ્યનો આસ્રવ થાય છે તે સર્વ શુભ કષાય–શુભયોગથી જ
થાય છે અર્થાત્ શુભોપયોગનો જ અપરાધ છે, પણ રત્નત્રયનો નથી.
ભાવાર્થ:– ગુણસ્થાનો અનુસાર મુનિજનોને જ્યાં રત્નત્રયની આરાધના છે ત્યાં દેવ–
શાસ્ત્ર–ગુરુ સેવા, ભક્તિ, દાન, શીલ, ઉપવાસાદિરૂપ શુભોપયોગનું પણ આચરણ છે. તે
શુભોપયોગનું આચરણ જ દેવાયું આદિ પુણ્ય પ્રકૃતિ બંધનું કારણ છે અર્થાત્ આ પુણ્ય પ્રકૃતિ
બંધમાં શુભોપયોગનો અપરાધ છે, રત્નત્રયનો નહિ.
(શ્રી અમૃતચંદ્રાચાર્ય કૃત પુરૂષાર્થ સિદ્ધિ ઉપાયની સ્વ. પંડિત ટોડરમલ્લજી કૃત ટીકા)
મોક્ષનું કારણ
મોક્ષનું કારણ વીતરાગતા, વીતરાગતાનું કારણ અરાગી ચારિત્ર, અરાગી ચારિત્રનું
કારણ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્જ્ઞાનનું કારણ સમ્યગ્દર્શન છે. પૂર્ણ અધિકારી અખંડ સ્વભાવના
જોરે શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાય પ્રગટે છે. અધૂરી નિર્મળ અવસ્થા અને સમ્યગ્દર્શન
તે પર્યાય છે. ભેદના લક્ષે વિકલ્પ–રાગ થાય છે. નિર્મળતા થતી નથી. અવસ્થાદ્રષ્ટિ ગૌણ કરી
નિશ્ચય અખંડ સ્વભાવનું લક્ષ કરવું. ધુ્રવ સ્વભાવનું જોર કરતાં કરતાં વિકારનો વ્યય અને
અવિકારી પૂર્ણ નિર્મળતાનો ઉત્પાદ થાય છે, એટલે નિમિત્ત–નૈમિત્તિક ભાવનો સંબંધ સર્વથા
છૂટી જાય છે અને વસ્તુનો અનંતગુણરૂપ નિજ સ્વભાવ વસ્તુપણે એકાકાર રહે છે, માટે શુદ્ધ
નયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. (સ. સારપ્રવચન)
પ્રભુ! તારી સ્વતંત્ર પ્રભુતા તેં કદી સાંભળી નથી. વર્તમાન એકેક અવસ્થા પાછળ
બેહદ તાકાતરૂપ પૂર્ણ પવિત્ર ગુણની શક્તિ અખંડ સ્વભાવપણે ભરી છે તે સત્ની વાત અપૂર્વ
ભાવે અંદરથી ઉછળીને તેં સાભળી નથી; તારૂં મહાત્મ્ય તને આવ્યું નથી. જેણે પૂર્ણ અવિકારી
સ્વભાવનો જ આદર કર્યો તેને સ્વપ્નમાં પણ સંસારની કોઈ વાત રૂચે નહીં.
(સમયસાર પુ. ભાવ–૧માંથી)