Atmadharma magazine - Ank 228
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 31

background image
આસો : ૨૪૮૮ : ૨૩ :
બતાવીને તેનું અતિશય સ્પષ્ટ સુંદર પ્રતિપાદન કરીને દિલ્હી જૈન સમાજને અતિશય આનંદ અને ધર્મ
વાત્સલ્યનું આપ કારણ બન્યા છો. શ્રી બાબુભાઈએ રાત્રિ દિવસ ૮ થી ૧૦ કલાક પ્રવચન, શંકા સમાધાન,
જિનેન્દ્ર ભગવાનની પૂજા, ભક્તિ વગેરે દ્વારા સતત્ પોતાની અસાધારણ નમ્રતા, ધીરજ સહિત વિદ્વતાનો
લાભ આપ્યો છે.
વૈદવાડા ખંડેલવાલ દિ. જૈન મંદિર પંચાયત તરફથી આપને સન્માન પત્ર દેવામાં આવેલ છે. દિલ્હીથી
મુમુક્ષુ મંડળના પ્રમુખ શ્રી સુરેન્દ્રકુમારજી તથા મંત્રી શ્રી શ્રીપાળજી દ્વારા આવેલ સમાચાર ઘણા વિસ્તારથી છે
પણ તેને અહીં ટુંકાવવામાં આવ્યા છે તેનો સાર એ છે કે–
પરમ ઉપકારી પૂ. ગુરુદેવે બધાને જ્ઞાની બનાવી દીધા છે. કોઈ પણ કોઈથી કમ નથી. અપૂર્વ જ્ઞાનનો
ભંડાર ખોલી દીધો છે. તમામ જૈન સમાજ સોનગઢની પ્રશંસા કરે છે અને ઈર્ષા વશ ગલત પ્રચાર કરી ગલત
ફહમી ફેલાવનારની વાતો જૂઠી સાબીત થઈ ગઈ છે. ભૂલથી નિંદા કર્યાનો પશ્ચાતાપ પણ કેટલાકો કરતા હતા.
આશરે ૪૦૦ ઉપરાન્ત ભાઈઓ ૧૦ મૈલ દૂર સાંભળવા આવતા અને રાત્રે ૧૧ વાગ્યે ઘેર પહોંચતા
હતા. આ યુગમાં સત્પુરુષ નિમિત્તથી અમને અપૂર્વ વસ્તુ સાંભળવાનો અવસર મળ્‌યો તે અમારૂં મહાન
ભાગ્ય છે. જે અમને પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીએ સંભળાવ્યું છે તે ચીજ તમામ જનતા પ્રસન્નચિત્તથી
જરાય ઘોંઘાટ કર્યા વિના સાંભળતા હતા. સભામાં સંખ્યા પ૦૦, ૭૦૦, ૮૦૦ સુધી અને બાબુભાઈ જ્યારે
ભક્તિ કરાવતા હતા ત્યારે ૧૦૦૦, સંખ્યા થતી હતી.
પ્રવચન બહુ જ સુંદર પદ્ધતિથી મનોહર ઢંગથી થતું હતું. પ્રભુના દર્શન કઈ રીતે કરવા જોઈએ. ભક્તિ,
સામાયિક, ઉપવાસ, વ્રત સોલહ કારણ ભાવના તથા પૂજા કોને કહેવાય. ઉત્તમ ક્ષમાદિ દસ ધર્મમાં નિશ્ચય–
વ્યવહાર શું? તથા તત્ત્વાર્થ સૂત્રના દિવ્ય વિવેચન દ્વારા જૈન ધર્મનું અપૂર્વ મહત્વ હૃદયથી ઓતપ્રોત થઈને
સમજાવતા હતા. આજથી જ લોકો વારંવાર પ્રાર્થના કરે છે કે આવતી સાલ માટે પધારવાની કૃપા કરે અને
પૂ. કાનજીસ્વામીની જન્મ જયંતિ અવસર ઉપર ખુદ સ્વામીજી દિલ્હી પધારે એમ વિનંતી કરેલ છે. (શ્રીપાલ
જૈન મંત્રીથી)
(૩) મુંબઈ (ઘાટકોપર) દિ. જૈન મુમુક્ષુ મંડળના આમંત્રણથી શ્રી પ્રાણલાલ શાહ ત્યા નવ દિવસ
રહી દિવસમાં ત્રણ વખત પૂજ્ય ગુરુદેવનો પરમ ઉપકાર પ્રકાશિત કરવા ઉપરાન્ત શ્રી સમયસારજી કર્તાકર્મ
અધિકાર, પંચાસ્તિકાય તથા મોક્ષમાર્ગ પ્રકાશક ઉપર વ્યાખ્યાને કર્યા હતા. સભામાં પ૦૦ સુધી સંખ્યા થતી,
શ્રી નેમિનાથ ભગવાનની રથયાત્રા, અભિષેક, પૂજન વગેરે કાર્યક્રમમાં જૈન સમાજે ઘણો જ ઉત્સાહ ભર્યો
ભાગ લીધો, પૂજ્ય ગુરુદેવના પૂનિત પ્રતાપે આ મંડળ આગળ વધી શકશે એમ સર્વ કાર્યકર્તાના ઉલ્લાસ
ઉપરથી જણાઈ આવે છે શ્રી પ્રાણલાલભાઈએ અમદાવાદથી અત્રે પધારીને જે મહા અમૂલ્ય લાભ આપ્યો છે
તે બદલ ઘાટકોપર દિ. જૈન મુમુક્ષુ મંડળ ઘણો આભાર માને છે. સવારે બપોરે અને રાત્રે ત્રણ વખત પ્રવચનો
આપીને સર્વજ્ઞ ભગવાનના સિદ્ધાંતો સમજાવવામાં સંપૂર્ણ સફળ થયા છે. તેઓશ્રીના અત્રે વસવાટ દરમ્યાન
ઠેરઠેર ભક્તજનો તત્ત્વજ્ઞાનની વાર્તામાં મશગુલ બન્યા હતા, તે પણ તેઓશ્રીના માર્મિક તેમ જ સચોટ
પ્રવચનોને આભારી છે. ભાઈશ્રી પ્રાણલાલભાઈ ભવિષ્યમાં પણ આવો જ સુંદર સહકાર આપતા રહેશે. એવી
અભ્યર્થના લી. ઘાટકોપર દિ. જૈન મુમુક્ષુ મંડળ મુંબઈ–હા–રસીકલાલ માનદ મંત્રી.
(૪) ખંડવા (મ. પ.) :– દિ. જૈન મુમુક્ષુ મંડળના આમંત્રણથી બુલંદ શહેરવાળા શ્રી કૈલાસચંદજીને
મોકલવામાં આવ્યા હતા. લખે છે કે ‘૧પ દિવસ સુધી અત્યંત ઉત્સાહથી લગભગ ૧૦ કલાક સુધી હંમેશા
દ્રવ્ય–ગુણ–પર્યાય જૈન સિદ્ધાંત પ્રવેશિકામાંથી ચાર અભાવ, પાંચ ભાવ, સાત તત્ત્વ નિમિત્ત–નૈમિત્તિક
સંબંધના વિષય ઉપર બહુ જ સરલ, સ્પષ્ટ અને પ્રભાવપૂર્ણ પ્રવચન કર્યું. સાથે જૈન શિક્ષણ વર્ગ ચલાવી
અપૂર્વ જાગૃતિ પેદા કરી છે. હાઈસ્કૂલમાં પણ એક દિવસ જાહેર પ્રવચન તથા એક કલાક શંકા સમાધાનનો
કાર્યક્રમ રાખ્યો હતો.