દ્રષ્ટાન્તે પરસ્પર નિમિત્ત કહેવાનો વ્યવહાર છે તેમ આત્માશ્રદ્ધાદર્શન શક્તિથી ભરેલો છે તેને નિમિત્તનું
જ્ઞાન કરાવવા માટે નવતત્ત્વના ભેદ અને દેવ, શાસ્ત્ર, ગુરુ તથા છદ્રવ્યોની શ્રદ્ધા કરનારો કહેવું તે
વ્યવહાર નય છે તેમાં શ્રદ્ધાવા યોગ્ય છ દ્રવ્યો તથા નવ તત્ત્વોના વિકલ્પ નિમિત્ત છે. નિમિત્ત
નિમિત્તપણે છે પણ તેનાથી શ્રદ્ધા તથા દર્શન ઉપયોગરૂપ પર્યાય પરિણમે એમ નથી. કારણકે જીવ પોતે
જ દર્શનજ્ઞાનાદિ ગુણની પર્યાયરૂપે પરિણમે છે, પોતાના જ્ઞાનાદિ કાર્યને જ પ્રગટ કરે છે, તેમાં જ્ઞેયો તથા
શ્રદ્ધાના બાહ્ય વિષયો નિમિત્ત છે, પણ તે કોઈ જીવની શ્રદ્ધાદિ પર્યાયોના ઉત્પાદક નથી.
નિમિત્ત માત્ર છે એમ સમજવું. જીવ પોતે નિર્મળ શ્રદ્ધા જ્ઞાનરૂપે પરિણમે તો તેને નિમિત્ત કારણ
(વ્યવહાર–ઉપચાર કારણ) કહેવાય છે. નિમિત્ત છે માટે નૈમિત્તિક છે એમ નથી. વસ્તુ સ્વયંસિદ્ધ છે,
પોતાથી છે, પરથી નથી, તેમ વસ્તુના ગુણ અને તેની અનેક પર્યાયો પણ સ્વયંસિદ્ધ છે. પોતાથી છે,
પરથી નથી એ સાચી વાત છે છતાં પર વસ્તુ તેને નિમિત્ત છે એમ કહેવું તે નિમિત્તનું જ્ઞાન કરાવવા
માટે વ્યવહારનયનું કથન છે.
લોકાલોક નિમિત્ત છે ને છ દ્રવ્યસ્વરૂપ આખું વિશ્વ તેને નિમિત્ત છે. કોઈ કોઈના કારણે નથી. દરેક
પદાર્થ સ્વયંસિદ્ધતા સાબીત કરે છે.
છે તેને તેરૂપે પ્રસિદ્ધ કરવામાં જ્ઞાન નિમિત્ત છે. બેઉને નિશ્ચયથી કાંઈ સંબંધ નથી પણ પરસ્પર નિમિત્ત
પણાનો વ્યવહાર છે તે અરીસાનું દ્રષ્ટાંત આપી સમજાવેલ છે.
પરસ્પર નિમિત્ત છે એમ કહેવું તે વ્યવહારથી છે. તેમાં કોઈનું પરાધીનપણું બતાવેલ નથી.
દવા વગેરે નિમિત્ત છે પણ કોઈના કારણે કોઈનું કાર્ય નથી, કોઈના લીધે કોઈમાં ફેરફાર થતો જ નથી,
છતાં પરસ્પર નિમિત્તપણું કહેવું તે વ્યવહાર છે.
નિમિત્ત નિમિત્તપણે ન રહે. સર્વજ્ઞકથિત જ્ઞેયો જેમ છે તેમ જાણે, માને તો તે નિમિત્તપણે સાચા છે અને
જ્ઞાન જ્ઞેયને જ્ઞેયપણે પ્રગટ કરવામાં નિમિત્તપણે સાચું છે. જો જ્ઞેયમાં છ દ્રવ્ય ખરેખર છે એમ ન માને,
ન જાણે, કાળદ્રવ્યની કોઈ સ્વતંત્ર સત્તા નથી (કાળદ્રવ્ય તે ઉપચાર જ છે) એમ કોઈ માને તો તેનું
જ્ઞાન ખોટું અને જ્ઞેય પણ ખોટું છે.
વ્યવહાર છે.