: ૨૨ : આત્મધર્મ : ૨૨૮
દસલક્ષણ પર્વ સંબંધી
બહારગામના ખાસ સમાચાર
વિદ્વાનો માટે આ પર્વ ઉપર બહાર ગામથી આમંત્રણ આવેલ તે મુજબ ૧૨ ગામમાં સોનગઢ દિ૦ જૈન
મુમુક્ષુ મહામંડળના પ્રચાર વિભાગ તરફથી વિદ્વાનોને મોકલવામાં આવેલા, તેમાં જે ગામથી સમાચાર આવ્યા
છે તેમાંથી જાણવા યોગ્ય હકીકત નીચે મુજબ છે.
(૧) ઈન્દૌર:– શ્રી ખીમચંદભાઈ જેઠાલાલ શેઠ માટે દિ૦ જૈન સમાજવતી ધર્મરત્ન શ્રીમંત શેઠ
શ્રી રાજકુમારસિંહજી દ્વારા આમંત્રણ હતું. ભાદરવા સુદી ૪થી ૧પ સુધી દિવસમાં ત્રણવાર
વ્યાખ્યાનોમાં પૂ. ગુરુદેવ દ્વારા જૈનધર્મના સિદ્ધાંત અનુસાર તત્ત્વજ્ઞાનનો ઉપદેશ થઈ રહ્યો છે. તેનું
સ્પષ્ટીકરણ તથા જિનેન્દ્રભગવાનની અષ્ટદ્રવ્યથી પૂજાનું પારમાર્થિક અર્થ સહિત સ્પષ્ટીકરણ કરવામાં
આવ્યું હતું ઈન્દૌરના સમસ્ત જૈનસમાજે ઘણો લાભ લીધો. આ સંબંધના સમાચારમાં શ્રી પ્રકાશચંદ્રજી
પાંડયા લખે છે કે–
તા. ૧૪–૯–૬૨
ઈન્દૌરમાં પરમપુનીત દસ લક્ષણ પર્વમાં જૈન સમાજ ઈન્દૌર દ્વારા આમંત્રિત આધ્યાત્મિક પ્રખર જૈન
વિદ્વાન પં. ખીમચંદભાઈ જે. શેઠ દ્વારા દસ દિવસ સુધી પ્રતિદિન સવારે, બપોરે, રાત્રે, સરલ, સરસ, નિર્ભિક
તેમજ ઓજસ્વી પ્રવચનો થયાં, જેથી જૈન સમાજ તથા વિશેષપણે નવયુવક વર્ગ–અત્યાધિક પ્રભાવિત થયો.
પંડિતજીએ ગલત માન્યતાઓનું સમાધાન કરીને વસ્તુતત્ત્વને અતિશય સ્પષ્ટ રૂપમાં સમજાવ્યું. પંડિતજીએ
યથાર્થ શ્રદ્ધા, જિજ્ઞાસા તથા આચરણથી પોતાના આત્માને સર્વ પ્રથમ સમજવાની માર્મિક આપીલ કરી હતી.
સભામાં હંમેશા ધર્મ જિજ્ઞાસુઓની બે હજાર આશરે સંખ્યા રહેતી હતી.
જૈન સમાજ ના માનનીય શ્રી મિશ્રિલાલ ગંગવાલ (મધ્ય પ્રદેશના વિત્તમંત્રી મહોદય) ના
પ્રમુખપણામાં ધર્મસ્નેહ અને કૃતજ્ઞતાના પ્રતીકરૂપે પં. ખીમચંદભાઈ શેઠને સન્માનપત્ર અપૂર્વ વાતાવરણમાં
સાદર સમર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસર પર જૈનરત્ન શેઠ શ્રી રાજકુમારસિંહજી વિદ્વદ્વર્ય પં. શ્રી નાથુલાલજી ન્યાયતીર્થ, શ્રી
ઈન્દૌરીલાલ બડજાત્યા એડવોકેટ, શ્રી બાબૂલાલજી પાટૌદી (વિધાનસભા સદસ્ય) આદિ વિદ્વાનો દ્વારા
અદ્ભૂત ભાષણ થયા. જેમાં શ્રી ખીમચંદભાઈ શેઠનું ઉદાત્ત ચારિત્ર, પ્રજ્ઞા, વિચિક્ષણતા, ઉત્તમ પ્રતિભા તથા
અધ્યાત્મશાસ્ત્રની ગંભીર વિવેચના–સરલ અને બોધપૂર્ણ પદ્ધતિથી વ્યક્ત કરવાની અપરિમેય શક્તિની
પ્રશંસા કરવામાં આવી હતી. આબાલ, યુવક, વૃદ્ધો તથા સંસ્થાઓ તરફથી પંડિતજીનું સ્વાગત કરીને તેમના
માધ્યમથી સમાજે સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી કાનજીસ્વામી પ્રત્યે પોતાની શ્રદ્ધાનાં પુષ્પ સમર્પણ કર્યાં હતાં.
પંડિતજીનાં પ્રવચનોએ ખાસ કરીને શિક્ષિત વર્ગ અને નવયુવકવર્ગને અતિશય પ્રભાવિત કરેલ છે. તથા
તેઓની જિજ્ઞાસા તથા આસ્થાને સ્થિર અને પ્રબળ કરેલ છે.
લી.
પ્રકાશચંદ્ર પાંડયા
મંત્રી
શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ, ગોરાકુંડ, ઈન્દોર
(૨) દિલ્હી–શ્રી દિ. જૈન નયા મંદિર ૨પ૧પ, ૧ ધર્મપુરા શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ દ્વારા ખાસ
આમંત્રણથી શ્રી બાબુલાલ ચુનીલાલ મહેતા (ફતેપુરવાળા) ને મોકલવામાં આવ્યા હતા. દસ લક્ષણ પર્વમાં
કરૌલબાગ, પહાડીધીરજ, પહાડગંજ, વૈદવાડા જિનમંદિરમાં કાર્યક્રમ હતો. તથાભારત જૈન મહામંડલ તરફથી
વિશ્વ મૈત્રી દિવસ–ક્ષમાયાચના પર્વ તા. ૧૬–૯–૬૨ની વિરાટ સભામાં સર્વ પ્રથમ પ્રવચન શ્રી બાબુભાઈનું
હતું. પરમ ઉપકારી પૂ. ગુરુદેવે જૈન ધર્મનો પ્રકાશ ફેલાવ્યો છે તેની મહાનતા શ્રી બાબુભાઈ દ્વારા