Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 31

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૨૮
જ્ઞાન અને જ્ઞેયરૂપ
સર્વ દ્રવ્યોની સ્વતંત્રતા;
નિમિત્ત નૈમિત્તિક સંબંધની પણ સ્વતંત્રતા.
(સમયસાર ગા. ૩પ૬ થી ૩૬પ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચન સોનગઢ અષાડ વદી ૧)
–: દિવ્યધ્વની વીર શાસન જયંતિ:–

અહીં સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર ચાલે છે. આત્મા અનંત ગુણોનો પિંડ અભેદ ચિન્માત્ર વસ્તુ છે.
આત્માને ગુણભેદથી ઓળખવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્રવાળો કહેવામાં આવે છે–ખરેખર આત્મા જ્ઞાયક
તે જ્ઞાયક છે, એ નિશ્ચય છે અને આત્મા સ્વને જાણે છે એમ ભેદ પાડવો તે વ્યવહાર છે, એટલો ભેદ
અખંડ વસ્તુમાં નથી, સ્વ–સ્વામી અંશરૂપ ભેદ શ્રદ્ધાના વિષયમાં માન્ય નથી.
આત્મા સ્વભાવથી જ પરવસ્તુના ત્યાગ સ્વરૂપત્યાજ્યરૂપે છે અર્થાત્ ચારિત્રરૂપે છે, એવો ભેદ
નિશ્ચયમાં હોતો નથી. એમ કહી નિશ્ચયની વાસ્તવિક સ્થિતિ જાણવી. પ્રથમ અભેદ, નિશ્ચય દર્શન જ્ઞાન
ચારિત્ર સંબંધી વર્ણન કર્યું. હવે વ્યવહારથી દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે જેમ ખડી છે તે ભીંત, લાકડું આદિ
દ્રવ્યના સ્વભાવરૂપે નથી તથા તેને પોતાના સફેદ સ્વભાવે પરિણમાવતી નથી, એ વાસ્તવિક છે એમ
સ્વિકાર કર્યા પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ કેમ છે તે વ્યવહાર–ઉપચાર દ્વારા બતાવવામાં આવે છે.
ખડી સ્વયં સફેદ સ્વભાવે પરિણમે છે તેમાં ભીંત તો નિમિત્ત છે અને ખડી જેને નિમિત્ત છે એવા
ભીંત આદિ પરદ્રવ્યો છે તેઓ સ્વયં પોતપોતાના સ્વભાવથી જ પરિણમે છે, તો પણ ભીંત આદિને ખડી
શ્વેત કરે છે એમ વ્યવહાર–ઉપચાર કરવામાં આવે છે. ખડીની સફેદાઈ તેનાથી જ પ્રસિદ્ધ છે છતાં તેમાં
ભીંત નિમિત્ત અને ભીંતને સફેદ થવામાં ખડી નિમિત્ત એમ પરસ્પર નિમિત્ત નૈમિત્તિક સંબંધરૂપ
વ્યવહાર કરવામાં આવે છે, તેમ ખરેખર દર્શન, જ્ઞાન ગુણથી ભરેલો આત્મા પોતે પરદ્રવ્યના
સ્વભાવરૂપે પરિણમતો જ નથી. જીવ રાગ દ્વેષ, વાણી અને શરીરરૂપે થઈ જતો નથી, કેમકે તે ચૈતન્યથી
વિરુદ્ધ જ્ઞેય છે,–તે રૂપે જ્ઞાન દર્શનનું થવું અશક્્ય જ છે. દર્શન, જ્ઞાન પોતાના કારણે જ નિરંતર પરિણમે
છે, જ્ઞેયો તેના કાળે, એના કારણે નિરંતર પરિણમે છે. નિમિત્ત ઉપાદાન બેઉનું પરિણમન અનાદિ અનંત
સ્વતંત્ર થઈ રહ્યું છે.
કોઈ દ્રવ્યને કોઈ કાળે પર દ્રવ્ય, ક્ષેત્ર, કોઈની રાહ જોવી પડે–પરિણમનની ધારા અટકી જાય
એમ બનતું નથી. કોઈના કારણે કોઈનું પરિણમન વહેલું યા મોડું થઈ જાય એમ પણ નથી,–માત્ર લોકમાં
સંયોગદ્રષ્ટિવાળા વ્યવહારથી કહે છે કે આનાથી આનામાં આમ થયું તે તો કહેવામાત્ર (કથનમાત્ર)
કારણ છે.
જ્ઞાન પોતાના કાળે, પોતાના કારણે પરિણમે છે એવા જ્ઞાનપણે પરિણમતો આત્મા તેના જ્ઞાન
પરિણામમાં પુદ્ગલ દ્રવ્ય તથા રાગાદિ જ્ઞેયપણે નિમિત્ત છે, એવા પોતાના જ્ઞાનગુણના સ્વભાવથી
ભરેલા