આસો : ૨૪૮૮ : ૭ :
પુણ્યમાં સુખ અને સુખનું સાધન માનનારને જ્ઞાની કહે છે કે તે અપવિત્ર આસ્રવતત્ત્વ છે,
તેનાથી સંવર, નિર્જરા કે મોક્ષરૂપ પવિત્ર ભાવની જાતજ જુદી છે, તેની તને ખબર નથી, તેથી તું
સ્વર્ગના દેવોના સુખ કરતાં મોક્ષસુખ અનંતગણું કહે છે. સંસારના સર્વ વિભાવથી, પૂર્ણ નિર્વિકાર
મોક્ષતત્ત્વની જાત જુદી જ છે.
ભગવાન આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનાનંદ શક્તિ ભરી છે, દેહથી ભિન્ન દરેક આત્મા પોતાના પૂર્ણ
જ્ઞાનાનંદ સહિત છે. તેમાં એકપણાની દ્રષ્ટિ અને એકાગ્રતાના બળથી શુદ્ધતા પ્રગટ થાય છે. તે શુદ્ધ
અંશથી બંધન થતું નથી. બંધન તો શુભાશુભ રાગદ્વેષ અને મોહથી થાય છે.
અજ્ઞાની સ્વર્ગના વિષય સંબંધી સુખાભાસની અને આત્મિક નિરાકુળ મોક્ષસુખની એક જાતિ
માને છે પણ તે એક નથી. પણ જેમ તીર્થંકર ભગવાનના અતિશય સુંદર શરીરની પ્રભાને સૂર્યની ઉપમા
દેવાય છે તેમ લોકમાં ઈન્દ્રાદિ દેવોનાં સુખનો મહિમા છે તેનાથી જુદી જાતનું અને તેનાથી અનંતગણું
સુખ મોક્ષદશામાં છે–એમ ઉપમા આપી તેની અજ્ઞાનીને ખબર નથી. સ્વર્ગના કલેશવાળા સુખનું કારણ
શુભરાગ છે અને મોક્ષસુખનું કારણ તો વીતરાગ ભાવ છે.
અહીં પ્રશ્ન–તમે એમ કેમ કહો છો કે અજ્ઞાનીની શ્રદ્ધામાં સ્વર્ગસુખની જાતિ અને મોક્ષસુખની
જાતિ એક છે?
ઉત્તર:– હા, તેઓ વ્રત, દયા, દાન, પૂજા, ભક્તિ આદિના શુભ ભાવ છે તેનું ફળ સ્વર્ગસુખ માને
છે અને તે જ ભાવનું ફળ મોક્ષસુખ માને છે. જેને થોડું પુણ્ય સાધન હોય તેને સ્વર્ગ મળે અને ઘણું
સાધન હોય તેને મોક્ષ મળે એમ તે ભ્રમથી માને છે પણ શ્રદ્ધામાં ક્્યાં ભૂલ છે તેની તેને ખબર નથી.
“દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિ હીન,
ઉપદેશક પણ તેહવા, શું કરે જીવ નવીન!”
પુણ્યમાં આત્મહિતરૂપ ધર્મ માને તો અનંતાનુબંધી અને દર્શનમોહનું મહાન પાપ થાય છે. પુણ્યની
ક્રિયા તથા દેહની ક્રિયાથી આત્માનો ધર્મ માને તેને અતીન્દ્રિય અરાગી જ્ઞાનાનંદનો અનુભવ શું તેની જરા
પણ ખબર નથી. શુભરાગરૂપ વ્યવહારથી હળવે હળવે ધર્મ થશે, પરંપરાએ મોક્ષ થશે એમ અજ્ઞાની માને
છે અને તેવું જ મનાવનારા પણ તેને મળી ગયા, એટલે પુણ્યથી અને જડની ક્રિયાથી ધર્મ માનવાની તેની
શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. પુણ્ય કરતાં કરતાં ધર્મ પણ થાય અને સ્વર્ગનાં સુખ પણ મળે એમ અજ્ઞાની માને છે
પણ હિત–અહિતનાં કારણ અને તેનાં ફળની જાત તદ્ન જુદી છે એવો નિર્ધાર કરતાં નથી.
જેમ હજારો મણ અનાજ પાકે ત્યાં વચ્ચે રાડા ન હોય એમ ન બને. હા, રાડા થાય પણ દાણા ન
થાય એમ બને, પરંતુ દાણા પાકે ત્યાં રાડા તો હોય જ. સારો ખેડુત રાડા ખાતર બીજ વાવે નહીં તેમ
ધર્મી જીવ તો પોતાનું સ્વરૂપ પુણ્યપાપ રાગથી ભિન્ન જાણી, વીતરાગી દ્રષ્ટિ અને ચારિત્ર પ્રગટ કરે છે,
તેમાં મોક્ષનાં કણસલાં પાકે છે. પણ જેની દ્રષ્ટિ પુણ્ય ઉપર છે તેને સંસાર જ ફળે છે.
પરલક્ષે રાગ મંદ થઈ શકે પણ રાગ ટળે નહિ. રાગમંદ કરે તો પુણ્ય થાય, ધર્મ ન થાય. પૈસાથી
પુણ્ય ન થાય. લોભ મંદ કરે તેટલું પુણ્ય થાય. જો પૈસા આપવાથી ધર્મ થાય તો નિર્ધનને રડવું પડે, પણ
એમ નથી. શરીરથી તો આત્માનો ધર્મ થતો નથી, પરંતુ શુભરાગથી પણ ધર્મ નથી. આત્મા અનંત
ગુણોનો પિંડ છે તેમ ભેદજ્ઞાન સહિત નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન અને એકાગ્રતા કરે તે ધર્મ છે. રાગ બાકી
રહ્યો તે ધર્મ નથી પણ અધર્મ છે. શુભરાગ પણ ચારિત્રનો દોષ છે, તે આત્માનું નિવાસસ્થાન નથી.
વાસ્તુ શેમાં કરવું? કે ભગવાન આત્મા ચિદાનંદ અનંતગુણનું ધામ છે તેમાં વસવું, અતીન્દ્રિય જ્ઞાન
આનંદથી પૂર્ણ સ્વરૂપની પ્રતીતિ કરી તેમાં વસવું તે